Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ अप्पियस्सर - अप्रियस्वर (त्रि.) (જનો સ્વર અપ્રિય હોય છે, જેનો અવાજ અણગમતો હોય તે) જેનો સ્વર મધુર હોય તેનું અદૃષ્ટ કારણ સુસ્વર નામક નામકર્મ છે. જે શુભનામકર્મની પ્રકૃતિમાં ગણાય છે. તેના લીધે જ વ્યક્તિ સુમધુર કંઠી બને છે. જેઓએ પૂર્વમાં ગુણીજનોના મુક્તમને ગુણ ગાયા હોય કે પ્રભુ ભક્તિમાં મન મૂકીને તલ્લીન બન્યા હોય તેઓ સુસ્વર નામકર્મનો બંધ કરતા હોય છે. એટલે જ તેઓ લતામંગેશકરની જેમ સારામાં સારા ગાયક બની શકતા હોય છે. अप्पियाणप्पिय - अर्पितानर्पित (न.) દ્રવ્ય સામાન્ય અને વિશેષ એમ ઉભય રૂપ છે તેમ પ્રતિપાદન કરવું તે, દ્રવ્યાનુયોગનો એક પ્રકાર) મણીય - ગર્ભીકૃત (ત્રિ.). (આત્મપ્રદેશ સાથે મિશ્ર થયેલું-એકીભાવ પામેલું) ખુટ્ટાફ () - અલ્પસ્થાયિન(ત્તિ.) (પ્રયોજન પડવા છતા પણ જેનો વારંવાર ઊઠ-બેસ કરવાનો સ્વભાવ નથી તે) ધર્મીજનની એક વિશિષ્ટતા એ છે કે, તેઓ અવસરના વિવેકવાળા હોય છે. જેમ કે પ્રવચનશ્રવણ કરતા હોય ત્યારે કોઈ ક્ષુદ્ર પ્રયોજન આવી પડે ત્યારે અવિવેકીની જેમ ઊઠ-બેસ કરી ખલેલ નથી કરતા પરંતુ પ્રાપ્ત ધર્મયોગને સુપેરે સાધવામાં લીન રહે છે. अप्पुतिंगपणगदगमट्टियामक्कडसंताण - अल्पोत्तिङ्गपनकोदकमृत्तिकामर्कटसन्तान (त्रि.) (કીડીના નગરા-નીલકુલ વનસ્પતિ-ભીની માટી-કરોળિયાના જાળા આટલી વસ્તુઓથી રહિત-સ્થાનાદિ) આચારાંગસૂત્રના દ્વિતીય શ્રુતસ્કંધમાં સાધુ સાધ્વીજી ભગવંત કેવા સ્થાનકમાં ઊતરે અથતુ રહે તથા કેવા સ્થાનકમાં અંડિલ માત્રે પરવે, તે અંગેનું સાંગોપાંગ વર્ણન કરાયેલું છે. જેમ કે કીડીના નગરાં, નીલફુલ, ભીનાશવાળી જગ્યા, કરોળિયાના જાળા વગેરે જીવાકુલ જગ્યા હોય તે સ્થાને હિંસા થવાનો સંભવ હોવાથી ત્યાં સાધુ સાધ્વીજી વિશ્રામ કે આહારપાણી ન કરે. ગપુર - મન્યોર્જ (નિ.) (જળ વગરનું, પાણીરહિત-અંતરિક્ષ) મપુર - માત્મીર (ત્રિ.) (આત્મામાં ઉત્પન્ન થયેલું, આત્મીય) મોક્ષ કેવો હશે, ક્યાંથી મળતો હશે, કોના જેવો હશે આદિ આદિ પ્રશ્નો સામાન્ય જિજ્ઞાસુને થાય તે સ્વાભાવિક છે. આ બાબતે પરમાત્મા મહાવીર કહે છે કે, મોક્ષ યાને સિદ્ધત્વ એ ક્યાંયથી આવનારી ચીજ નથી બલ્ક આત્મામાં સર્વ કર્મક્ષયથી ઉત્પન્ન થનાર કેવળજ્ઞાન એ જ મોક્ષ છે. એને જ મુક્તિ અને એ જ સિદ્ધત્વ કહેવાય છે. પુસુય - અન્વન્મુક્ય (ત્રિ.) (ઔસુક્ય વગરનું, અનુત્સુક, ઉછાંછળાપણા રહિત, અવિમનસ્ક) આચારાંગસૂત્રમાં જણાવ્યું છે કે, મોક્ષમાર્ગની આરાધના કરવા ઉદ્યત થયેલો મુનિ કેવો હોય? તેનો ઉત્તર આપતા કહ્યું છે કે જેમણે સંસારના સર્વ ભાવોથી પોતાના મનને નિવવિલું હોય. તેને કોઈપણ અનાત્મિકભાવો પ્રત્યે લૂંક્ય ન હોય પણ સર્વભાવો પ્રત્યે દૃષ્ટાભાવ હોય. માત્રને માત્ર સાક્ષીભાવ હોય. આવી વૃત્તિવાળા મુનિને મોક્ષમાર્ગસ્થ કહેલા છે. ૩મો (રેશ) (પિતા, જનક, બાપ) માતા જેમ જન્મદાત્રી છે. બાળકનું સર્વસ્વ છે. તો પિતા પણ સંતાનનો રક્ષક અને જીવનનો ઘડવૈયો છે. તે પોતાના સંતાનોનું જીવન એટલી કુશળતાથી ઘડે છે કે તેઓ પોતાને ક્યારેય પણ નિરાધાર મહેસૂસ ન કરે. પણ એ જ જીવનશિલ્પી બાપ બે પ્રસંગે દુઃખી થાય છે. 1. વહાલસોયી દીકરી ઘર છોડે છે અર્થાત સાસરે જાય ત્યારે અને 2, પ્રાણાધાર દીકરો તરછોડે છે ત્યારે, મણોનંગ - સોપાનમ (કું.) (અવિધિએ ચાલનારા શિષ્યને ઠેકાણે લાવવા ગુરુ દ્વારા અપાયેલો ઠપકો, યુક્તિ અને ઓળભા સાથે શિષ્યને અપાતી શિખામણ) 411