Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ એકાંતરે ઉપવાસ) મ સમય નજીક આવતા સાધુ કે શ્રાવક ચતુર્વિધ આહારનો ત્યાગ કરીને પાદપોપગમનાદિ અનશનનો સ્વીકાર કરતા હતા. કિંતુ કાળપ્રભાવે કરીને વર્તમાન સમયમાં આ વ્યવહાર પ્રવર્તતો નથી. પરંતુ અંત સમયે સર્વ પદાર્થોને અર્થાત ચારેય પ્રકારના આહારને વોસિરાવવાનો વ્યવહાર અદ્યાપિ પ્રવર્તમાન છે. અપાય - 6 (ત્રિ.) (વિશિષ્ટ પ્રકારના છંદોની રચનાના યોગથી વર્જિત, વિશિષ્ટ છંદરચના વગરનું) અપછUT - મા9િન્ન (ત્રિ.) (જેના પગ છેદાયેલા નથી તે) અપાર - અપર (ત્રિ.). (પાર વિનાનું, અનંત, છેડા વગરનું) अपारंगम - अपारङ्गम (त्रि.) (કિનારાને નહીં પામેલું, સંસાર સમુદ્રથી પાર ન ઊતરેલું) આચારાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધમાં કહેલું છે કે, અનંતકાલીન સંસારચક્રની અંદર પરિભ્રમણ કરી રહેલા જીવો જો પ્રયત્ન કરે તો સંસાર સમુદ્રનો પાર પામી શકે છે. પરંતુ જેઓ મિથ્યાત્વમતિથી વાસિત છે અને જેમને સર્વજ્ઞ ભગવંતનો ઉપદેશ પ્રાપ્ત નથી થયો તેથી સંસારના છેડાને પાર પામવાના સૌભાગ્યથી રહિત છે. અપાર - અપાર (ત્રિ.). (તીરને પ્રાપ્ત નહીં કરનાર, પાર વિનાનું) અપારમજનો (લેશ-.) (વિશ્રામ, વિસામો) કોઈક કવિએ સાચું જ કહ્યું છે કે, આ જગતનું સ્વર્ગ તો માતાના ખોળામાં જ રહેલું છે. માની ગોદમાં જે સુખ અને શાંતિ છે તેવું અપાર સુખ તો દેવલોકમાં પણ નથી. અરે! આખા જગતનું કલ્યાણ કરવાની ભાવનાવાળા પરમાત્માને પણ માતાની કુક્ષિમાં વિસામો લેવો પડે છે. અપાવ - પાપ (ત્રિ.) (જેના અશેષ-સમસ્ત કર્મકલંક ચાલ્યા ગયા છે તે, પાપરહિત, સર્વથા શુદ્ધ) સંસારમાં કર્મોનો બંધ, ઉદય, ઉદીરણા અને સત્તાના ભાવોને જાણનાર સર્વ કર્મમલથી રહિત એવા સિદ્ધ ભગવંતો અને કેવલી ભગવંતોને ક્યારેય પણ કોઇ જીવ પ્રત્યે રાગ કે દ્વેષ થતો નથી. તેમના પ્રત્યે દ્વેષભાવ રાખનાર પર જરા પણ તિરસ્કાર ભાવ કે તેમની સેવા કરનાર પ્રત્યે પ્રેમ ભાવ નથી હોતો. કેમ કે તેઓ અશેષ કર્મકલંકથી સર્વથા મુક્ત થયેલા છે. अपावभाव - अपापभाव (त्रि.) (નિર્મલ ભાવવાળું ચિત્ત છે જેનું તે, લબ્ધિ આદિની અપેક્ષારહિત શુદ્ધ ચિત્ત જેનું છે તે) અપેક્ષાયુક્ત ચિત્ત એટલે મલિનતા. જ્યાં સુધી કોઈપણ સારી કે નરસી વસ્તુની અપેક્ષા રહેશે ત્યાં સુધી ચિત્તની શુદ્ધિ થવી અશક્ય છે. અરે, મોક્ષ પ્રાપ્તિ માટે ચારિત્ર અંગીકાર કરનાર તીર્થકર ભગવંતોને પણ જ્યાં સુધી મોક્ષ પ્રત્યેની પણ અપેક્ષા ચાલી નથી જતી ત્યાં સુધી કેવલજ્ઞાન પ્રગટ થતું નથી. જ્યારે સર્વ અપેક્ષા રહિત નિર્મલચિત્ત થાય છે ત્યારે જીવ ત્રિકાલદર્શ કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરે અપાવમા - મugવત્ (a.) (પ્રાપ્ત નહીં કરતો, નહીં મેળવતો, હાંસલ ન કરતો) अपावय - अपापक (पुं.) (શુભ વિચારરૂપ પ્રશસ્ત મનોવિનય 2. નિષ્પાપ વાણી ઉચ્ચારવારૂપ પ્રશસ્ત વચનવિનય) - 452