Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ મતૂર () - મત્રા (નિ.) (પગાદિમાં અલ્પમાત્રામાં લાગેલા કાંટાદિ 2. અત્યંત દૂર કે નજીક નહીં તે) મેનર્સ મેનિયાક લોકોને કોઇ લગ્ન પ્રસંગમાં, પાર્ટીમાં, હોટેલમાં કે જાહેર સ્થળોમાં ગયા હોય તો ત્યાં કેવા મેનર્સ હોવા જોઇએ તેની બધી જ ખબર હોય છે. કોઈ તેમાં ભૂલ કરે તો તેઓ તેને મેનર્સલેસ ગણે છે. આવા લોકોને ગુરૂવંદન કરવા જાય તો અતિદૂર નહીં તેમ અતિનજીક નહીં તેમ સાડાત્રણ હાથ દૂર ઊભા રહીને વંદન કરવાનો નિયમ છે તે ખ્યાલ જ હોતો નથી. ઊલટાનું જિનાલયમાં કે ઉપાશ્રયમાં બધા જ મેનર્સ ભૂલી જઇને જાણે શાકમાર્કેટમાં ઊભા હોય તેમ વર્તતા હોય છે. અતૂરો- મત્રોદ(.) (અતિદૂર કે અતિનજીકમાં ન રહેલું હોય તેવું ઘર, ઉચિત અત્તરવાળું પડોશીનું ઘર) અતૂરસામંત - મત્સાના (કું.) (અતિદૂર કે અતિનજીક ન હોય તેવો પ્રદેશ, ઉચિત પ્રદેશ) જે શિષ્ય ગુરુના આસનથી અતિદૂર બેસે કે પછી અત્યંત નજીક બેસે તો તેને ગુરુની આશાતનાનો દોષ લાગે છે. કેમ કે ગુરુભગવંતને કાંઈ કહેવું હોય તો દૂર બેઠો હોય એટલે મોટેથી બોલવું પડે તથા અત્યંત નજીક બેઠો હોય તો ગુરુને પોતાના શ્વાસોશ્વાસ લાગે. માટે ગુરુની આશતનાથી બચવા માટે શિષ્યએ અત્યંત દૂર કે અત્યંત નજીક નહીં પણ ઉચિત અંતરે બેસવું જોઇએ. अदूरागय - अदूरागत (त्रि.) (પાસે આવેલું, નજીક આવેલું) તીર્થંકરભગવંતનો મહિમા છે કે તેમની પાસે આવેલો જીવ ક્યારેય ખાલી હાથે પાછો જતો નથી. પ્રભુ વીર ગૃહસ્થાવાસમાં હતા તો તેઓએ બાર મહિના સુધી વર્ષાદાન કરીને લોકોનું દારિદ્રદૂર કર્યું હતું. દીક્ષા બાદ પાછળથી આવેલ અભાગી બ્રાહ્મણને વસ્ત્રનું દાન કરીને તેની આખી જીંદગીનું દળદર ફેડી નાખ્યું હતું. અરે! ભારે કર્મી ઓલા ગોશાળાને પણ સમ્યક્તનું દાન કર્યું હતું. જરૂર છે એકવાર પરમાત્માની પાસે જવાની. ગલૂસિય - પ્રષિત (ત્રિ.) (દૂષણ વગરનું, અભિવૃંગ-રાગરહિત) અભિજ્વક એટલે ચોંટવું. રાગ અને દ્વેષ એ કર્મબંધના કારણ હોવાથી તેને અભિથ્વી કહેલા છે. જ્યાં સુધી રાગ-દ્વેષના અભિષ્યરૂપી દૂષણો આત્મામાં રહેલા છે ત્યાં સુધી જીવ કર્મોથી મુક્ત થવાનો નથી અને કર્મો હોતે છતે જીવની મજાલ છે કે તે સંસાર છોડીને જઈ શકે? જે દિવસે આ દૂષણોનો અંત થાય છે તે દિવસે જીવ એકક્ષણ માટે પણ આ સંસારમાં રહેતો નથી. अदेसकालप्पलावि (ण) - अदेशकालप्रलापिन् (पुं.) (દેશ અને કાળને જોયા વિના પ્રલાપ કરનાર, ભાષાચાપલ્યનો ભેદ) ભોજપ્રબંધમાં મૂર્ખ વ્યક્તિના છ લક્ષણો બતાવવામાં આવેલા છે. તેમાંનું એક લક્ષણ છે અદેશકાલપ્રલાપી. જે વ્યક્તિ યોગ્યયોગ્ય સ્થાન કે કાળને જોયા વિના અસંબદ્ધ બોલ્યા કરે તે મૂર્ખની કક્ષામાં આવે છે. આવા જીવો પર જલદી કોઇ વિશ્વાસ કરતું નથી. પરંતુ જે દેશ અને કાળને ઉચિત વાક્યનો પ્રયોગ કરે છે તે લોકમાં પ્રિય થાય છે. अदेसाकालायरण - अदेशाकालाचरण (न.) (અનુચિત દેશ અને કાળમાં આચરણ ન કરવું તે, પ્રતિષિદ્ધ દેશકાળમાં ન વિચરવું તેવો શ્રાવકધર્મનો એક ભેદો વ્યક્તિ જે દેશમાં રહેતો હોય તે દેશને અનુસાર અને ત્યાંના કાળને અનુરૂપ વર્તે તો તે પ્રગતિ સાધી શકે છે. કિંતુ જો તેની વિપરીત આચરણા કરે તો પ્રગતિની વાત તો દૂર રહો તે અધોગતિની ગર્તામાં ધકેલાતો જાય છે. આજે ભારત દેશમાં જે સંયુક્ત કુટુંબમાં વિખવાદ, વડીલો પ્રત્યેની જવાબદારીનો અભાવ, પતિ-પત્ની વચ્ચે છૂટાછેડા વગેરે જે પ્રશ્નો થયા છે તેનું મુખ્ય કારણ છે દેશ અને કાળને અનુચિત આચરણ. મોત - ગવ (પુ.) (તત્ત્વવિષયમાં દ્વેષનો અભાવ, તત્ત્વ વિશે અપ્રીતિરહિત). 410