Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ જેના ફળ સ્વરૂપે સ્વયં મહાબહ્મચારી હોવા છતાં પણ તેમના પર અસતીનું કલંક આવ્યું હતું. હમવરઘુvi (રેશ) (અપયશ, અકીર્તિ). રાજા રામનો રઘુવંશ લોકમાં મહિમાવંત ગણાતો હતો. એ વંશપુરુષોને પ્રાણઘાતનો જેટલો ભય નહોતો લાગતો તેના કરતાં વધુ અપયશ અને અપકીર્તિનો ભય લાગતો હતો. રાજા દશરથને રામ અતિ વહાલા હતા છતાં પણ કૈકેયીને આપેલા વચનનો ભંગ ન થાય અને લોકમાં અપયશ પણ ન ફેલાય માટે તેમણે રામને વનવાસ અને ભરતને રાજગાદી આપી દીધી. આ બાજુ રામ મહેલને છોડી ગયા અને બીજી તરફ પ્રાણ દશરથને છોડી ગયા. આને કહેવાય “પ્રાણ જાઈ પર વચન ન જાઈ अब्भक्खाण - अभ्याख्यान (न.) (કોઇને ખોટો આળ આપવો, પ્રકટ રીતે આક્ષેપ કરવો, ખોટી સાક્ષી પૂરવી) બે જણ કોઇ ખોટું કાર્ય કરી રહ્યા હોય અને કોઇ ત્રીજો વ્યક્તિ તેને પકડી પાડે ત્યારે પોતાના દોષોથી બચવા માટે તે બન્ને ભેગા થઈને પ્રગટ રીતે તેની ઉપર આળ ચઢાવે કે આને અમુક જણ જોડે ખરાબ કાર્ય કરતાં અમે જોયો છે. જો હું ખોટું બોલતો હોઉં તો આને પૂછી જુઓ. ત્યારે તેનો સાથીદાર પણ પ્રગટ રીતે તેની વાતમાં હામી ભરે. આ દોષારોપણ અઢાર દોષોમાંનો એક દોષ છે. 3 7ur - છન્ન (ત્રિ) (વાદળથી આચ્છાદિત, વાદળછાયું) કર્મગ્રંથમાં કહેલું છે કે, જીવ અનંત જ્ઞાન-દર્શન અને ચારિત્રાદિ ગુણોના સ્વભાવવાળો છે છતાં જેવી રીતે સૂર્ય વાદળોથી આચ્છાદિત હોવાથી તેનો સંપૂર્ણ પ્રકાશ બહાર નથી આવી શકતો તેની જેમ આત્મા જ્યાં સુધી આઠ કર્મોરૂપી વાદળોથી આચ્છાદિત છે ત્યાં સુધી તેના ગુણોનો પૂર્ણપ્રકાશ પ્રગટ થતો નથી. મદ ( f) (પાછળ જઈને, અનુગમન કરીને). મમurvy - અષ્યનુજ્ઞા (રુ.) (કર્તવ્યવિષયક અનુમતિ આપવી તે, અનુષ્ઠાન વિષયક અનુજ્ઞા-રજામંદી કરવી તે). ઠાણાંગસૂત્રમાં શ્રમણભગવંત મહાવીરે નિગ્રંથ સાધુઓને જે કરણીય કર્તવ્યોની અનુજ્ઞા આપી છે તે તે સ્થાનો બતાવવામાં આવેલા છે. જેમ કે 1. ક્ષમા 2. મુક્તિ 3. માર્દવ 4, આર્જવ ૫.લાઘવ તેમજ 1, સત્ય 2. સંયમ 3. તપ 4. ત્યાગ અને 5. બ્રહ્મચર્ય. આ બધા સાધુએ આચરવા યોગ્ય અનુષ્ઠાનો હોવાથી પરમાત્માએ તેની અનુમતિ આપેલી છે. આ અનુમતિ એ જ અભ્યનુજ્ઞા છે. અમUT UTTii - મગનુતિ (a.). (કર્તવ્યરૂપે અનુમતિ અપાયેલ, કર્તવ્યની આજ્ઞા અપાયેલું) મમત્વ -- ગૃત (ત્રિ.) (એક જ ક્રિયાની પુનઃ પુનઃ આવૃત્તિ કરેલ, અભ્યાસ કરેલ) અનાદિકાળથી પાપકાર્યમાં આપણી રૂચિ રહી છે. આથી ધર્મના આચરણમાં તકલીફ પડી રહી છે. પરંતુ મન-વચન-કાયાના પ્રણિધાનપૂર્વક જેમ જેમ તેનો અભ્યાસ કરતાં જશું તેમ તેમ અસદાચરણ તરફની રૂચિ ઘટતી જશે અને શુભ ક્રિયાઓના શુભસંસ્કારો આત્મા પર પડશે. તે પછી સદનુષ્ઠાન કરવાનું થશે ત્યારે તે અરુચિકર ન લાગતાં રોમાંચક લાગશે. મOિUT -- મર્થના (સ્ત્રી) (પરસ્પર કાર્ય-પ્રવૃત્તિ કરાવવી તે, ઇચ્છાકારપૂર્વક કાર્ય કરાવવું તે 2. પ્રાર્થના, વિનંતી 3. આદર, સત્કાર) જિનાલયમાં જઇને પરમાત્મા પાસે પૈસો, ગાડી, બંગલો વગેરે ઇચ્છિત વસ્તુઓની માગણીઓ ઘણી વખત કરી. પરંતુ ક્યારેય આત્મિક ગુણો મેળવવા પ્રાર્થના કરી છે ખરી? પરમાત્મા પાસે ક્યારેય માગ્યું છે કે હે પ્રભુ! મને ચિત્તની સમાધિ આપ. મને દુઃખો સામે ટકવાની શક્તિ આપ. હું બીજાના સુખોને જોઇને વ્યથિત ન થાઉં તેવું બળ પ્રદાન કર. મને હંમેશા બીજાની સહાય કરવાનું મન થાય તેવા ભાવ આપ. આવું એક વખત માગી જો જો પછી બીજું કંઈ માંગવાની ઈચ્છા જ નહીં થાય. 481