Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ ૩ઘ () મહા - ૩અથર્મલાન (જ.). (અધર્મને પોષનાર દાન, દાનનો એક ભેદ) સ્થાનાંગસૂત્રમાં ફરમાવેલું છે કે, જે જીવો હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહાદિ દૂષણોમાં રક્ત છે તેવા જીવોને જે દાન કરવામાં આવે તે અધર્મદાન કહેવાય છે. કેમ કે તે દાન તેમનામાં રહેલા પાપોનું પોષણ કરનાર બને છે. તે જીવો મળેલી સહાયથી ધર્મમાર્ગે ન જતાં પુનઃ પાપમાં પ્રવૃત્ત થઇ જાય છે. માટે દારૂડિયા-જુગારિયા આદિને દાન દેતાં સો વાર વિચારજો. મઘ ()મવાર - મધદાર (2) (આશ્રદ્વાર, પ્રશ્નવ્યાકરણસૂત્રનું પ્રથમ દ્વાર) મધ () અપવરવું - ૩ઘર્ષપક્ષ (પુ.) (ક્રિયાવાદી, અક્રિયાવાદી, અજ્ઞાનવાદી વગેરે પાખંડીઓનો મત, અધર્મપક્ષ) અથ ) Hપન - મથર્નનનન (ત્રિ.) (લોકમાં અધર્મને ઉત્પન્ન કરનાર, અધર્મને પેદા કરનારું) શાસ્ત્રોમાં ગુરુકુલવાસને ખૂબ પ્રાધાન્ય આપવામાં આવેલું છે. કેમ કે ગુરુકુલવાસ આત્મામાં રહેલા ગુણોને ખીલવવાનું અને આત્મોન્નતિ કરવામાં ઉપાદાન કારણ છે. પરંતુ જે આત્મા ભ્રષ્ટમતિથી ગુરુકુલવાસનો ત્યાગ કરે છે તે ગુરુગમથી પ્રાપ્ત ઉત્સર્ગોપવાદનું જ્ઞાન, વ્યવહારજ્ઞાન વગેરેથી અનભિન્ન હોવાથી લોકમાં અધર્મને ફેલાવનારી પ્રવૃત્તિ આચરે છે. મા () મહિમા - અપ્રતિમ (શ્રી.) (અધર્મપ્રતિજ્ઞા રે. અધર્મપ્રધાન શરી૨). મથ (4) અપના - ૩અથHપ્રજનન (ત્રિ.) (અધર્મપ્રેમી, અધર્મમાં જ જેને આનંદ આવે છે તે). એક જૈન પારિભાષિક શબ્દ છે “સાનુબંધ તેનો અર્થ થાય છે પારંપરિક અનુબંધ કરનાર. જેમ પૈસો પૈસાને ખેંચે તેમ એક કર્મબંધ બીજા કર્મને બંધાવે તે સાનુબંધ કહેવાય છે. શાસ્ત્રોમાં ગાઇ-વગાડીને વારંવાર કહેવામાં આવે છે કે, શુભ કર્મ સાનુબંધવાળા બાંધો. અને અશુભ કર્મ નિરનુબંધવાળા બાંધવાનો પ્રયત્ન કરો. કેમ કે અશુભ કર્મ જીવને ધર્મમાં બુદ્ધિ થવા દેતું જ નથી. તે જીવને અધર્મપ્રેમી બનાવે છે, તેના કારણે જીવને ધર્મના બદલે અધર્મમાં રુચિ રહ્યા કરે છે. ૩મધ (4) Hપનો () - ગવર્નન્નોવિજન(ત્રિ.) (અધર્મને ઉપાદેય તરીકે જોનાર-કહેનાર, ધર્મને ઉપાદેયરૂપે ન જોનાર) જે જીવને ધર્મની પ્રાપ્તિ થવા છતાં, સગુરુનો સંજોગ મળવા છતાં પણ ધર્મ કરવાનું મન નથી થતું અને અધર્માચરણમાં જ મતિ પ્રવૃત્ત થાય છે તેવા જીવો પ્રત્યે શાસ્ત્ર કરણા અને માધ્યસ્થ ભાવ ધરવાનું સૂચન કરે છે. કેમ કે, તેઓ જે અધર્મને ઉપાદેય અને ધર્મને હેય તરીકે જુએ છે કે માને છે તેમાં તેઓના ક્લિષ્ટકર્મ જ કારણભૂત છે. અઘ () મા () - મધrfશન (ત્રિ.) (અધર્મપ્રેમી, અધર્મમાં રાગી-આસક્ત) ૩પ () મચ્છુ - 3 (નિ.) (ધર્મમાં જેને રુચિ નથી તે, અધર્મપ્રેમી) મા () મસમુથાર - અથર્વસમુલાવર (ત્રિ.) (ચારિત્રરહિત, દુરાચારી, અધર્માચરણમાં આસક્ત રહેનારો) મોજ-શોખપ્રિય લોકોની ઉક્તિ છે કે, “ઘડપણમાં ગોવિંદ ભજશું” પરંતુ, યાદ રાખજો જે યુવાનીમાં પ્રભુભજન નથી કરી શકતો તે અંતકાળમાં પણ પરમાત્માનું સ્મરણ કરી શકતો નથી. ઓલા કાલસૌરિક કસાઈનું જ ઉદાહરણ જોઈ લો. તે દુરાચારી આત્માને પશુહત્યાની આસક્તિ હોવાથી શ્રેણિક રાજાએ તેને પાપથી દૂર રાખવા કૂવામાં ઉતાર્યો તો ત્યાં પણ તે માટીના પાડા બનાવીને હત્યા કરી માનસિક સંતોષ પામતો હતો. 414