Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ સ્થunય - મર્થન (ઈ.) (માત્ર અર્થનું પ્રાધાન્ય બતાવનાર નય, અર્થપ્રધાન નય) સપ્ત નયગત જસુત્રનય સુધીના ચાર નય અર્થબોધને પ્રાધાન્ય આપે છે. આ નય શબ્દ અને અર્થમાં શબ્દને છોડીને તેના અર્થને પ્રધાન ગણે છે. તે એવું માને છે કે કહેવાતા શબ્દોનું સર્જન પણ અર્થને આશ્રયીને જ થાય છે. કેમ કે વક્તાના મનમાં પ્રથમ અર્થો આવે છે અને ત્યાર બાદ શબ્દોરૂપે તેનું કથન થાય છે. માટે શબ્દો તે ગૌણ છે અને ખરું પ્રાધાન્ય તેના અર્થોનું જ છે. આ રીતે નૈગમ, સંગ્રહ, વ્યવહાર અને ઋજુસૂત્ર એ ચાર નય અર્થપ્રાધાન્યવાળા છે. अस्थणाण- अर्थज्ञान (पुं.) (અભિધેય પદાર્થનું જ્ઞાન, કથ્ય વસ્તુનો અવબોધ) અત્યાર - ઈનિ (2) પૂર (ન.) (અર્થનિકરાંગને 84 લાખે ગુણતા જે સંખ્યા આવે તે પ્રમાણ કાળવિશેષ) अस्थणिऊरंग - अर्थनिपूराङ्ग (निकुराङ्ग) (न.) (નલિનને 84 લાખે ગુણતા જે સંખ્યા આવે તે પ્રમાણ કાળવિશેષ) अत्थणिज्जावणा - अर्थनिर्यापणा (स्त्री.) (અર્થનિયપણા નામક વાચના સંપદાનો એક ભેદ, જેમાં નય પ્રમાણનું અનુસરણ કરી સૂત્રાર્થનું કથન કરાય છે.) પૂર્વાપર સંગતિવાળું જ્ઞાન સ્વયં જે ભણ્યા હોય તે જ જ્ઞાન બીજા સુધી પહોંચાડવું તેને નિયંપના કહેવાય છે. જેમ ધન સંપત્તિના પ્રકારમાં આવે છે તેમ જ્ઞાન પણ એક પ્રકારની સંપત્તિ જ છે. જેવી રીતે ધનના દાનથી લોક કલ્યાણ કરી શકાય છે તેવી રીતે જ્ઞાનદાનથી આત્મકલ્યાણ કરાવી શકાય છે. એટલા માટે જ વાચના દ્વારા કરાતા જ્ઞાનદાનને વાચનાસંપ કહેવાય છે. વક્તા સ્વયં જે સૂત્રો અને તેના અર્થને જાણે છે તે જ્ઞાનપિપાસુ જીવોમાં ઉપદેશ દ્વારા તેઓમાં નિયપના કરે છે. अत्थणियत - अर्थनियत (त्रि.) (પદાર્થનો હેતુ, કારણ 2. પદાર્થનો મૂલાધાર) મકાનનું આયુષ્ય તેના પાયાની મજબૂતાઈ પર આધાર રાખે છે. પાયો જેટલો વધુ મજબૂત મકાનનું આયુષ્ય તેટલું વધારે જાણવું. તેવી રીતે સત્રો અને તેના અર્થોની ગ્રાહ્યતા તેના વક્તા પર આધાર રાખે છે. વક્તાનું જીવન જેટલું શુદ્ધ તેનું વચન તેટલું જ લોકગ્રાહ્ય બને છે. લોકોક્તિમાં પણ કહેવાયું છે કે પુરુષ વિશ્વાસે વચન વિશ્વાસ' સામે કહેનાર વક્તા કોણ છે અને કેવો છે તેના પરથી શ્રોતાઓને વક્તાના વચન પર વિશ્વાસ બેસે છે. મલ્વિન - મથfધન (ત્રિ.) (ધનની ઇચ્છાવાળો, ધન માંગનાર 2. મતલબી, સ્વાર્થ માટે પ્રયત્ન કરનાર) કુદરતનો એક નિયમ છે કે જે વ્યક્તિ બીજા કોઇનું ન વિચારતા માત્ર પોતાના સ્વાર્થનો જ વિચાર કરે છે તેના માટે કુદરત પણ વિચાર કરતી નથી. પરંતુ જેઓ માત્ર પરાર્થ માટે જીવતા હોય છે તેને કુદરત ખોબે ને ખોબે આપે છે. તેનું પ્રત્યક્ષ ઉદાહરણ ધરતી પર લોકહિત માટે વિહરનારા શ્રમણો છે. તેમના માટે આખું જગત પોતાનું બની જાય છે. તેઓ જમ્યા ભલે એક ઘરે હોય કિંતુ તેમનું મરણ આખા વિશ્વને રડાવે છે. અવંઃ - ૩અર્થડુ(પુ.) (શરીરાદિના નિર્વાહ અર્થે થતો કર્મબંધ, સ્વાર્થ હેતુ દંડાવું તે) Wય () - મર્યાયિન(ત્રિ.) (સૂત્રના અભિધેયાર્થીને આપનાર) એક નાનકડી કળા શીખડાવનાર વ્યક્તિને પણ શાસ્ત્ર ગુરુપદે સ્થાપે છે. તો પછી સંસારના કારણભૂત કર્મોનો હ્રાસ કરનાર એવા સૂત્ર અને તેના અર્થને આપનાર વાચનાચાર્ય તો પરમગુરુ કહેવાય. માટે સૂત્રાર્થનો ઉપદેશ આપીને લોકહિત કરનાર શ્રમણ ભગવંતને હંમેશાં મન-વચન-કાયાથી વંદન કરજો . 392