Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ આવે ત્યારે ચર્ચા કરતા પૂર્વે પ્રથમ આત્મ વિચારણા કરે કે, આ પ્રતિપક્ષી જોડે વાદ કરવા માટે હું સક્ષમ છું કે નિર્બળ? તેવા હિતાહિતનો વિચાર કર્યા પછી જ ચર્ચા કરે અથવા કોઈપણ તરકીબ કરીને ત્યાંથી નીકળી જાય. આ વિચારણાને આત્મજ્ઞાન કહેવામાં આવે છે. પ્પાન - આત્મીય (ત્રિ.) (સ્વકીય, પોતાનું) મuો - સ્વયમ (અવ્ય.) (સ્વયં, પોતે). ગખતર - ગન્ધતા (જિ.) (અત્યંત અલ્પ, અતિ થો) મuતર બંધ - માતરવી (6) (અલ્પકર્મનો બંધ, આઠ કર્મપ્રકૃતિનો બંધક થયા પછી જો સાતનો બંધક થાય ત્યારે તે પ્રથમ સમયે અલ્પબંધક હોય તે) આઠેય પ્રકારના કર્મોનો બંધ કરતો જીવ જ્યારે કર્મોનો બંધ ચાલુ હોય ત્યારે આત્મપરિણામ વિશેષથી ક્રમશઃ બંધાતી પ્રકૃતિની માત્રા ઓછી કરતો જાય તેને અલ્પતરબંધ કહેવાય છે. જેમાં પ્રથમ ક્ષણે આઠનો બંધ હોય તેની પછીની ક્ષણે સાત તદનન્તર છ એમ ક્રમશઃ કર્મબંધની માત્રા ઘટતી જતી હોય તેને અલ્પતરબંધ કહે છે. अप्पतुमतुम - अल्पतुमतुम (त्रि.) (ચાલ્યો ગયો છે ક્રોધરૂપી મનોવિકાર જેનો તે, ક્રોધવશ તુ તુ કરી એક બીજાનું અપમાન ન કરનાર) તમે ક્યારેય ક્રોધી વ્યક્તિને જોઇ છે ખરી? વ્યક્તિ જ્યારે ક્રોધમાં હોય ત્યારે તેનું સ્વરૂપ તમારે જોવા જેવું હોય છે. તમને વિચાર થશે કે અરે, આ એ જ છે કે બીજું કોઈ. કેમ કે ક્રોધમાં વ્યક્તિ પોતાના મન પરનો કાબૂ ગુમાવી બેસે છે અને એક પાગલ વ્યક્તિની જેમ ગુસ્સામાં ધમધમતો હોય છે. પરંતુ જેનો ક્રોધરૂપી મનોવિકાર ચાલ્યો ગયો છે તેવા શાંતાત્માનું વર્તન શાંત વાતાવરણમાં જેટલું સ્વસ્થ હોય છે તેટલું જ અશોતિના પ્રસંગોમાં પણ સ્વસ્થ હોય છે. એuત્ત - એપિત્ત (ર.) (તુચ્છપણું) નાની બાબતોમાં કજિયો કંકાસ કરવો, અન્યોના નાના દોષો જોઇને અપલાપ કરવો, આ બધા તુચ્છતાના લક્ષણો છે. જે જીવ આવી તુચ્છતામાં અટવાઇ જાય છે તે ક્યારેય કોઈ મોટા કાર્યો કરી શકતા નથી. મહાન કાર્યો કરવા માટે હૃદય પણ દરિયા જેવું વિશાળ જોઈએ. મત્ત - ગતિ (જ.). (અપ્રીતિકારક સ્વભાવ, પ્રેમનો અભાવ 2. માનસિક પીડા 3, અપકાર 4. ક્રોધ). વિંછીને પાણીમાં ડૂબતો જોઈને સંતને દયા આવી. તેમણે પાણીમાં હાથ નાખીને વિછીને પાણીમાંથી બહાર કાઢ્યો. વિછી જેવો બહાર આવ્યો કે તરત જ તેણે સંતને ડંખ માર્યો અને પુનઃ પાણીમાં જઈ પડ્યો. ફરી વખત સંતે બહાર કાઢ્યો અને તેણે પોતાના સ્વભાવ મુજબ ફરી પાછો ડંખ માર્યો. દૂર ઊભેલો એક વટેમાર્ગ આ પ્રસંગ જોઇને સંત પાસે આવ્યો અને કહ્યું મહારાજ તે ડંસ મારે છે છતાં તમે તેને પાણીમાંથી બહાર કેમ કાઢો છો? ત્યારે સંતે કહ્યું, ભાઈ! જો તે પોતાનો અપકાર કરવાનો સ્વભાવ ન છોડતો હોય તો પછી મારે મારો ઉપકાર કરવાનો સ્વભાવ કેમ છોડવો જોઇએ? પ્રસ્થામ - અલ્પસ્થામન(ત્રિ.) (અલ્પ સામર્થ્યવાળો, અલ્પબળી). પ્રભુએ બતાવેલા માર્ગે ચાલવાનું કામ જેટલું માનીએ છીએ એટલું સરળ નથી. તે માર્ગે ચાલવા માટે તો અખૂટ સામર્થ્ય જોઈએ. હીનસત્ત્વવાળા જીવો તે માર્ગે ચાલવાની વાત તો દૂરની છે, તેનો વિચાર પણ નથી કરી શકતા. કાવ્યમાં પણ કહેવાયું છે ને કે, હરિનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જોને’