Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ अदिटुसार - अदृष्टसार (त्रि.) (અગીતાર્થ સાધુ) જેઓ શાસ્ત્રોના ભાવોને જાણતા નથી, ક્યાં ઉત્સર્ગમાર્ગ વાપરવો અને ક્યાં અપવાદમાર્ગ સેવવો તેના વિભાગનું જેને જ્ઞાન નથી તેવા સાધુને અગીતાર્થ કહેલા છે. આવા અગીતાર્થ સાધુ શ્રુતના સારને જાણતા ન હોવાથી સમ્યજ્ઞાન દાન કરી શકતા નથી. 3- કહત (ત્રિ.) (જોયા વિના ગ્રહણ કરેલું). સાધુ માટે તેવી જ વસ્તુ ગ્રાહ્ય બને છે કે જે દૃષ્ટિ અને મતિથી પરખાઇ ગઇ હોય. કોઈપણ વસ્તુ ગ્રહણ કરતાં પૂર્વે તેમાં કોઇ દોષ તો નથી ને ? એમ આંખોથી જુએ અને દૃષ્ટિએ ન દેખાતા મતિ દ્વારા પ્રસંગને અનુરૂપ કલ્પના કરે કે ગ્રહણ કરાતો પદાથે શુદ્ધ ' અશુદ્ધ, જો શુદ્ધ જણાય તો જ તેને ગ્રહણ કરે અન્યથા તેને છોડી દે, કેમ કે જોયા વિના ગ્રહણ કરેલા પદાર્થમાં જીવહિંસાદિ દોષો રહેલા છે. अदिट्ठाणुभाव - अदृष्टानुभाव (पु.) (કાર્યના ફળનો વિપાક નથી જોયો જેણે તે) કૈવલ્યજ્ઞાનના અભાવે છઘાવસ્થામાં રહેલો જીવ પોતે કરેલા કાર્યના ભાવિ પરિણામોને જોઈ શકતો નથી. કિંતુ જેમણે કેવલજ્ઞાન પ્રાપ્ત કરેલું છે તેવા પ્રભુ વીરે વિપાકસૂત્ર અંતર્ગત આવતા સુખવિપાક અને દુ:ખવિપાકનું સ્વરૂપ જણાવ્યું છે. તેમાં જીવ કેવા કાર્યોથી કેવા કર્મોનો બંધ કરે છે, તેના કેવા પરિણામોને પ્રાપ્ત કરે છે વગેરે વિસ્તૃત વર્ણન કરેલું છે. તેમાં આપણે પૂર્વે નહીં જોયેલા કે નહીં સાંભળેલા પ્રસંગોનું વર્ણન કરેલું છે. uir - અત્ત (ત્રિ.) (પારકું ધન વગેરે, સ્વામી આદિ દ્વારા નહીં અપાયેલી વસ્તુ) # ચ (1) (દીનતાનો અભાવ) આચારાંગ, ઉત્તરાધ્યયનાદિ આગમોમાં સાધુ માટે એક વિશેષણ મૂક્યું છે, “મરીનમન' અર્થાત્ સાધુના મનમાં દીનતા ગરીબડાપણાનો અભાવ હોય. સાધુજીવનમાં આવનારા કષ્ટો, ઉપસર્ગો અને પરિષહોથી ડરી જઇને લાચારીપણું આવી જાય તે દીનતા છે. પરંતુ સિંહ સમાન વૃત્તિવાળા સાધુઓ ગમે તેવા કષ્ટો સામે લાચાર થયા વિના હસતે મુખે સહન કરતા હોય છે. अदिण्णवियार - अदत्तविचार (त्रि.) (જેમાં પ્રવેશનો નિષેધ હોય તેવા કોઠાર-ગૃહ આદિ) રત્ત - મH (ત્રિ.) (અભિમાનરહિત, શાન્ત) જેમને મહાન કહી શકાય તેવા બાહુબલી, લંકાધિપતિ રાવણ, સનત ચક્રવર્તી વગેરે મહાપુરુષો એકમાત્ર અહંકારના કારણે પોતાની ઉન્નતિને અટકાવીને બેઠા હતા. આ અભિમાનના કારણે તો પ્રતિવાસુદેવ રાવણે પોતાના પ્રાણોને ગુમાવવા પડ્યા હતા. આ દુનિયાનો એકપણ એવો દાખલો લાવો કે જેમાં અભિમાનથી કોઇનું સારું થયું હોય. તમને ગોત્યો પણ નહીં જડે. જે અભિમાનને ત્યજે છે તે જ મનને જીતે છે. કહેવાય છે ને કે “જે નમે તે સહુને ગમે” વિસ - ૩ય (ત્રિ.) (અદેશ્ય, આંખનો વિષય ન બને તે, જેને ચર્મચક્ષુથી જોઇ ન શકાય તે) પરમાત્માના ચોત્રીસ અતિશયમાં એક અતિશય એવો છે કે, તીર્થકર ભગવંત જ્યારે આહાર-નિહાર કરતા હોય ત્યારે તેમને ચર્મચક્ષવાળા સંસારી જીવો જોઇ શકતા નથી. કેમ કે પરમાત્માના આહાર અને નિહાર બન્નેને ચર્મચક્ષુથી અગોચર કહેલા છે. શ્રીપદવિજયજી મહારાજે પણ સ્તવનમાં લખેલું છે કે, “દેખે ન આહાર નિહાર ચરમચક્ષુ ધણી’ 407