Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ માત્ર કાયિક વિનય કર્મનિર્જરાનું કારણ નથી બનતો. જો એવું જ હોત તો રાજા ઉદાયીનો હત્યારો વિનયરત્ન પણ ઉત્કૃષ્ટ વિનયનું પ્રતીક હતો. તેના કાયિક વિનયે તેને માત્ર કાયક્લેશ જ કરાવ્યો હતો. પ્રશસ્ત વિચારરૂપ મનોવિનય, નિષ્પાપ વાણીના ઉચ્ચારણરૂપ વાચિકવિનય અને નિર્દોષ ક્રિયારૂપ કાયિકવિનય એમ ત્રિવેણી સંગમ થાય ત્યારે જ કર્મનિર્જરા શક્ય બને છે. અપાવી - માવા (ત્રી.) (અપાપાપુરી, પાવાપુરી નગરી) અપાપાપુરી તે નગરી છે જયાં કેવલજ્ઞાન પ્રાપ્ત થયા બાદ ભગવાન મહાવીરે તીર્થની સ્થાપના કરી હતી. જયાં પરમાત્માને તીર્થને યોગ્ય અગ્યાર ગણધરોની સંપ્રાપ્તિ થઇ હતી. જ્યાં પરમાત્માએ અંતિમ સમયે લગાતાર સોળ પ્રહર સુધી દેશના આપી હતી અને જ્યાં પ્રભુ વીર પરમ નિર્વાણને પ્રાપ્ત થયા હતા. તે આજે પાવાપુરી મહાતીર્થના નામથી ઓળખાય છે. કપાસ - અપાશ (કું.) (બંધનનો અભાવ) માલ્વિકા - મપાર્શતા (.) (શિથિલાચારરૂપ પાર્થસ્થપણાનો ત્યાગ) ગુરુવર્ય શ્રી રાજેન્દ્રસૂરિ મહારાજની દીક્ષા જો કે યતિ પરંપરામાં થઇ હતી. જયાં શિથિલાચાર સુતરાં પ્રવર્તતો હતો. કિંતુ કહેવાય છે ને કે, કાદવમાં ઉગેલું કમળ વધુ સમય ત્યાં ન રહેતા તેને યોગ્ય ઉચ્ચસ્થાનમાં જ પહોંચી જાય છે. તેમ તેઓને સંવેગીતા અને શિથિલતાનો ભેદ ખ્યાલ આવતા તેઓનો વૈરાગી આત્મા જાગી ઊઠ્યો. તેઓશ્રીએ યતિ પરંપરાનો ત્યાગ કરીને સંવેગી માર્ગને પ્રવર્તાવ્યો. ક્રિયોદ્ધાર કર્યો. કોટિ કોટિ નમન હોજો મહાસત્ત્વશાળી પૂજ્ય ગુરુદેવને. કપાસિT - મá (વ્ય.) (વિચાર્યા વિના, નહીં વિચારીને) . દુર્યોધન જ્યારે પાંડવોએ વસાવેલી ઇન્દ્રપ્રસ્થ નગરીને જોવા આવ્યો ત્યારે સ્થળનો ભ્રમ કરાવનાર જળાશયમાં તે પડી ગયો. આ જોઇને ઝરૂખામાં બેઠેલી દ્રૌપદીના મોઢામાંથી સહસા વાક્ય નીકળી ગયું ‘આંધળાના દીકરા આંધળા જ હોય ને દ્રોપદીને એ વાતનો સ્વપ્રેય ખ્યાલ ન હતો કે, વિચાર્યા વિનાનું મજાકમાં બોલાયેલું આ વાક્ય મહાભારત જેવા મહાસંગ્રામનું નિર્માણ કરશે. માટે જ શ્રમણો અને શ્રાવકો વિચાર્યા વિના કોઇપણ વાત ઉચ્ચારતા નથી. fપ (વિ) - પ (અવ્ય.) (પણ, સંભાવના). પટ્ટાયા - પટ્ટનતા (સ્ત્રી) (લાકડી આદિથી તાડનનો અભાવ, ન પીટવું તે) પિય - પ્રિય (કિ.) (અપ્રીતિકર, અપ્રિય દર્શન છે જેનું તે). યોગશાસ્ત્રમાં એક શ્લોક આવે છે, “આત્મવત્ સર્વભૂતેષ સુ9 ટુ પ્રિયાપ્રવે' અથતિ વ્યક્તિએ સુખ કે દુ:ખ પ્રીતિકર કે અપ્રીતિકર વિચાર, વાણી અને વર્તનમાં પોતાના આત્માની જેમ વર્તવું જોઇએ. જે વ્યવહાર પોતાને પ્રિય નથી તેવો વ્યવહાર બીજા પ્રાણીઓને કેવી રીતે પ્રીતિકર થાય. સુતરાં અપ્રીતિકર બને છે માટે જીવ પોતાની સાથે જેવું ઇચ્છે છે તેવું જ બીજા જીવ પ્રત્યે દાખવે તો રાગ કે દ્વેષ થવાનો પ્રશ્ન જ નથી રહેતો. अपिवणिज्जोदग - अपानीयोदक (पुं.) (જેનું પાણી પીવા યોગ્ય ન હોય તેવો મેઘ) પિસુ - મરશુર (ત્રિ.). (ચાડી-ચુગલી ન કરનાર, 2. છેદન-ભેદન ન કરનાર) ખેડુત ખેતરમાં આવતા પશુ પંખીને ઉડાડવા માટે એક પૂતળું મૂકે છે જેને લોકો ચાડિયાના નામથી ઓળખે છે. ચાડિયાનું કામ હોય 4ss