Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ પાતળા કરવા હેતુ અને પોતાના દેહ પરની મમતા ઉતારવા માટે સંલેખના નામક તપ વિશેષ વિધિપૂર્વક કરે તેને અપશ્ચિમ - મારણાન્તિક સંલેખના જોષણા કહેવાય છે. अपच्छिममारणंतियसंलेहणाझसणाझसिय - अपश्चिममारणान्तिकसंलेखनाजोषणाजोषित (झषित)(त्रि.) (અંત સમયે સંલેખના તપ દ્વારા શરીર તથા કષાયાદિને ખપાવ્યા છે જેણે તે, મરણ સમયે સંલેખના કરી દેહ ખપાવનાર) अपच्छिममारणतियसंलेहणाझुसणाराहणता - अपश्चिममारणान्तिकसंलेखनाजोषणाराधनता (स्त्री.) (અંતસમયે મારણાંતિકી સંલેખના તપની અખંડ આરાધના કરવી તે). જીવનના અંત સમયે કરાતી મારણાંતિકી સંખનાની આરાધના નિરતિચારપણે કરવી જોઈએ. તેના પાંચ અતિચારો જણાવ્યા છે. તે આ પ્રમાણે છે. 1 ઈહલોકમાં સુખની વાંછા 2 પરલોકમાં સુખની એષણા ૩જીવિતવ્યની આશંસા 4 મરણની આશંસા અને 5 કામભોગની વાંછના. આ પાંચે અતિચારોને ભલી ભાંતિ જાણીને ત્યાગ કરી શુદ્ધભાવે સંલેખના કરવાથી સદ્ગતિ થાય છે, અપmત્ત - માર્યા (.) (અસમર્થ 2. અસંપૂર્ણ 3, સ્વકાર્યમાં અક્ષમ 4. સ્વયોગ્ય પર્યાપ્તિઓ સંપૂર્ણ નથી કરી તે-અપર્યાપ્તો) પહેલા કર્મગ્રંથમાં પ્રત્યેક શરીરીને જીવનશક્તિ ધારણ કરવાના અર્થમાં પર્યાપ્તિઓની વાત આવે છે. જે જીવે આ પર્યાદ્ધિઓ પૂર્ણ નથી કરી કે મૃત્યુ સુધી કરશે પણ નહીં તેવા જીવને અપર્યાપ્ત કહેવામાં આવે છે. તેના બે પ્રકાર કહ્યા છે. એક લબ્ધિ અપર્યાપ્તા અને બીજા કરણ અપર્યાપ્તા. જે જીવ ઉત્પન્ન થયા પછી પોતાને યોગ્ય પયક્તિઓ પૂર્ણ કર્યા વગર જ મરણ પામનારા છે તેને લબ્ધિ અપર્યાપ્તા કહે છે. જ્યારે પોતાની જાતિ યોગ્ય પતિઓ હજુ પૂર્ણ કરી નથી પણ અવશ્ય પૂરી કરવાના છે તે કરણ અપર્યાપ્તા કહેવાય છે. 3 mત્ત - ૩પ (6) (અસમર્થ 2. અસંપૂર્ણ 3. સ્વકાર્યમાં અક્ષમ 4, સ્વયોગ્ય પર્યાધિઓ સંપૂર્ણ નથી કરી તે-અપર્યાપ્યો) સ્થાનાંગસૂત્રમાં જણાવ્યું છે કે, નૈરયિક જીવો બે પ્રકારના છે. એક પર્યાપ્તા અને બીજા અપર્યાપ્તા. જે જીવ ત્યાં ઉત્પન્ન થાય અને જ્યાં સુધી સ્વયોગ્ય પથતિઓ પૂરી ન કરે ત્યાં સુધી તે અપર્યાપ્ત કહેવાય છે. નારકીના જીવો લબ્ધિ અપર્યાપ્ત નથી હોતા પણ કરણ અપર્યાપ્ત હોય છે, યાવત્ દેવોમાં પણ આ પ્રમાણે સમજવું. अपज्जत्तणाम - अपर्याप्तनामन् (न.) (અપર્યાપ્ત નામકર્મ, નામકર્મનો એક પ્રકાર કે જેના ઉદયથી જીવ પોતાને યોગ્ય પયક્તિઓ પૂરી કરી શકતો નથી) લબ્ધિ અપર્યાપ્ત જીવ ક્યારેય પણ પોતાની જાતિ યોગ્ય પતિઓ પૂરી કરી શકતો જ નથી. તેમ થવામાં કારણ છે નામકર્મની અપર્યાપ્ત નામક પ્રકૃતિ. જે જીવો નામકર્મની પર્યાપ્ત પ્રકૃતિવાળા છે તેઓ જ પોતાની જીવનશક્તિઓને પ્રાપ્ત કરી શકે છે. પmત્તિ - આપત્તિ (સ્ત્રી.) (પતિની અપૂર્ણતા, પોતાના સ્થાને યોગ્ય પતિ પૂરી કરી ન હોય તે) अपज्जवसिय - अपर्यवसित (त्रि.) (જેનો અંત નથી તે, અનંત) સિદ્ધશિલા પર બિરાજમાન સિધ્ધ ભગવંતોની ત્યાં સ્થિતિ કેવી છે? તેના માટે પ્રજ્ઞાપનાજી સૂત્રમાં કહ્યું છે કે, સિદ્ધ ભગવંતોની ત્યાં સ્થિતિ સાદિ અપર્યવસિત અર્થાતુ, સાદિ અનન્ત છે. તેઓને રાગાદિના અભાવે અને પ્રતિપાતના અભાવે આ સ્થિતિ કહેલી છે. अपज्जुवासणा - अपर्युपासना (स्त्री.) (પર્યાપાસના-સેવા ન કરવી તે, અપર્યાપાસના) જે જીવો આ સંસારમાં જન્મ તો લે છે પણ તેઓ સંસારના સુખોની કે ધર્મની અનુકૂળતા જરાયે નથી પામતા તેમાં તેઓના અશુભ કર્મનો જ ઉદય ગણી શકાય, તેમ પૂર્વે ધર્મની પર્યાપાસના નથી કરી તેથી નિષ્પશ્યક થયા, એમ વિચારતા નિશ્ચિત્તપણે જણાય છે. अपज्जोसणा - अपर्युषणा (स्त्री.) (અપ્રામ પર્યુષણા અથવા અતીત પર્યુષણા) 432