Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ થod - 3 ઘ૨(ત્રિ.) નિંદ્ય, નિંદાને પાત્ર, સૌભાગ્યહીન) જીવનમાં ભૌતિક સુખની પ્રાપ્તિ માટે સૌભાગ્ય હોવું અતિ આવશ્યક છે. પરંતુ જે દેવ-ગુરુ-ધર્મ અને ગુણીજનોનો અવર્ણવાદ કરે છે, તે દુર્ભગ નામકર્મનો બંધ કરે છે. આ કર્મના પ્રતાપે વ્યક્તિ સૌભાગ્યહીન બને છે. તેવા કર્મવાળા વ્યક્તિને તેના લાખ પ્રયત્નો છતાં પણ સુખની પ્રાપ્તિ થતી નથી. ઊલટાનો લોકમાં નિદાને પાત્ર બને છે. મથ (દ) 5 - ૩થા (ત્રિ.) (જાન્ય, નિકૃષ્ટ, છેલ્લી કક્ષાનું) આવશ્યકસૂત્રના ચોથા અધ્યયનમાં તથા ઉત્તરાધ્યયનસૂત્રમાં આર્તધ્યાનીને જધન્ય પરિણામવાળો કહ્યો છે. કેમ કે સ્વયે આર્તધ્યાન કરવાથી કે અન્યને આર્તધ્યાન કરાવવાથી જીવ અત્યંત જધન્ય અને અધમકક્ષાની કહી શકાય તેવી નરક ગતિ કે ઊંટ, શૂકર, ગધેડા જેવી તિર્યંચ ગતિને પ્રાપ્ત કરે છે. ધ (4) મ - ઝઘ (પુ.) (અધર્માસ્તિકાય 2. અશુભ આત્મપરિણામ 3. સાવદ્યાનુષ્ઠાનરૂપ પાપ 4. અબ્રહ્મનું સોળમું ગૌણ નામ) માત્ર કાયિક અને વાચિક ક્રિયાથી જ જીવને કર્મબંધ નથી થતો કિંતુ તે વચન અને કાયા સાથે મન ભળે છે ત્યારે જ જીવને કર્મનો બંધ થાય છે. આ મન પણ આત્મસંબદ્ધ હોવાથી આત્મપરિણામ પણ કહી શકાય છે. જે આત્મપરિણામથી જીવને મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને અશુભયોગરૂપ કર્મનો બંધ થાય તે અધર્માચરણ કહેવાય છે. અથ (4) મવરવાડું - મધર્મધ્યાતિ (ત્રિ.) (અધર્મથી જેની ખ્યાતિ છે તે, જેની ધર્મથી ખ્યાતિ નથી તે) અકબર એક મોગલ બાદશાહ અને પરદેશી હોવા છતાં પણ ભારતમાં તેની ખ્યાતિ એક ધર્મી તરીકેની હતી, કારણ કે તે જેમ પોતાના ધર્મને આદર આપતો હતો તેમ દરેક ધર્મને સન્માનની નજરે જોતો હતો. તે ક્યારેય ધર્મને લઇને ભેદભાવ કરતો નહોતો. જયારે તેનો જ વંશજ ઔરંગઝેબ અતિક્રૂર અને હનકૃત્યવાળો હતો. તેના શાસનમાં સરમુખત્યારશાહી અને અરાજકતા ઘણી હતી. ઇતિહાસમાં તેની ખ્યાતિ એક કટ્ટર અધર્મી તરીકેની કરવામાં આવે છે. મધ (6) અવqાર્ફ () - મધમfsswયન (ત્રિ.) (અધર્મનું પ્રતિપાદન કરનાર, અધર્મનું કથન કરનાર) સારી અને તાજી કેરીઓના ટોપલામાં એક સડેલી કેરી આવી જાય તો બાકીની બધી કેરીઓને બગાડે છે. જો એક સડેલી કેરીની આટલી અસર હોય તો જે અધર્મનું પ્રતિપાદન કરનાર વ્યક્તિના સંસર્ગમાં રહેવાથી કેટલું નુકશાન થઈ શકે છે. તે સમજી શકાય છે. માટે જ કહેવું છે કે સમ્યક્વી આત્માએ મિથ્યાત્વી કે મિથ્યાશાસ્ત્રથી દૂર રહેવું જોઈએ. ગધ (દ) ગુત્ત - અધર્મયુt (જ.) (પાપસંબંધી દોષના ઉદાહરણનો એક ભેદ) આ દોષ ધર્મનું પ્રતિપાદન કરનાર વક્તા સંબંધી છે. વક્તાએ પોતે જણાવેલા સિદ્ધાંતાદિની પુષ્ટિ માટે એવું ઉદાહરણ ન આપવું જોઇએ કે જેથી શ્રોતાના મનમાં અધર્મની બુદ્ધિ ઉત્પન્ન થાય. સંક્ષેપમાં કહીએ તો ઉદાહરણ નિર્દોષ અને ધર્મબુદ્ધિ કરાવનાર હોવું જોઈએ. ન કે તે ઉદાહરણના માધ્યમથી શ્રોતા અધર્મ કરવા પ્રેરાય. મધ (4) મOિાથે - ઝઘતિક્ષાય (પુ.) (છ દ્રવ્યમાંનું બીજું દ્રવ્ય, જીવ અને પુગલને સ્થિર કરવામાં સહાયક તત્ત્વ) ધર્માસ્તિકાય જેવી રીતે જીવાદિને ગતિમાં મદદ કરે છે. તેમ અધર્માસ્તિકાય જીવાદિને ગતિમાંથી સ્થિતિસ્થાપકતા અર્થાત સ્થિરતા આપવામાં સહાય કરે છે. જો આ અધર્માસ્તિકાય ન હોત તો જગતમાં જીવો કે પુદગલો ઇચ્છા મુજબ હલન ચલન કરે છે તે શક્ય જ ન હોત. દરેક વસ્તુ ચલાયમાન જ રહેત. 423