Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ સર્વજ્ઞ પ્રણીત શ્રતના અધ્યયન દ્વારા અને પંચમહાવ્રતરૂપ ચારિત્રના પાલન દ્વારા પોતાના આત્માને ભાવિત કર્યો છે તેવા ગીતાર્થ શ્રમણનો ધર્મ પુષ્ટધર્મ કહેવાય છે. કિંતુ જે શ્રતના ભાવો અને ચારિત્રના પરિણામોને સ્પશ્ય જ નથી તેવા અગીતાર્થ સાધુ અપુણધર્મો अपुटुलाभिय - अपृष्टलाभिक (पुं.) (અભિગ્રહવિશેષધારી સાધુ). જે સાધુએ એવો અભિગ્રહ ધારણ કર્યો હોય કે ભિક્ષા લેવા જે ઘરમાં જાઉં અને ત્યાં દાતા “શું આપું એમ પૂછ્યા વિના તે જે સૂઝતો આહાર આપે તે ચૂપચાપ ગ્રહણ કરવો. આવા અભિગ્રહધારી સાધુઓને શાસ્ત્રકારોએ અપૃષ્ઠલાભિક કહેલા છે. अपुटुवागरण - अपृष्टव्याकरण (न.) (પૂછવામાં આવેલું ન હોય છતાં કથન કરવું તે) વાગરણ શબ્દ પ્રાકૃતમાં બોલાય છે અને સંસ્કૃતમાં વ્યાકરણ કહે છે. તેનો અર્થ થાય છે બોલવું-કહેવું. ભગવતીસૂત્ર આગમમાં વ્યાકરણ બે પ્રકારે કહેલું છે. તેમાં જે પદાર્થો કે વિષયોને પૂછવામાં આવેલા ન હોય છતાં લોકોપકારક હોય તેવા વિષયોનું પણ કથન જેમાં કરવામાં આવેલું હોય તેને અપૃષ્ઠવ્યાકરણ કહેવાય છે. ૩પુર્ભાવ - પુષ્ઠાનમ્બર (સ.), (શિથિલ આલંબન, અદેઢ હેતુ). ધર્મરાજ્યમાં ચાલવાના બે માર્ગ છે 1. રાજમાર્ગ-ઉત્સર્ગમાર્ગ અને 2. આ માર્ગ-અપવાદમાર્ગ. આ બે માર્ગેથી ધર્મનું પાલન થઈ શકે છે. મુખ્યતયા તો રાજમાર્ગ એ જ મુખ્ય માર્ગ છે. પરંતુ કારણવશા સંજોગ-પરિસ્થિતિવશાત્ કોઈ એવું દઢ કારણ આવી પડે તો સમાધિ કે સંયમ ટકાવવા માટે શાસ્ત્રમાં અપવાદમાર્ગની પણ વ્યવસ્થા મૂકવામાં આવેલી છે. પરંતુ જે સંયમમાં કાયર જીવ અપરિહાર્ય કારણ ન હોવા છતાં અપવાદમાર્ગનું સેવન કરે છે તે આત્મવંચક છે. अपुणकरणसंगय - अपुनःकरणसंगत (त्रि.) (ફરી એવું મિથ્યાચરણ નહીં કરું તેવા નિશ્ચયવાળો) 1. પર્વે થયેલા પાપોની નિંદા 2. વર્તમાનકાળમાં કોઇ પાપનું આચરણ ન હોય તથા 3. જે પાપ થઈ ગયું છે એવું પાપ ફરી ક્યારેય નહીં કરું એવી પ્રતિજ્ઞા જીવ જ્યારે કરે છે ત્યારે પાપોનું સાચું પ્રાયશ્ચિત્ત થાય છે અને તેને પાપમાંથી મુક્તિ મળે છે. મપુવૅવ - પુનર્થવ (કું.) (પુનઃ મરણનો અભાવ, દેવયોનિમાંથી અવીને પુનઃ તિર્યંચાદિ યોનિમાં ઉત્પન્ન ન થવું તે) अपुणबंधय - अपुनर्बन्धक (पुं.) (પુનઃ ક્યારેય પણ મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિને ન બાંધનાર જીવ, રાગ-દ્વેષની મજબૂત ગાંઠ જેણે ભેદી છે તે) અપુનબંધકનો અર્થ થાય છે કે, મોહનીય કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિને પુનઃ ન બાંધનાર. રાગ-દ્વેષની ગ્રંથિના ભેદ પૂર્વે જીવ જેવા તીવ્ર પરિણામોથી કર્મોની સ્થિતિઓ બાંધતો હતો તેવી ઉત્કૃષ્ટ સ્થિતિ ગ્રંથિભેદ પછી નથી બાંધતો. કારણ કે ત્યારે તીવ્ર કાષાયિક પરિણામોનો અભાવ હોય છે. અલબત્ત કર્મોનો બંધ તો કરે છે કિંત હલકો માટે ઉત્કૃષ્ટ સ્થિતિબંધના અભાવવાળા જીવને અપનબંધક કહેવામાં આવે છે. પુષ્મિત - પુર્મવ (ત્રિ.) (જેનો ફરીથી જન્મ નથી થવાનો તે, પુનર્જન્મરણિત-સિદ્ધ) अपुणब्भाव - अपुनर्भाव (त्रि.) (ફરીવાર નહીં થનાર ભાવ, ફરીવાર નહીં થનારા કર્મ, અપુનબંધકાવસ્થા) પુરમ - 3 પુનરામ (કિ.) (નિત્ય 2. જેનું ફરી આગમન નથી તે, સિદ્ધ 3, મોક્ષ, 455