Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ अपुणरावत्तय - अपुनरावर्तक (पुं.) (જેને સંસારમાં પુનઃ નથી આવવાનું તે, સિદ્ધાત્મા 2. મોક્ષ) સંસારમાં પુનઃ પુનઃ જન્મ અને મરણનું બીજ છે રાગ અને દ્વેષ, સિદ્ધગતિમાં બિરાજમાન શુદ્ધ આત્મસ્વરૂપવાળા સિદ્ધ ભગવંતોએ તે પુનઃ પુનઃ આવર્તન કરાવનાર બીજ સ્વરૂપ રાગદ્વેષનો સર્વથા ક્ષય કરેલો હોવાથી તેઓ અપુનરાવર્તક છે. अपुणरावित्ति - अपुनरावृत्ति (पुं.) (સંસારમાં જેનું પુનરાગમન નથી તે, સિદ્ધ ભગવંત, પુનરાવૃત્તિનો અભાવ, સિદ્ધસ્થાન) પુનરુત્ત - પુનt (ત્રિ.) (ફરીવાર નહીં કહેવાયેલું, પુનરુક્તિ દોષરહિત) જે વાત એકવાર કહી દીધી હોય એ જ વાતને ફરીવાર કહેવી તે પુનરુક્તિ છે. નૂતન કાવ્ય કે ગ્રંથની રચના માટે તે હેયરૂપે છે. અર્થાતુ કોઇપણ નવ્યગ્રંથની રચનામાં પુનરુક્તિ દોષને ટાળવો જોઇએ અન્યથા તે સદોષ હોઈ વિદ્ધદૂભોગ્ય બનતી નથી. પુછપનું - નપુ (.). (પુણ્યહીન, અભાગી, નિષ્ફશ્યક 2. તીવ્ર અશાતા વેદનીય કર્મવાળો 3. પાપાચારી અનાર્ય) ઉપમિતિ ભવપ્રપંચો કથામાં નિષ્ણુણ્યક જીવનું વર્ણન આવે છે. તેમાં તેની જે દુર્દશાનું વર્ણન કરવામાં આવ્યું છે તે વાંચીને દરેક જીવને એમ જ લાગે કે, જાણે આ મારી જ વાત છે. તેમાં દ્રવ્યથી નિપુણ્યક નહીં કિંતુ જે જિનશાસન વિહોણો છે, જેને જિનધર્મ, જિનદેવ અને સદ્ગુરુની પ્રાપ્તિ નથી થઇ તેને પુણ્યહીન કહેલો છે. જૈનકુળમાં જન્મ લેવા માત્રથી સપુણ્યક નથી બની જવાતું પણ ભાવથી એ તત્ત્વોનો સ્વીકાર કરવાથી સપુણ્યક બનાય છે. પૂ (ત્રિ.) (જે પૂર્ણ નથી તે, પૂર્ણતારહિત, અપૂર્ણ) પુષ્પ - અપૂજ (કું.). (અસમાપ્ત કલ્પ, કલ્પ-આચાર સમાપ્ત નથી થયો તે) अपुण्णकप्पिय - अपूर्णकल्पिक (पुं.) (અસહાય એવો ગીતાર્થ, નિઃસહાય ગીતાર્થ-સાધુ) મપુર - અપુત્ર (ત્રિ.) (જેને પુત્ર નથી તે, બંધુજનરહિત 2. નિર્મમ) પુત્રજીતસ્તિ ' અર્થાતુ લૌકિક શાસ્ત્રોમાં એવી માન્યતા પ્રવર્તે છે કે વંશને આગળ વધારનાર સંતાન જેને નથી, જે પુત્રરહિત છે, તેવી વ્યક્તિની સદ્ગતિ થતી નથી. આ વાત માત્ર કપોળકલ્પિત અને ભવાભિનંદી જીવોની બુદ્ધિની નિષ્પત્તિ છે. કેમ કે શુદ્ધ વૈદિક તેમજ જૈન શાસ્ત્રોમાં તો પુત્ર, પત્ની સ્વજનાદિને તો સંસારજાળમાં બાંધી રાખનાર તત્ત્વો કહેલા છે. અપુમ - આપુંસુ (પુ.) (નપુંસક, નાન્યતર, પુરુષાતનરહિત) શાસ્ત્રમાં નપુંસક બે પ્રકારે કહેલા છે. 1. દ્રવ્ય નપુંસક અને 2. ભાવ નપુંસક. જે પુરુષ કે સ્ત્રીના બાહ્યલિંગ અથવા વ્યવહાર સ્ત્રી કે પુરુષને ઉચિત ન હોય તે દ્રવ્ય નપુંસક જાણવા તથા જે જીવ પુરુષ કે સ્ત્રી હોવા છતાં જેનામાં આત્મવીર્યરૂપી પુરુષત્વનો અભાવ હોય, જે કાયિક કષ્ટના ભયથી ધર્મક્રિયા કરવામાં ડરતા હોય, તેવા જીવો ભાવ નપુંસક છે. સપુરક્ષર - પુરવાર (કું.) (અસત્કાર, અનાદર) નામકર્મની પ્રકૃતિમાં એક કર્મ હોય છે અનાદેય નામકર્મ, આ કર્મના ઉદયમાં વર્તતો જીવ ક્યારેય પ્રશંસાને પ્રાપ્ત કરતો નથી. તે જીવ ગમે તેટલો ગુણવાન હોય કે સત્કર્મને કરનારા હોય છતાં પણ લોકમાં તે અનાદયકર્મને કારણે અનાદરને પ્રાપ્ત કરતો હોય છે. લોકમાં તે ગુણીજનને મળતા આદર-સત્કારથી વંચિત રહે છે. 456