Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ - મન (ઈ.) (ગતિ 2. પીડા વધુ 3. યાચના 4. તે નામનો એક રાજા) આપનારો સમ્રા કે ચક્રવર્તી હોય તો પછી યાચના કેવી હોય ? આપણે ક્ષુલ્લક વસ્તુઓની માગણીઓ કરશે કે પછી આપણી પેઢીઓની પેઢીઓ તરી જાય તે રીતે યાચના કરશું? સામે આપનાર સ્વયં ચક્રવર્તી છે, માટે આપણે જે પણ માંગશું તે સમજી વિચારીને જ માગશે. તો પછી સ્વયં ત્રણલોકના નાથ સામે બેઠા હોય અને તેમની પાસે તુચ્છ વસ્તુઓની યાચનાઓ કર્યા કરીએ તે કેટલું વ્યાજબી છે? અt (ot)(t-fa.) (આકુળ, વ્યાકુળ) ઝવ - મકવ (શિ.) (ગાળેલું) મધ્યકાલીન આખા ભારતમાં ગુજરાત જીવદયાના પાલનમાં શિરમોર ગણાતું હતું. એટલે અહીં પાણી પણ ગાળીને વાપરવામાં આવતું હતું. પાણીમાં રહેલા જીવોને કિલામણા ન થાય તેની પણ કાળજી રાખવામાં આવતી હતી. કિંતુ આજે લોકો શુદ્ધ પાણીના નામે બોટલબંધ પાણીનો આગ્રહ રાખતા થયાં પરિણામે ઘર, હોટલમાં વાસી પાણી આવી ગયા એટલે ગરણા ગાયબ થઈ ગયા. શાસ્ત્રોમાં કહેવું છે કે, અણગળ પાણી વાપરવામાં સાત ગામ બાળવા જેટલું પાપ લાગે છે. અā - દ્રવ્ય (જ.) (રૂપે આદિ ઉચિત દ્રવ્યનો અભાવ, તુચ્છ વસ્તુ, ખરાબ પદાર્થ, નકામો પદાર્થ) મગ - ઝાલા (જ.) (ઉકાળવું તે, પાણી-તેલાદિનું ઉકાળવું તે) જ્યાં સુધી શાકભાજી કે કઠોળને અગ્નિનો તાપ નથી મળતો ત્યાં સુધી તે ભોજન માટે યોગ્ય નથી બનતા. જ્યારે તે બરાબર સીઝીને તૈયાર થાય છે ત્યારપછી તે ભોજ્ય ગણાય છે. એટલી સામાન્ય બાબત જાણનારા લોકો પાણીને ઉકાળીને પીવાનું કેમ નથી સમજતા, અરે ભાઈ! આજે તો ડૉક્ટરો પણ કહે છે કે બિમારીમાંથી તરત ઊભા થવું હોય તો ઉકાળેલું પાણી પીવો. જો ઉકાળેલા પાણીથી તબિયત સારી થતી હોય તો દરરોજ પીવાથી કેટલો ફાયદો થઈ શકે છે!! - (ત્રી.) (આર્કા નક્ષત્ર) ઝફર - માર્જિત () (સંપૂર્ણતાએ દર્શન-ધર્મથી પવિત્ર થયેલું, શાસ્ત્રબુદ્ધિથી પવિત્ર થયેલું) જેના જીવનમાં કોઈ આદર્શ નથી કે જેનો કોઇ ધ્યેય નથી, તે વ્યક્તિ ક્યારેય પણ આગળ વધી શકતો નથી. કેમ કે જીવનમાં આગળ જવા માટે કોઇને કોઇ ધ્યેય હોવો જરૂરી છે અને તે ધ્યેય જેણે પ્રાપ્ત કર્યો છે તેવા શાસ્ત્રબુદ્ધિથી પવિત્ર થયેલા પુરુષોના માર્ગે ચાલવાનો દઢ નિર્ધારપૂર્વકનો જોઇએ. જે વ્યક્તિ મહાપુરુષોના આદર્શોથી પવિત્ર થયેલું છે તે ચોક્કસ ઉન્નતિને સાધે છે. અા (રેશ) (દર્પણ, અરીસો) કાન - માવ (પુ.) (દર્પણ, અરીસો) ગણધર ગૌતમસ્વામીએ પ્રભુ વીરને પ્રશ્ન કર્યો કે, હે પ્રભુ! દર્પણ સામે ઊભી રહેલી વ્યક્તિ તેમાં પોતાના શરીરને જુએ છે કે શરીરના પ્રતિબિંબને? ત્યારે ભગવંતે જવાબ આપ્યો હે ગૌતમ! પુરુષ અરીસામાં પોતાના પ્રતિબિંબને જુએ છે. કેમ કે શરીર તો બહાર રહેલું છે આથી અરીસામાં સ્વશરીર તો ન જ હોય. કિંતુ દર્પણમાં જે દેખાય છે તે પોતાના શરીરની છાયારૂપ પ્રતિબિંબને જુએ છે. આ પ્રતિબિંબ છાયાની જેમ વ્યક્તિવિશેષે તદનુરૂપ આકૃતિને ધારણ કરે છે.