Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ अद्धामीसय - अद्धामिश्रक (न.) (સત્યમૃષાભાષાનો એક ભેદ) કાળને આશ્રયીને જે અસત્ય બોલવામાં આવે તે અદ્ધામિશ્ર અર્થાત સત્યમૃષા ભાષા કહેવાય છે. જેમ કે સંધ્યા સમયે દિવસ હજુ બાકી હોય અને તે વખતે કહે અરે ભાઈ! જલદી ઉતાવળ કરો રાત પડી ગઈ છે. આ પ્રકારનો ભાષાપ્રયોગ કરવામાં આવે તો તે સત્યમૃષાભાષા કહેવાય છે. શ્રદ્ધાપરિયા - મશ્રિત (ત્રી.) (સત્યમૃષાભાષાનો એક ભેદ) મારૂવ - દ્વિરૂપ (નિ.) (કાળનો સ્વભાવ, કાળસ્વભાવ) કહેવાય છે કે દરેક વ્યક્તિએ પોતાની ખરાબ આદતો તો છોડવી જ પડે છે. કદાચ તે કોઈ ગુરુ ભગવંત કે વડીલના કહેવાથી હોય, અસાધ્યવ્યાધિ કે પરિસ્થિતિવશાત હોય કે પછી અંતે કાળરાજાના પ્રહારથી હોય. જે વ્યક્તિ વડીલોના ઉપદેશથી કે બિમારી વગેરેને વશ નથી થતો તેનું કાળ-ચમ આગળ કંઈ જ ચાલતું નથી. કેમ કે કાળનો સ્વભાવ છે કે તે જેને જન્મ આપે છે તેને મૃત્યુ પણ આપે છે. આ મૃત્યુ તો વ્યક્તિનું મારણ કરીને તેનામાં રહેલી તમામ આદતોને ત્યજાવી જ દે છે. अद्धावक्कंति - अर्धापक्रान्ति (स्त्री.) (ત્રણ પદોમાંથી એક પદનું નષ્ટ થવું કે ખસી જવું તે) વિશેષાવશ્યકમાં કહેલું છે કે, જે રચનામાં ત્રણ પદ કે દેશમાંથી સમાન ભાગે રહેલા એક પદનું કે દેશનું નષ્ટ થવું કે ખસી જવાનું થાય અને શેષ બે દેશનું ઊર્ધ્વગમન અર્થાત અગ્રગતિ થાય તેને અપક્રાન્તિ કહેવાય છે. अद्धासमय - अद्धासमय (पुं.) (અદ્ધાકાળ, તે લક્ષણ અદ્ધાસમય, કાળનો અવિભાજય અંશ, અતિસુક્ષ્યકાળ) કાળની વ્યાખ્યા કરતા લખવામાં આવેલું છે કે, વર્તમાનનક્ષનો નિઃ' અર્થાત્ કાળ માત્ર વર્તમાન સમયવાળો છે. ભૂતકાળ ચાલ્યો ગયો છે અને ભવિષ્ય હજુ સુધી આવ્યો નથી માટે જે પણ પ્રક્રિયા થાય છે તે વર્તમાન સમયને આશ્રયીને થાય છે. કાળના પ્રદેશાદિ વિભાગો ન હોવાથી કાળના અંશો અવિભાજયપણે રહેલા છે. દ્ધિ - વ્યિ (કું.) (સમુદ્ર 2. સરોવર 3. કાળ વિશેષના અર્થમાં-સાગરોપમ) દ્ધિ (તિ) #RUT - 3 કૃત્તિકર (1) (ધર્યનો અભાવ, ધીરજ ન રાખવી તે 2. કલહ) વૈર્યને વિવેકી પુરુષોએ ઉત્તમ ગુણ કહેલો છે. પૈર્યગુણને કારણે માણસ અસાધ્ય કાર્યોને સાધ્ય કરી શકે છે. જે કાર્ય મુશ્કેલ જણાતું હોય તે એકદમ સહેલું બની જાય છે. જે પૈર્યવાનું પુરુષો હોય છે તેઓ ક્યારેય પણ કોઇપણ પરિસ્થિતિમાં વિહ્વળ બનતા નથી. જયારે જે પૈર્ય વગરના લોકો હોય છે તેઓ ધીરતાના અભાવે ડગલે ને પગલે મુશ્કેલીઓને પ્રાપ્ત કરે છે. કહેવતમાં પણ કહેવું છે કે ‘ઉતાવળા સો બહાવરા ભર્યા પટ પસ્તાય” ૩દ્ધિીશા - કર્તા રદ્દ (a.). (કાર્યને અડધું પોતે અને અડધું બીજાએ કરવું એમ કાર્યના બે ભાગ કરનાર) મહોપાધ્યાય યશોવિજયજી મહારાજ તથા વિનયવિજયજી મહારાજ કાશીમાં ન્યાયનો અભ્યાસ કરવા માટે ગયા ત્યારે તેઓ ત્યાં એક અજૈન પંડિતને ત્યાં અભ્યાસ કરતા હતા. તેઓ જે ગુરુ પાસે ભણતા હતા તેમની પાસે તે કાળે ન્યાયની ચાવી સમાન એક દુર્લભ ગ્રંથ હતો. એક વખત ઉપાધ્યાયની ગેરહાજરીમાં તેમની પત્ની પાસેથી તે ગ્રંથ મેળવ્યો અને તેના અડધાં અડધાં શ્લોકો વહેંચીને એક રાતમાં તે ગ્રંથને બન્ને મહાપુરુષોએ કંઠસ્થ કરી લીધો હતો. ધન્ય છે એ બન્ને મહાપુરુષોની પ્રજ્ઞાને. 421