Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ પાણીને જીવસ્વરૂપે માનનારું જૈન દર્શન જગતમાં ઢંઢેરો પીટીને કહે છે કે ભાઈ! પાણીને ઘીની જેમ ખૂબ જ ઉપયોગપૂર્વક વાપરો. અર્થાતુ ખાવા પીવામાં, સ્નાનાદિમાં બહોળા પ્રમાણમાં અષ્કાયના જીવોની હિંસા થાય છે માટે ખપપૂરતું ગ્રહણ કરો. બગાડ ન કરો. સવ (m) દ્વાન - ગપ્રતિષ્ઠાન (ઈ.) (મોક્ષ, મુક્તિ 2. સાતમી નરકવર્તિ એક નરકાવાસ) ધોરાતિઘોર દુઃખમયી સાતમી નરકમાં પાંચ નરકાવાસો છે. તેમાં મધ્યવર્તી નરકાવાસનું નામ અપ્રતિષ્ઠાન છે. આ નરકાવાસ દશહજાર યોજન આયામ વિખંભવાળો છે એમ ભગવતીજીસૂત્ર, સ્થાનાંગસૂત્ર, પ્રજ્ઞાપનાસૂત્ર, જીવાભિગમસૂત્રાદિમાં જણાવ્યું મા (5) થિ - મપ્રતિષ્ઠિત (ત્રિ.). (પ્રતિષ્ઠાન-સ્થિતિરહિત, પાયા વિના સ્વાભાવિક રહેલું 2. અશરીરી 3. અપ્રતિબદ્ધ) આઠેય પ્રકારના કર્મોથી સર્વથા મુક્ત થયેલા પ્રત્યેક સિદ્ધ આત્મા સિદ્ધશિલા પર બિરાજમાન થાય છે તે સિદ્ધશિલા પિસ્તાળીસ લાખ યોજન લાંબી છે. વળી તે પાયા વિના સ્વાભાવિકપણે રહેલી છે. તેને કોઈએ બનાવેલી નથી. મr (g) રૂપUપત્તિ -- છઠ્ઠીfપ્રવૃતત્વ () (જેમાં અસંબદ્ધપણું કે અતિવિસ્તાર ન હોય તેવી વાણી, તીર્થંકરની વાણીના 35 ગુણો પૈકીનો એક ગુણ-સત્યવચનાતિશય) મક - માપદ(ત્રિ.) (અગ્નિથી પાકેલો નહીં તેવો આહારાદિ, અસંસ્કૃત-અપક્વ કાચા ફળ ફળી વગેરે). અપક્વાહાર દુષ્પક્વાહાર નહીં વાપરવા માટે જૈનાહારના ગ્રંથોમાં જે કહેલું છે. તે શારીરિક અને ધાર્મિક એમ બન્ને રીતે હિતકર જાણીને નિષેધ કરાયેલો છે. અપક્વાહાર લેવાથી શરીરમાં અજીર્ણાદિ રોગ તેમજ તેમાં રહેલું સચિત્તપણે નષ્ટ ન થવાથી ધાર્મિક રીતે હિંસાદિનો દોષ સંભવે છે. પUR - (ત્રિ.) (પ્રદેશરહિત, અંશ વગરનું, અવયવરહિત, જેના ભાગ પડી શકે નહીં તેવું, પરમાણુ આદિ) પોલ - ગા (પુ.) દ્વિષનો અભાવ, અમત્સરિતા, માધ્યસ્થભાવ) પંચાલકજી ગ્રંથમાં જણાવેલું છે કે, આરાધક આત્મા કેવો હોય? તેનામાં દેખીતી કઈ વિશિષ્ટતા પ્રગટી હોય, તે કેવી રીતે જાણી શકાય? તો એના જવાબમાં જણાવેલું છે કે, તે ભવ્યાત્મા દ્વષના અભાવવાળો હોય છે. તેનામાં સર્વથા મત્સરિતા-ઈષ્યો ન હોય. ગડિય - માઇત (કું.) (સબુદ્ધિથી રહિત, મૂર્ખ, મૂઢ, બુદ્ધિ વગરનો). ધર્મના મર્મને પામવાની યોગ્યતા કોનામાં હોય અથવા કેવા જીવો યથાતથ્ય પદાથવબોધ કરી શકે? તો એ માટે શાસ્ત્રકારોએ કહેલું છે કે, જે જીવાત્મા સદ્દબુદ્ધિએ અલંકૃત હોય વળી, જેમાં ઋજુતા, નિષ્કપટતા, અમત્સરિતા, અષિતા વગેરે ગુણો હોય તે જીવ ધર્મના મર્મને પામવા યોગ્ય બને છે. તત્ત્વના સારને પામવા સમર્થ બને છે. અપંથ - અપથ (પુ.). (શસ્ત્રથી અચિત્ત નહીં બનેલી પૃથ્વી, સચિત્ત પૃથ્વી) પૂજય સાધુ સાધ્વીજી ભગવંતોને વિહાર કરવા અંગે માર્ગદર્શન કરતા શાસગ્રંથોમાં લખ્યું છે કે, જે ભૂમિ શસ્ત્રો પહત નથી થયેલી અથવા આદ્ર હોય, સચિત્ત હોય તેવી ભૂમિ પર વિચરણ કરવા નિષેધ કરેલો છે. સર્વથા અચિત્ત ભૂમિ પર ચાલવા જણાવેલું છે. (અગ્નિ વડે પકાવાયેલો ન હોય તેવો આહાર-ઔષધિ આદિ, પક્વપણું ન પામેલું) 429