Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ વૈદિકાદિ ધર્મોમાં બ્રાહ્મણ, સ્ત્રી, બાળ અને ગાય આ ચારને અવધ્ય ગણ્યા છે પરંતુ, લોકોત્તર એવા જિનશાસનમાં તો પ્રાણી માત્રને અવધ્ય ગણેલ છે. ભગવાન મહાવીર કહે છે કે એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીના તમામ જીવો જીવનને ઇચ્છે છે માટે તેની હિંસા ન કરશો. અભયદાન આપો. *વાધ્ય (ત્રિ.) (નહીં અટકાવવા યોગ્ય, બીજાઓથી બાધા પહોંચાડવાને અયોગ્ય 2. જે આજ્ઞાકારી ન હોય તે) अबज्झसिद्धंत - अबाध्यसिद्धान्त (पुं.) (તીર્થકર 2. કતીર્થિઓથી બાધિત ન થાય તેવો સ્યાદ્વાદ શ્રુતલક્ષણ સિદ્ધાંત) સ્યાદ્વાદ મંજરી નામક ટીકાગ્રંથમાં મલ્લિષેણસૂરિજી કહે છે કે, જિનશાસનબાહ્ય કુતીર્થિકોએ ઉપસ્થિત કરેલા સેંકડો કુહેતુઓના સમૂહથી પણ જે અબાધ્ય છે તેવા સ્યાદ્વાદ સિદ્ધાંતના પ્રરૂપક વચનાતિશય સંપન્ન શ્રી તીર્થંકર પ્રભુ ત્રિલોકમાં અબાધ્ય વર્તે છે. મત્રા - મવાધ્યા (સ્ત્રી.) (અયોધ્યા નગરી 2. ગંધિલાવિજય ક્ષેત્રની રાજધાની) સર્વદ્ધિ - અબદ્ધ (1). (પદ્યબંધનરહિત ગ્રંથ, પદ્યબંધરહિત ગ્રંથ) अबद्धट्ठिय - अबद्धास्थिक (न.) (અપક્વફળ, જેમાં ગોટલી ન બાઝી હોય તેવું કાચું ફળ) જૈનદર્શનમાં અપક્વફળ અથવા જેમાં બીજન બંધાયું હોય તેવા ફળાદિ ખાવાનો નિષેધ છે. તેમાં કારણ એ છે કે તે જ્યાં સુધી બીજ બંધાઈને પરિપક્વ નથી થતું ત્યાં સુધી તેમાં અનંતકાયપણું સંભવે છે. અર્થાત્ તે અનંત જીવોના સમૂહવાળું મનાયું છે. અવસુર્ય - ઉદ્ધશ્રુત (જ.) (ગદ્યાત્મક શ્રત, ગદ્યબદ્ધ શ્રુતજ્ઞાન, પદ્યરહિત ગદ્યમય શ્રત) વિદ્વય - ઝવહ્નિ (પુ.) (જીવ અને કર્મનો સ્પર્શ થાય છે પણ બંધ થતો નથી એવું માનનાર નિદ્વવનો ભેદ, જૈનાભાસી મત). ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા પછી 584 વર્ષ ગયે દશપુર નગરમાં ગોઠામાહિલ નામનો નિદ્ભવ થયો. તેનો મત એમ હતો કે જીવ અને કર્મનો માત્ર સ્પર્શ જ થતો હોય છે પણ તેનો ક્ષીર-નીરવત બંધ થતો નથી, તે આર્યરક્ષિતસૂરિજીના સમયમાં થયો. વઠ્ઠ– હાથ (ત્રિ.) (બ્રહ્મણ્યનો અભાવ 2. હિંસાદિ વિષયક વચન 3. આત્માને અહિતકારક) બ્રહ્મય એટલે જે બ્રાહ્મણને હિતકારક હોય છે. વેદોક્ત ધર્મ એ બ્રાહ્મણને હિતકારક છે. પરંતુ જે વેદાદિ શાસ્ત્રોમાં વિહિત નથી તેવું હિંસાપ્રેરક વચન બ્રાહ્મણને અહિતકર ગયું છે. માત્ર બ્રાહ્મણને જ નહીં પરંતુ પ્રાણીમાત્રને અહિતકર છે એમ જાણવું. મત - મ7 (1) (બળ સામર્થ્ય કે ઉત્કર્ષનો અભાવ, શરીરના બળથી રહિત, અશક્ત, દુર્બળ) અવનર - મવતત્વ (1) (નિર્બળતા, દુર્બળતા, દૌર્બલ્ય) ૩ના - મેના (સ્ત્રી) (સ્ત્રી, મહિલા, અકિંચિતકરી-નારી) નારીને અબળા કહી છે. તે એના સ્વાભાવિકપણે રહેલા ભીરુતા કોમળતાદિ ગુણોને લઈને વ્યાદિષ્ટ છે. બાકી આજના જમાનામાં સ્ત્રીને અબળા કહેવામાં સો વાર વિચારવું પડે. તે પુરુષ સમકક્ષ ગણાય છે. વ્યાવહારિક ક્ષેત્રે પણ તેણે અપૂર્વ હરણફાળ ભરી છે. 475