Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ અધ્યાત્મમાર્ગ પણ નિર્જન છે તેથી અજિતનાથજીના સ્તવનમાં આનંદઘનજીએ ગાયું કે, “પંથડો નિહાળું રે બીજા જિન તણો’ મદ્દ (તા) [ - અદ્વૈપ (.) (માર્ગમાં ગ્રહણ કરાતો કથ્ય આહાર) अद्धकरिस - अर्द्धकर्ष (पुं.) (એક પલનો આઠમો ભાગ, મગધદેશ પ્રસિદ્ધ એક માપ વિશેષ) अद्धकविट्ठ - अर्द्धकपित्थ (पुं.) (કોઠાના ફળનો અડધો ભાગ, કોઠાનું અડધિયા જેવા આકારનું હોય તે) બદ્ધવાન (4) - મસુત (4) a (કું.) (મગધ દેશ પ્રસિદ્ધ ધાન્યનું માપ વિશેષ, મગધ દેશમાં પ્રચલિત ધાન્ય માપવાનું મારિયું) अद्धकोस - अर्द्धक्रोश (पुं.) (અડધો કોશ, એકહજાર ધનુષ્ય પ્રમાણ અડધો ગાઉ, એક માઈલ) બે હાથ બરાબર એક ધનુષ્ય થાય છે. આવા એક હજાર ધનુષ્ય બરાબર અડધો કોશ કે અડધો ગાઉ અને બે હજાર ધનુષ્ય બરાબર એક કોશ કે એક ગાઉનું માપ થાય છે. આજે કિલોમીટર પ્રમાણે માપ ગણાય છે. કિંતુ પૂર્વેના કાળમાં તથા ગામડાઓમાં લોકો આજે પણ અડધો ગાઉ, એક ગાઉ વગેરે બોલે છે તે પ્રસિદ્ધ વાત છે. સદ્ધGU (રેશન) (પ્રતીક્ષા કરવી તે, રાહ જોવી તે) કહેવાય છે કે સમય બધા દર્દીની દવા છે. દરેકના જીવનમાં કોઈકવાર કઠિન ઘડી એવી આવે છે કે માણસ તેમાં ત્રાહિમામ્ પોકારી જતો હોય છે. પણ જે વિવેકી અને સમજદાર વ્યક્તિ છે તે કોઈપણ અવળો માર્ગ અપનાવવાની જગ્યાએ ખરાબ સમય વીતી જાય તેની પ્રતીક્ષા કરતો હોય છે. કેવલજ્ઞાન મેળવવા માટે પરમાત્મા મહાવીરે પણ સાડા બારવર્ષ સુધી પ્રતીક્ષા કરી હતી તો પછી આપણે તો સામાન્ય માનવી છીએ. મવિમg (લે-) (ઇશારો કરવો તે, સંજ્ઞા કરવી તે) પ્રાણીઓમાં જેમ ગધેડાને ગમે તેટલા ડફણા મારો છતાં પણ તેનામાં કોઈ જાતની અક્કલ આવતી જ નથી. તેમાં કેટલાક માણસો એવા હોય છે કે તેઓ જીવનમાં કેટલાય કડવા અનુભવો થાય છતાં, ઘણું સમજાવવા છતાં પણ તેમનામાં સમજદારી આવતી જ નથી. જ્યારે કેટલાક એવા લોકો પણ હોય છે જેમને સમજાવવાની જરૂર પડતી જ નથી. તેઓ એકાદ અનુભવથી તુરત જ સમજદારી કેળવી લેતા હોય છે. માટે કહેવાયું છે ને કે, “સમફાર છે રૂશારા હી #aa હૈ' મga (8i) વરg - શ્રદ્ધક્ષટાક્ષ (જ.), (અડધી આંખ મીચકારીને કટાક્ષ કરવો તે, અડધી આંખ મારવી તે). વિલય - ધ્વક્ષિ(ત્તિ.) (અડધી વિકૃત આંખવાળો, અડધી આંખ વિકૃત હોય તે). સ્ત્રીના આખા શરીરમાં સુંદર અંગ હોય તો તે છે આંખો. સ્ત્રીના આંખની સુંદરતા કોઇપણ પુરુષને તેના પ્રત્યે આકર્ષિત કરે છે. પણ જો તે જ આંખો વિકૃત હોય કે પછી આંખ કાણી હોય તો તે દયાપાત્ર કે અણગમાને પાત્ર બને છે. તેવી જ રીતે મનુષ્ય ભવમાં જો કોઈ સુંદર પળો હોય તો તે ધર્મારાધનાની છે. જે વ્યક્તિ ધર્મારાધના કરતો જ નથી કે પછી વિકૃત રીતે કરે છે. તે જીવ કર્મરાજા માટે દયાપાત્ર કે તિરસ્કારને યોગ્ય ગણાય છે. દ્વવ - વર્ણવ્રન્દા (ન્ન.) (એક પ્રકારના જૂતાં, પગરખાં વિશેષ)