Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ છે કોઇને નજીક નહીં આવવા દેવાનું. જો એક નિર્જીવ કહેવાતા ચાડિયા જોડે પશુઓ પણ નથી ફરકતા તો પછી જેઓ સજીવ ચાડીચુગલી કરનારા ચાડિયા છે તેની નજીક કયો બુદ્ધિશાળી આવે ? સર્વ સાથે સુમેળને ઇચ્છનાર પુરુષે પિશુનતાનો ત્યાગ કરવો જોઈએ. અપીશlRT - પ્રતિહાર (ત્રિ.) (અમનોજ્ઞ, જેનાથી અપ્રીતિ ઉપજે તેવું) યોગશાસ્ત્રમાં કલિકાલ સર્વજ્ઞ ભગવંતે લખ્યું છે કે જે પુરુષ કામણગારી સ્ત્રીના રૂપની પાછળ એકદમ ગાંડો ઘેલો થઈ જાય છે તે પુરુષ સ્ત્રીની ઉપરની ગોરી ચામડીની નીચે રહેલા અશુચિના ઢગલાને જોઈ નથી શકતો. જો કદાચ એવું બની જાય કે ઉપરનું રૂપ અંદર અને અંદરનું રૂપ ઉપર આવી જાય તો તે અમનોજ્ઞરૂપ જોઈને કામી પુરુષ પણ સ્ત્રીથી હજારો યોજન દૂર ભાગે. अपीइगरहिय - अप्रीतिकरहित (त्रि.) (અપ્રીતિરહિત, પ્રીતિ કરાવનારું) અપાર - પ્રતિતર (ત્રિ.) (અત્યંત અપ્રીતિકર, અતિ અમનોજ્ઞ, ખૂબ અસુંદર) ૩પી૬ (7) યિા - સપના (સી.). (પીડાનો અભાવ, પીડા ન ઉપજાવવી તે) ફિર - અપતિ (જિ.) (તપ સંયમાદિ પીડાથીરહિત, જેને પીડાનો અભાવ છે તે). પૂર્વાચાર્ય રચિત પંચસૂત્રના ચોથા સૂત્રમાં કહેલું છે કે, શ્રમણ સંયમ અને તપની ક્રિયા વડે આશ્રયોનો વિરોધ કરનાર અને દુર કર્મોની નિર્જરી કરનાર અનશનાદિ કષ્ટસાધ્ય ક્રિયાથી ક્યારેય પણ પીડા પામતા નથી. તેઓ દરેક અવસ્થામાં પીડારહિત હોય છે. પુણ્ય - અષ્ટ (ત્રિ) (પૃચ્છારહિત, પૂક્યા વિનાનું, જેને પૂછવામાં નથી આવ્યું તે) દશવૈકાલિકસૂત્રમાં શય્યભવસૂરિ મહારાજ જણાવે છે કે, હે સંયમી જીવ! બે જણ બોલતા હોય ત્યારે તને જયાં સુધી પૂછવામાં ન આવે ત્યાં સુધી તારે એકપણ શબ્દ ઉચ્ચારવો નહીં અને જ્યારે પૂછવામાં આવે ત્યારે વિચાર્યા વિના ક્યારેય બોલવું નહિ. સપુw - પૂર્ચ (નિ.) (અવંદનીય, પૂજાને અયોગ્ય) સુભાષિતોમાં કહેવામાં આવેલું છે કે, જ્યાં આગળ અવંદનીય અને અપૂજનીય લોકો પૂજાય છે તથા જેઓ ખરેખર પૂજાને યોગ્ય છે તેવા પુજ્યોનો જ્યાં અનાદર કરવામાં આવે છે ત્યાં આપત્તિઓ વિના આમંત્રણે પહોંચી જતી હોય છે, અપુર્ક- મપુટ(ત્રિ.) દુર્બલ, કૃશ, પુષ્કળ નથી તે). એક મુનિ કે જેમનું નામ તો પુષ્યમિત્ર મુનિ હતું છતાં પણ તેઓ લોકોમાં દુર્બલિકા પુષ્યમિત્રના નામે પ્રસિદ્ધિ પામ્યા હતા. તેનું કારણ એ હતું કે તેઓ દરરોજ એક ઘડો ભરીને ઘી પીવા છતાં પણ એકદમ દુર્બળ રહેતા હતા. તેમનું શરીર હૃષ્ટપુષ્ટ થતું જ ન હતું. તેનું . એકમાત્ર કારણ હતું અપૂર્વ એવો સ્વાધ્યાય. તેઓ દિન-રાત, ખાતાં-પીતાં, ઊઠતા-બેસતા સતત સ્વાધ્યાયમાં મગ્ન રહેતા હતા અને તેમનો સ્વાધ્યાયાગ્નિ તેમણે આરોગેલા ઘીને સ્વાહા કરી નાખતો હતો. મg (fz.) (જને પૂછવામાં નથી આવ્યું તે, પૃચ્છારહિત) अपुटुधम्म - अपुष्टधर्मन् (पुं.) (અગીતાર્થ, જેને આત્મામાં ધર્મ સ્પર્ધો નથી તે) 454