Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ મનિથિ - મuત (ર) શુન્ય (ત્રિ.) (અકુટિલ, સરળ, વક્રતારહિત) સાપ ગમે તેટલો વાંકો-ચૂંકો ચાલે પરંતુ, તેના બિલમાં જવા માટે તો તેને સીધા જ ચાલવું પડે. બહાર ચાલે તેમ દરમાં પણ છે તે વક્રગતિએ ચાલે તો અંદર પ્રવેશી શકતો નથી. તેમ સંસારમાં રહેનારા ગમે તેટલા કુટિલ હોય પરંતુ, મોક્ષમાર્ગમાં તો સીધા જ ચાલવું પડે. ત્યાં તો સરળ થઈને ચાલે તો જ મોક્ષને પ્રાપ્ત કરી શકે છે અન્યથા ઘાંચીના બળદની જેમ ઠેરના ઠેર જ રહે છે. મતિ (પ) શુન્ય (વ્ય.) (માયા નહીં કરીને, કડ-કપટ ન કરીને, પ્રપંચ ન કરીને) अपलिच्छण्ण - अपरिच्छन्न (त्रि.) (અનાવૃત, ઢાંક્યા વગરનું 2. પરિવાર રહિત) ઘણા બધા ચરિત્ર ગ્રંથોમાં પરમાત્માની દેશના સાંભળવા માટે આવનારા જીવોનું વર્ણન જોવા મળે છે. તેમાં આવે છે કે જેમ ભમરો પુષ્પની સુગંધથી ખેંચાઈને ફૂલ પાસે આવે છે તેમ રાજાઓ પોતાના વિશાળ પરિવાર સાથે પ્રભુની દેશના સાંભળવા આવતા હોય છે. પરંતુ ત્યાં શાસ્ત્રીય નિયમ અનુસાર રાજા વગેરે અમુક ક્ષેત્રમાં પ્રવેશતાની સાથે પોતાના પરિવારનો ત્યાગ કરીને સેવક ભાવે ' હાથી આદિ સવારી પરથી ઊતરીને ચાલતા પગે દેશના સાંભળવા જાય છે. પત્રિમંથ - અપરિસ્થ (.) (સ્વાધ્યાયાદિમાં આળસનો અભાવ 2. સ્વાધ્યાયાદિમાં વિનનો અભાવ) જ્ઞાનનો મોટામાં મોટો શત્ર હોય તો તે છે આળસ-પ્રમાદ, જ્ઞાનાર્જનમાં પ્રમાદ એ મોટામાં મોટું વિન્ન છે. આ પ્રમાદના કારણે ચૌદપૂર્વીઓ પોતાના અપૂર્વ એવા પૂર્વોનું જ્ઞાન ગુમાવીને નિગોદની યાત્રામાં ચાલ્યા જાય છે. જ્યારે જ્ઞાનનો ક્ષયોપશમ ન હોવા છતાં પણ અભ્યાસમાં ઉદ્યમી એવા માષતુષ જેવા મુનિઓ મોક્ષલક્ષ્મીને વરે છે. અપ (5) સ્ત્રી - મuત્નન (ત્રિ.) (અસંબદ્ધ, અનાસક્ત, સંગરહિત) માવ- પf (પુ.) (મોક્ષ, મુક્તિ, સર્વકર્મક્ષયથી ઉત્પન્ન આત્માવસ્થા, આત્મત્તિક દુઃખનો વિગમ જેમાં છે તે) ધર્મસંગ્રહ ગ્રંથમાં અપવર્ગ એટલે કે મોક્ષની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે, સર્વ શારીરિક-માનસિક અને વાચિક દુઃખનો આત્યંતિક તથા સવે જીવલોકને અસાધારણ આનંદનો અનુભવ કરાવનાર એટલે અપવર્ગ. अपवग्गबीय - अपवर्गबीज (न.) (મોક્ષનું કારણ, મુક્તિનો હેતુ) મોક્ષમાં જવાના અનેકમાર્ગો બતાવવામાં આવેલા છે. દરેક જીવો કોઇપણ માર્ગે ચઢીને મોક્ષપદને પ્રાપ્ત કરતા હોય છે. કિંતુ મોક્ષફળ પ્રાપ્તિનું બીજ કહી શકાય તેવું એક કારણ છે મૈત્રીભાવ. જગતના સર્વજીવો પ્રત્યે સ્નેહભાવ તે મોક્ષનું પરમકારણ છે. કેમ કે મોલમાં તો અનંતા જીવો સાથે રહેવાનું છે. જે આ સંસારમાં થોડાક લોકો સાથે રહી નથી શકતો તેને જ્યાં અનેકોનો વાસ છે તેવો મોક્ષ કેવી રીતે માફક આવશે? માટે ફક્ત પતિ-પત્ની પૂરતા ખ્યાલને ત્યાગો-છોડો અને સાથે રહેવાનું શીખો. મા (D) વત્તા - માવર્તન (જ.). (પ્રવૃત્તિનો અભાવ) અરિહંત વંદનાવલીમાં શ્રીચંદ્ર હ્યું છે કે, પરમાત્માની પ્રત્યેક પ્રવૃત્તિ કર્મનિર્જરા માટે હોય છે. તેઓ લગ્ન પણ કરે છે તો તે પોતાના શેષ રહેલા ભોગાવલી કર્મોનો ક્ષય માટે, તેઓ રાજા બનીને રાજ્ય કરે છે તો તે પણ પોતાના નિકાચિત કર્મોની નિર્જરા માટે, અરે તેમનો વિહાર કરવો, દેશના આપવી વગેરે પ્રવૃત્તિ પણ કર્મોનો ક્ષય કરીને પ્રવૃત્તિના અભાવરૂપ મોક્ષની પ્રાપ્તિ માટે જ હોય છે. ઉપવાર - અપવાદ (પુ.) (બીજું પદ 2. અપવાદ, નિંદા) 449