Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ કલ્પસૂત્રમાં લખેલું છે કે, ભગવાન ઋષભદેવ જયારે દીક્ષા લેવા નીકળ્યા ત્યારે તેમની સાથે બીજા ચાર હજાર જીવો તૈયાર થયા, પાર્શ્વનાથ અને મલ્લિનાથ સાથે ત્રણ હજાર, વાસુપૂજ્ય સાથે છસો અને મહાવીરસ્વામીને છોડીને શેષ તીર્થકરો સાથે એક હજાર જીવાત્માઓ દીક્ષા લેવા તૈયાર થયા હતા. કિંતુ જ્યારે પ્રભુ વીર ચારિત્ર લેવા નીકળ્યા ત્યારે તેમની સાથે કોઈ જીવ દીક્ષા લેવા તૈયાર ન થયો. વીર પરમાત્માએ એકાકી દીક્ષા લીધી આથી તેઓ અદ્વિતીય કહેવાયા. મધુદ્ધ - વૃદ્ધ (a.) (મૂર્ખ, અવિવેકી, તત્ત્વને ન જાણનાર) अबुद्धजागरिया - अबुद्धजागरिका (स्त्री.) (જ્ઞાનવંત છદ્મસ્થ જીવની વિચારણા) ઉત્કૃષ્ટ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનાદિના પ્રભાવે છદ્મસ્થ જીવ શ્રેષ્ઠ કક્ષાના તત્ત્વોની વિચારણા કરી શકે છે. પરંતુ જ્યાં સુધી કેવલી ભગવંત કે તેઓ દ્વારા પ્રરૂપિત શાસ્ત્રો તેને પ્રમાણ નથી ગણતા ત્યાં સુધી તે આદેય ગણાતા નથી. આથી જ તો ગણધર ભગવંતો પણ સ્વરચિત દ્વાદશાંગીને તીર્થકર ભગવંત જ્યારે “તિર્થં અણજાણહ નું પ્રમાણપત્ર આપે છે ત્યારબાદ જ સંઘમાં તેનું અધ્યાપન કરાવે છે. બુદ્ધસિ (રેશ) (અપેક્ષાથી વધુ ફળની પ્રાપ્તિ, મનોરથથી અધિક ફળની પ્રાપ્તિ) તમે એવી અપેક્ષાથી લોટરીની ટિકીટલીધી હોય કે, “લાગ્યું તો તીર નહીં તો તુક્કો બહુ બહુ તો પાંચસો-હજાર રૂપિયા લાગશે અને તમને એક કરોડનું પહેલું બમ્પર ઇનામ લાગી જાય તો સાચું બોલજો તમે ખુશીના માર્યા કેવા કુદી પડો? કંઈક આવું જ આપણી સાથે બનેલું છે. આપણું વર્તન અને વ્યવહાર તો બતાવે છે કે આપણે મનુષ્યગતિ અને જિનધર્મને લાયક છીએ જ નહિ. પરંતુ તમારા ભાગ્યએ તમારી અપેક્ષા કરતાં કંઇક વધારે તમને આપી દીધું છે. સબુર! આપણને તેની કિંમત સમજાઈ જવી જોઇએ. બુદ્ધિમ - ઝવૃદ્ધિ(ત્રિ.). (તત્ત્વજ્ઞાનરહિત, બુદ્ધિહીન, અજ્ઞાની) વ્યવહારિક દૃષ્ટિએ મંદબુદ્ધિવાળા હોવું તેને બુદ્ધિહીનતા કહેવામાં આવે છે. પરંતુ તાત્ત્વિક દૃષ્ટિએ તમે ગમે તેટલા બુદ્ધિશાળી હોવ કિંતુ જો તે બુદ્ધિમાં તત્ત્વદૃષ્ટિ ભળી નથી, જો તેમાં સમ્યજ્ઞાનનું અમૃત સિંચન થયું નથી તો તેવું શુષ્ક જ્ઞાન પણ બુદ્ધિહીનતાની કક્ષામાં જ ગણાય છે. એકલો મંદબુદ્ધિ જ નહીં અપિતુ તત્ત્વજ્ઞાનથી રહિત પણ બુદ્ધિહીન છે. પ્રવૃઢ - વુધ (કું.) (અબુધ, અજ્ઞાની, બુદ્ધિરહિત, મૂર્ખ, બાલિશ, તત્ત્વજ્ઞાન વગરનો 2. અવિવેકી) ગયુદ્ધના - ઝવુથનન (ત્રિ.) (અજ્ઞાની પરિવારવાળો, અકલ્યાણમિત્ર પરિજનવાળો). જેને કલ્યાણમિત્ર નથી મળ્યા તે ખરેખર ભાગ્યહીન છે. જેમ કે શ્રીપાળની રાણીમાં આસક્ત થયેલા ધવલશેઠને મળેલા ત્રણ અકલ્યાણમિત્રોએ તેને બહેકાવ્યો, પરસ્ત્રીમાં કામરાગ પેદા કરાવ્યો અને તેને અધોગતિની ગર્તામાં ધકેલીને પોતે પણ જીવનથી હાથ ધોઈ બેઠા. નવોદ - વોશ (ઈ.) (જ્ઞાનનો અભાવ, અજ્ઞાન 2. ત્રિ. બોધ રહિત, અજાણ) મોહંત - વિધિવત્ (ત્રિ.) (નહિ જણાવતો, નહીં જગાવતો, નહીં સમજાવતો, ઉપદેશ ન કરતો) વોહિ - અવધિ (ટી.) (મિથ્યાત્વકારી જ્ઞાન 2. અજ્ઞાન 3. જૈનધર્મની અપ્રાપ્તિ) આતરપ્રત્યાખ્યાન શાસ્ત્રમાં પ્રશ્ન પૂછવામાં આવેલો છે કે કયા જીવને અબોધિ થાય છે. અર્થાત કેવા જીવને સમ્યજ્ઞાન કે જિનધર્મની 471