Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ ઉદ્દીપસિT (1) -- મારપ્રશ્ન (પુ.) (પ્રશ્નવિદ્યા વિશેષ, તે નામનું પ્રશ્નવ્યાકરણનું આઠમું અધ્યયન કે જે વર્તમાનમાં લુપ્ત થયેલું છે.) આદર્શપ્રશ્ન વિદ્યામાં દર્પણની અંદર દેવતાનું આહ્વાન કરવામાં આવતું હોય છે. દર્પણમાં દેવનો વાસ કરાવીને પ્રશ્નોનું સમાધાન માગવામાં આવતું હોય છે. તે દર્પણમાં અવતરિત દેવ પણ શંકાનું સમાધાન કરતા હોય છે. પ્રશ્નવ્યાકરણાદિ આગમોમાં આવી ઘણી બધી વિદ્યાઓ રહેલી હતી. કિંતુ કાળપ્રભાવે તેમાંની એકપણ વિદ્યા આજે જોવા મળતી નથી. अद्दागविज्जा - आदर्शविद्या (स्त्री.) (ચિકિત્સાનો એક પ્રકાર છે, જેમાં રોગીને દર્પણ આગળ બેસાડીને તેનો રોગ નિવારવામાં આવે છે, ચિકિત્સા વિદ્યાવિશેષ) अद्दागसमाण - आदर्शसमान (पुं.) (દર્પણની સમાન શ્રાવકનો એક ભેદ) ઠાણાંગસૂત્રના ચોથા સ્થાનના તૃતીય ઉદ્દેશામાં કહેલું છે કે, શ્રમણોપાસક શ્રાવક સાધુ માટે અરીસા જેવો હોય છે. જેવી રીતે અરીસો વ્યક્તિને તેનું યથાસ્થિતરૂપ દેખાડે છે તેમ સાધુના હિતાહિતની ચિંતા કરનાર શ્રાવક સાધુને તેમના હિતાહિતને દેખાડી તેમના સંયમજીવનમાં સહાયક બનનારો હોય છે. મિત્રા - મદ્રમત્ન () (પીલવૃક્ષ સંબંધી મધુર જે છે તે - આવો અર્થ સંપ્રદાયથી પ્રાપ્ત છે. 2. શણના વૃક્ષ સંબંધી મુકુલ-કળી) ગઢ- માદ્રષ્ટિ() (કોમલકાક વનસ્પતિ વિશેષ, જેને હિન્દીમાં કોમલકૌઆ કહે છે) ય - તિ (ત્રિ.) (પીડિત) અકસ્માતુ. દ્વારા શરીર પર ઘા લાગવા, શરીરમાં તાવ, શરદી, કેન્સર વગેરે બિમારીઓ થવી તેને લોકો પીડા કહે છે. જયારે લોકોત્તર જિનશાસનમાં પુરુષોત્તમ પરમાત્મા સંસારવાસને જ પીડા તરીકે જણાવે છે અને જેઓ આ સંસારમાં રહેલા છે તેઓ આ ભવરોગથી પીડિત છે એમ નિશ્ચય પૂર્વક કહે છે. ૩rોદિ() - મદ્રનિ (ત્રિ.) (દ્રોહરહિત, અવંચક) જે પદાર્થની પ્રરૂપણા તીર્થકર ભગવંતે કરી હોય અને ગીતાર્થ શ્રમણોએ આચરી હોય તેનો મતિભ્રમથી કે દ્વેષપૂર્વક વિરોધ કરવો તે વિદ્રોહ છે, જેમ કે જમાલિ, ત્રિગુપ્તમુનિ વગેરે. કિંતુ જે આત્મા દ્વેષરહિત થઇને આત્મશુદ્ધિ માટે ગીતાર્થ ગુરુની અનુજ્ઞા લઈને પરંપરા ચલાવે, તે વિદ્રોહ ગણાતો નથી. જેમ પંન્યાસ સત્યવિજયજી મહારાજે સંવેગી પરંપરા ચલાવી હતી. સદ્ધ -- સદ્ધિ (2) (અડધું, બે સરખા ભાગ, દ્વિતીયાંશ). આ સંસાર પાપપ્રચુર અને દુઃખબહુલ છે તેનું પ્રત્યક્ષ ઉદાહરણ છે નરક ચૌદરાજલોક પ્રમાણ વિશ્વમાંથી અડધોઅડધ લોક તો નરકે રોકી લીધો છે. ચૌદ રાજલોકમાંથી સાત રાજલોકમાં નારક જીવો રહેલા છે. આ વાત પ્રગટ કરે છે કે સંસારવાસમાં પાપ જ છે અને તેનો ભોગવટો કરવા નરક રહેલી છે. તેમાંથી બચવાનો એકમાત્ર ઉપાય હોય તો જિનેશ્વરોનું શરણ જ છે. મહેંતો (રેણી-.) (અંત, છેડો) અદ્ધ (દ્ધા) | - અધ્વર્ (કું.) (રસ્તો, માર્ગ બૃહત્કલ્પ ભાગમાં રસ્તાના બે પ્રકાર કહેવામાં આવ્યા છે. 1. પંથ અને 2. માર્ગ. તેમાં જે રસ્તામાં ગામ, નગર, પલ્લી વગેરે એક પણ આવાસ સ્થાન નથી તેને પંથ કહેવાય છે. તેમજ જે રસ્તામાં ગામ, નગર વગેરે રહેલા હોય તેને માર્ગ કહેવામાં આવે છે. 413