Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ अपोरिसिय - अपौरुषिक (त्रि.) (પુરુષ પ્રમાણથી અધિક અગાધ જલાદિ) अपोरिसीय - अपौरुषेय (त्रि.) (પુરુષ પ્રમાણથી અધિક અગાધ જલાદિ 2. જે પુરુષરચિત ન હોય તે-વેદ) વૈદિકોમાં જેમ ચાર વેદોને અપૌરુષેય માનવામાં આવે છે તેવી રીતે જિનશાસનમાં નવકાર મંત્રને પણ અપૌરુષેય ગણવામાં આવે છે. નમસ્કાર મહામંત્ર અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી રહેવાનો છે. તેનો કોઇ કર્તા નથી. માટે અપૌરુષેય છે. પોદ- પદ(.) (નિશ્ચય 2. મતિજ્ઞાનનો ત્રીજો ભેદ 3. તર્ક, વિશિષ્ટ જ્ઞાન, બુદ્ધિનો છઠ્ઠો ગુણ ૪.પૃથમ્ભાવ, ભિન્નતા) મતિજ્ઞાનના ભેદમાં ત્રીજા નંબરનો ભેદ આવે છે અપોહ. કોઈ વસ્તુનો સ્પર્શ થયા પછી તે સંબંધી મનમાં વિચારણા કરવી તે ઈહા કહેવાય છે. ઈહા થયા બાદ સાચી વસ્તુનો નિશ્ચય કરવો તે અપોહ કહેવાય છે. તેનું બીજુંનામ અપાય પણ છે. મM - અન્ય (ત્રિ.) (થોડુંક, અલ્પ, સ્ટોક 2. અભાવ) L () - સાત્વન(કું.) 1 3. શરીર 4. સ્વરૂપ 5. પ્રયત્ન 6. મન 7. બુદ્ધિ 8. અગ્નિ 9. વાયુ 10. સૂર્ય). ઉત્તરાધ્યયનસૂત્રના પ્રથમ અધ્યયનમાં આત્માની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે, “મતિ સતતં જતિ વિદ્ધિસંવત્સંશાત્મપરમાત્તાત્યાભા' અર્થાત જે કર્મક્ષયના કારણભૂત વિશુદ્ધિ અને આત્માને મલિન કરનારા સંક્લેશાદિ પરિણામોમાં વર્તે તે આત્મા છે. अप्पउनदुप्पउन्मतुच्छभक्खणय - अपक्दुष्पक्तुच्छभक्षणक (न.) (અપક્વ-દુષ્પક્વ-તુચ્છ આહારનું ભોજન કરવું તે) શ્રાવકસંબંધી બારવ્રતોમાંના સાતમાં ભોગોપભોગપરિમાણ વ્રતમાં લાગતા અતિચારમાં એક અતિચાર છે અપક્વ-દુષ્પક્વ અને તુચ્છ આહારનું ભોજન કરવું તે. જે અગ્નિના તાપથી અસંસ્કૃત હોય તે અપક્વ છે. જે કાચું-પાકું સીઝેલું હોય તે દુષ્પક્વ અને જેમાં ખાવાનું ઓછું અને ફેંકવાનું વધારે હોય તેવા બોર આદિ ફળોનું ભક્ષણ તે શ્રાવકના વ્રતોને મલિન કરનાર અતિચાર છે. अप्पओयण - अप्रयोजन (न.) (નિષ્કારણ, પ્રયોજનનો અભાવ, અનુપયોગ, અનર્થ) અખંડ - માવાઈ (ત્રિ.) (જ્યાં કીડી વગેરેના ઈંડા નથી તેવું સ્થાન આદિ-અહીં અલ્પ શબ્દ અભાવના અર્થમાં વપરાયો છે) બપ્પભ્રંપ - સપ્રમ્પ (ત્રિ.) (નિશ્ચલ, અવિચલિત, અચળ) પ્રભુ વીરે ઇન્દ્રની શંકા દૂર કરવા અંગુઠા વડે જ્યારે મેરુ પર્વતને સ્પર્શ કર્યો ત્યારે અવિચલ એવો મેરુ પર્વત પણ વિચલિત થઇને ડોલવા લાગ્યો. અહીં આગળ કવિ કલ્પના કરે છે કે, મેરુડોલાયમાન નહોતો થયો કિંતુ જાણે કે તે પ્રભુસ્પર્શે નૃત્ય કરવા લાગ્યો હતો. તેણે વિચાર્યું કે અહીં આગળ અનંતા તીર્થકરોના અભિષેક થયા કિંતુ એકપણ ભગવંતના સ્પર્શનો લહાવો મને નહોતો મળ્યો. આજે પરમાત્માએ મારી વર્ષોની ઇચ્છા પૂરી કરી દીધી. - ૩૫ર્ષ (જિ.) (હળુકર્મી, જેને હવે થોડાક જ કર્મો ભોગવવાના રહ્યા છે તે) મરુદેવી માતાનો આત્મા અત્યંત હળુકર્મી હતો. એકેંદ્રિયના ભવમાં તેઓએ આવેલ કષ્ટને સમતાપૂર્વક સહન કર્યું. જેના કારણે તેઓ સીધા પંચેંદ્રિયના ભવમાં મરુદેવી રાણી બન્યા અને તે જ ભવમાં તેઓ કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષમાં સીધાવ્યા. દેવી 459