Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ अपुरक्कारगय - अपुरस्कारगत (त्रि.) (અનાદરને પ્રાપ્ત થયેલું, સર્વત્ર અવજ્ઞાનું પાત્ર થયેલું) ૩પુરવ - અપૂર્વ (ત્રિ.) (પૂર્વે ક્યારેય જોયું કે સાંભળ્યું ન હોય તેવું) કપુરિસ - પુરુષ (ઈ.) (નપુંસક, પુરુષત્વનો અભાવ) अपुरिसक्कारपरक्कम - अपुरुषकारपराक्रम (त्रि.) (પુરુષત્વને ઉચિત પરાક્રમ વિનાનો, મનુષ્ય તરીકે છાજતા પુરુષાતનથી રહિત) પરાક્રમ એ પુરુષત્વને ઉજાગર કરતો ઉત્તમ ગુણ છે. આ ગુણના પ્રતાપે વ્યક્તિ અસાધ્ય કાર્યો કરવામાં જરાપણ અચકાતો નથી. અને પરાક્રમી પુરુષ સર્વસિદ્ધિઓને ચપટી વગાડતામાં સાધી લે છે. વિપાકસૂત્રમાં કહેલું છે કે, જે વ્યક્તિ સ્વાભિમાન રહિત હોય છે તે કાયર છે. પરાક્રમના અભાવે તેઓ પોતાની પણ રક્ષા કરી શકતા નથી. પછી બીજાની તો વાત જ ક્યાં રહી. પુસિવાય - પુષવાર () - (5, ટી.) (નપુંસકવાદ, કોઇની નપુંસક તરીકેની અફવા ફેલાવવી તે, કોઈના ઉપર નપુંસકપણાનો આરોપ મૂકવો તે). અવર્ણવાદ તે અત્યંત ખરાબ દુર્ગુણ છે. માટે જ પરમાત્માએ કોઇપણ પ્રકારનો અવર્ણવાદ કરવાનો નિષેધ ફરમાવેલો છે. પ્રાચીન કાળમાં એક વ્યક્તિ બીજા વ્યક્તિ પર, એક ધર્મ બીજા ધર્મ પર અને એક રાજા બીજા રાજા પર આક્ષેપ-પ્રત્યાક્ષેપ કરતા હતા. એક રાજા બીજા રાજા પર નપુંસકનો આરોપ મૂકીને તેને ઉશ્કેરતા જેથી યુદ્ધ કરીને તેનું રાજય પચાવી શકે અપુરોહિત્ર - પુરોહિત (ત્રિ.) (જયાં પુરોહિત નથી તેવું સ્થાન આદિ, જ્યાં તથાવિધ પ્રયોજનના અભાવે પુરોહિત નથી તે સ્થાન) - પુત્ર - અપૂર્વ (ત્રિ.) (નવું, વિલક્ષણ 2. પૂર્વે ન અનુભવેલું હોય તેવું, ત્રણ કરણમાંનું એક કરણ, અપૂર્વકરણ) સમ્યત્વ પ્રાપ્તિના ત્રણ ચરણ મૂકવામાં આવેલા છે, તે કરણત્રિકના નામે પણ ઓળખાય છે. તેના નામ ક્રમશઃ 1. યથાપ્રવૃત્તકરણ 2. અનિવૃત્તિકરણ અને 3 અપૂર્વકરણ છે. જીવ આ ત્રણ કરણ કર્યા પછી જ સમ્યક્તને પ્રાપ્ત કરી શકે છે. अपुवकरण - अपूर्वकरण (न.) (આઠમું ગુણસ્થાનક, સ્થિતિઘાત રસધાતાદિ પાંચેય ભાવો જે પૂર્વે નથી થયા તે એક સાથે થાય તેવો પરિણામ વિશેષ) આત્માની વિશેષશુદ્ધિને આશ્રયીને જીવ આઠમા ગુણસ્થાનકે અપવર્તનાદિ દ્વારા સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ, ગુણસંક્રમ અને અન્યસ્થિતિબંધ એ પાંચની અપૂર્વ અર્થાત પહેલી જ વાર એકસાથે નિષ્પત્તિ કરતો હોવાથી અપૂર્વકરણ કહેવામાં આવે છે. કર્મગ્રંથમાં આની વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલી છે. अपुव्वकरणगुणट्ठाण - अपूर्वकरणगुणस्थानक (न.) (આઠમું ગુણસ્થાનક, અપૂર્વકરણ ગુણસ્થાનક) અપૂર્વકરણ નામક આઠમું ગુણસ્થાનક અંતર્મુહૂર્તકાળ પ્રમાણ કહેલું છે. તેમજ ત્રણેય કાળના જીવોને આશ્રયીને આ ગુણસ્થાનકે અસંખ્યલોકાકાશ પ્રમાણ અધ્યવસાયો હોય છે. આ ગુણસ્થાનકમાં પ્રવેશેલા જીવોના અધ્યવસાય સ્થાનો પરસ્પર વ્યાવૃત્તિ એટલે કે પાછા ફરવારૂપ નિવૃત્તિપણે હોવાથી તેને નિવૃત્તિગુણસ્થાનક પણ કહેવાય છે. अपुव्वणाणग्गहण - अपूर्वज्ञानग्रहण (न.) (નવું નવું જ્ઞાન પ્રાપ્ત કરવું તે ૨.અઢારમું તીર્થંકરનામકર્મબંધનું કારણ) આચારાંગસૂત્રમાં ફરમાવ્યું છે કે, સમ્યજ્ઞાન એ મોહનું મારક શસ્ત્ર છે આથી પ્રત્યેક શ્રાવક અને શ્રમણે દરરોજ નવા નવા શાસ્ત્રોનો અભ્યાસ કરીને જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. નિરંતર નૂતન જ્ઞાન મેળવવાના ત્રણ ફાયદા છે 1. અશુભકર્મોનો ક્ષય થાય છે 2. પ્રમાદ 1 ક્યારે આવતો નથી અને 3, કંઈક નવું શીખવા અને જાણવા મળે છે. તીર્થકર નામકર્મબંધના વીશ કારણોમાંનું એક કારણ 47.