Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ अप्पहरिय - अल्पहरित (त्रि.) (જ્યાં હરિત વનસ્પતિ નથી તેવું સ્થાન) મહિલા - અહિંસT (ત્રી.) (જેમાં અલ્પહિંસા છે તે 2. જેમાં હિંસાનો અભાવ છે તેવી ક્રિયા) સર્વથા પ્રાણાતિપાત વિરમણવ્રતના ધારક મુનિભગવંતોને હિંસાનો સર્વથા અભાવ કહેલો છે. આથી તેમની દયા વસવસાની હોય છે. જ્યારે સંસારમાં રહેલા ગૃહસ્થને પૂલહિંસાનો નિયમ હોવાથી તેને સવારસાની દયા કહેલી છે. શાસ્ત્રમાં કહેલું છે કે શ્રાવકને ભલે ચૂલહિંસા કહી છતાં પણ જેમાં અત્યંત અલ્પહિંસા હોય તેવા વ્યાપારને જ પ્રાધાન્ય આપે. હિંસાપ્રચુરને નહીં. મMા - સાયન(પુ.) (આત્મા, જીવ, જ્ઞાન-દર્શન-સુખાદિ પર્યાયોને સતત પામતો રહે તે આત્મતત્ત્વ) અધ્યાય - સાપ્યાયિત (ત્તિ.) (સુંદર-મનોજ્ઞ આહાર વડે સ્વસ્થ થયેલું) અખારૂઝ - વાયુ (ત્રિ.). (અલ્પ આયુષ્ય છે જેનું તે, થોડુંક જીવન ભોગવનાર) ચૌદ રાજલોકમાં રહેલ જીવોમાં જેમ વિવિધતા છે તેમ તેઓના આયુષ્યમાં પણ વિવિધતા જોવા મળે છે. જીવવિચારાદિ પ્રકરણોમાં જધન્યમાં જધન્ય આયુષ્ય 256 આવલિકા પ્રમાણ અને ઉત્કૃષ્ટ આયુષ્ય 33 સાગરોપમ પ્રમાણ કહેવામાં આવેલ છે. સામુદ્રિકશાસ્ત્રમાં પણ અલ્પાયુષ્યતનિ દોષ અને દીઘયુષ્યતાને ગુણ તરીકે બતાવેલ છે. अप्पाउअत्ता - अल्पायुष्कता (स्त्री.) (અલ્પ આયુષ્ય, જધન્ય આઉખું, થોડી જિંદગી, ટુંકી જિંદગી) અખાડ૯ - પ્રવૃિત (ઈ.) (વસ્ત્રના ત્યાગરૂપ અભિગ્રહ વિશેષને ધારણ કરનાર) અધ્યારૂ - પ્રવUT (ન.) (વસના અભાવરૂપ અભિગ્રહ વિશેષ, વસ્ત્ર વગરના રહેવું તેવો અભિગ્રહ) વસ્ત્રનો ત્યાગ એક પ્રકારનું પચ્ચખ્ખાણ કહેવામાં આવેલ છે. કેટલાક પ્રકારના કલ્પમાં સાધુ ભગવંતો ચોલપટ્ટાદિ વસ્ત્રનો અભિગ્રહ ધારણ કરીને તેનો ત્યાગ કરતાં હોય છે. વસ્ત્રનો ત્યાગ કરનાર એવા સાધુને પાંચ આગાર કહેલા છે. 1. અન્યથાભોગ 2. લપટ્ટાગાર 4. મહત્તારાગાર અને 5. સંવેસમાધિ આગાર, વસ્ત્રનો ત્યાગનો નિયમ હોવા છતાં શ્રાવક સામે જવાનું થાય ત્યારે ચોલપટ્ટાને ધારણ કરીને નીકળે તો ઉક્ત આગારથી પચ્ચખ્ખાણભંગ થતો નથી. ગપ્પા - માત્મ(કું.) (આત્મા, જીવ, પોતે) Mાજવિજ ()- માત્મfક્ષન (.) (પાપથી. આત્માની રક્ષા કરનાર, દુર્ગતિથી પોતાની રક્ષા કરનાર) વ્યવહારનયથી જોઇએ તો દેવ અને ગુરુ ભગવંત આપણા આત્માની રક્ષા કરે છે અને ખોટા માર્ગમાંથી આપણને ઉગારે છે. પરંતુ નિશ્ચયનયથી વિચારીએ તો પોતાના આત્માની રક્ષા જીવ પોતે જ કરનાર છે. કેમ કે દેવ અને ગુરુ ગમે તેટલું સારું કહે કે કરે, પરંતુ જ્યાં સુધી જીવ સ્વયં શુભ અધ્યવસાયનો પ્રયત્ન નથી કરતો ત્યાં સુધી તેઓ પણ દુર્ગતિથી બચાવી શકતા નથી. માટે નિશ્ચયનયે આત્મા પોતે જ પોતાની રક્ષા કરનાર છે. મMાધાર - અત્પાથર (કું.) * (સૂત્રાર્થમાં નિપુણતારહિત, સૂત્ર અને અર્થનો અલ્પ આધાર) 468