Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ અમુક - અનુશિદ(સ્ત્ર.) (અનુશાસન 2. સ્તુતિ, પ્રશંસા, શ્લાઘા 3. શીખ, ઉપદેશ, દોષ દેખાડી શિક્ષણ આપવું તે 4. આજ્ઞા, અનુજ્ઞા, સંમતિ) જો તમારે કોઈપણ દિશામાં પ્રગતિ કરવી છે તો તેની પ્રાપ્તિ માટેનો સતત પ્રયત્ન જરૂરી બને છે. વ્યક્તિ ઘણી વખત પ્રમાદવશ કે વચ્ચે આવતા અવરોધોથી હારી જઈને કે પછી મુકેલ ગણીને કાર્યને અધવચ્ચે જ છોડી દે છે. જ્યારે સતત ધગશપૂર્વક પ્રયત્ન કરતી વ્યક્તિની મહેનત એક નિશ્ચિત પરિણામને પ્રાપ્ત કરાવે છે. મુલાયમ ગણાતું દોરડું પણ સતત પ્રયત્ન દ્વારા કૂવાના કાળમીંઢ પથ્થર પર પણ કાપા પાડી દે છે. મસમય - મલય (વ્ય.) (પ્રતિક્ષણ, પ્રતિસમય, સમય સમય). લોકો જ્યારે પેથડ મંત્રીને સુખ પૃચ્છા કરતા હતાં ત્યારે કથાકારે મંત્રીના મુખમાં શબ્દો મૂકતાં લખ્યું છે કે, અરે! લોકો મને પૂછે છે કે હે મંત્રીશ્વર! તમારા શરીરમાં કુશલતા વર્તે છે? પરંતુ તેમને કેવી રીતે સમજાવું કે ભાઈ! જયાં પ્રત્યેક ક્ષણે આયુષ્ય ક્ષીણ થતું હોય, જીવનની દોરી ટૂંકી થતી જતી હોય ત્યાં કુશલતા કેવી રીતે હોઈ શકે, અર્થાત્ ક્ષણભંગુર આ શરીરે કુશળતા વળી કેવી? अणुसमवयणोववत्तिअ - अनुसमवदनोपपातिक (त्रि.) (અનુરૂપ કે અવિષમ છે મુખની સંગતિ-દ્વારઘટના જેને તે) કર્મસિદ્ધાંતાનુસાર પ્રત્યેક પ્રાણીના શરીરના અંગો અને ઉપાંગોની રચના નામકર્મને આધારે થતી હોય છે. જો શરીરના પ્રત્યેક અંગો સુવ્યવસ્થિત હોય. આંખ, નાક, કાન, હાથ, પગ, અવિષમ મુખાકૃતિ વગેરે યથાસ્થાને હોય તો તે જીવે બાંધેલા શુભ નામકર્મનો પ્રભાવ જાણવો અને જો તે અવ્યવસ્થિત તથા વિષમ હોય તો અશુભ નામકર્મનો ઉદય જાણવો. અણુસય - મનુશય (કું.) (ગર્વ, અહંકાર, ઘમંડ 2. પશ્ચાત્તાપ) અહંકાર હંમેશાં જીવને અધોગતિ તરફ લઇ જાય છે. તે ક્યારેય પણ જીવને પોતાનામાં પડેલા દોષને સ્વીકારવા દેતો જ નથી. પરસ્ત્રીને માતા-બહેન સમાન માનતો રાવણ પણ એકમાત્ર અહંકારને કારણે અપમૃત્યુ પામ્યો. અરે, જેમનું નામ ચોરાશી ચોવીસી. સુધી અમર રહેવાનું છે તેવા કામવિજેતા આર્ય સ્થૂલિભદ્ર કામને જીતી શક્યા પરંતુ, પોતાના જ્ઞાનના અહંકાર આગળ હારી ગયા. અહંકારના કારણે તેમને બાકીના ચારપર્વો અર્થથી ગુમાવવા પડ્યા. માટે જ તો મહર્ષિઓએ અહંકારને ત્યજવા કહેલું છે. મધુસર - મનુષT (1.). (અનુચિંતન, સ્મરણ કરવું, વિચારવું) સ્વામી વિવેકાનંદે લખ્યું છે કે, પ્રત્યેક વ્યક્તિએ દરરોજ એક વખત આત્મચિંતન કરવું જોઇએ. અર્થાત વ્યક્તિ જેમ બીજા માટે વિચાર કરે છે, આલાપ સંલાપ કરે છે, તેમ પ્રતિદિન થોડોક સમય પોતાના આત્મા સાથે વાર્તાલાપ કરવો જોઈએ. જે વ્યક્તિ થોડીક ક્ષણો જો પોતાના આત્મા માટે નથી કાઢી શકતી તો તેના જેવું દુર્ભાગી બીજું કોઈ નથી. अणुसरियव्व - अनुसतव्य (त्रि.) (અનુસરવા યોગ્ય, અનુસરણ કરવા લાયક) પરમાત્માની વાણી હંમેશાં વિધેયાત્મક હોય છે. તેમનું વચન ક્યારેય પણ આજ્ઞાત્મક હોતું નથી. આથી જ તો તેમણે મોક્ષના દરવાજા ખોલી આપનાર સન્માર્ગ તેમજ નરક અને દુર્ગતિમાં લઈ જનાર ઉન્માર્ગ બનું નિરૂપણ કરીને અંતે કયા માર્ગને અનુસરવું અને કયા માર્ગે ન જવું, તે નિર્ણય પ્રત્યેક જીવ પર છોડી દીધો છે. મનુસ્મર્તવ્ય (ત્રિ.) (પાછળથી યાદ કરવા યોગ્ય, ચિંતવવા યોગ્ય) अणुसरिस - अनुसदृश (त्रि.) (અનુરૂપ, યોગ્ય 2. સમાન, તુલ્ય) શાસ્ત્રોમાં પરમાત્માનું ધ્યાન ઇલિકાભ્રમરન્યાયે ચિંતવવાનું કહેલું છે. જેવી રીતે ભમરીની કેદમાં રહેલી ઈયળ સતત ભમરીનું 345