Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ પરમાત્માએ ઉપદેશેલા એક એક તત્ત્વનો બોધ ચિત્તને આનંદ ઉપજાવનાર તથા અનેકભવસંચિત પાપોનો નાશ કરનાર છે. આથી શિષ્ટ પુરુષો સર્વદા જિનોપદિષ્ટ તત્ત્વને વિશે કર્મવશ ઉત્પન્ન થતી અરુચિનો પ્રયત્નપૂર્વક પરિહાર કરતા હોય છે. મદ્દ - 38 (પુ.) (વાદળ, મેઘ). મેઘના ગરવથી મોરના ચિત્તમાં આનંદની લહેરી પ્રસરી જાય છે અને તે ટહુંકાઓ કરીને આખા વાતાવરણને ગજવી મૂકે છે. તેમ સમ્યક્તી જીવ જ્યાં પણ પરમાત્માની વાતો ચાલતી હોય કે ઉપદેશ ચાલતો હોય તે સાંભળીને તેનું ચિત્ત પ્રમોદથી ભરાઈ જાય છે અને તે વાતો પોતાના પૂરતી સીમિત ન રાખતાં જે પણ મળે તેની સાથે આદાન-પ્રદાન કરે છે. કર્ટ (.) (આકાશ) મા (ત્રિ.) (ભીનું, લીલું, સજળ 2. આદ્રા નક્ષત્ર 3. તે નામનો એક રાજા 4. નગરવિશેષ) જે ભૂમિમાં સ્નિગ્ધતા હોય, જે સજળ હોય તેમાં જ વાવેલું બિયારણ વિપુલ ફળ આપે છે. ઉત્તર અને ફળદ્રુપતારહિત ભૂમિમાં ક્યારેય ધાન્યાંકુર ફૂટી શકતા નથી. તેમ જેનું હૃદય અહિંસારૂપી જળથી ભીનું નથી વળી જેના મનમાં દેવ-ગુરુનો વાસ નથી તેવા આત્મામાં ધર્મના અંકુરો ઊગી શકતા નથી. ફm - માર્કફ્રીય (જ.) (આદ્રકમાર વિષયક સૂત્રકૃતાંગસૂત્રના દ્વિતીય શ્રુતસ્કંધનું છઠ્ઠું અધ્યયન, જેમાં આદ્રકુમારનો ગોશાળા વિગેરે સાથે વાદ થયો હતો તેનું વર્ણન કરેલું છે.) મા - માદ્ર () (મૂળ પ્રધાન વનસ્પતિ વિશેષ, શૃંગબેર 2. આદુ, સુંઠ 3. આદ્રભૂમિમાં ઉત્પન્ન હોય તે) એલોપથી અને આયુર્વેદિક વચ્ચે સસલા અને કાચબા જેવી સ્પર્ધા છે. એલોપથી દવા રોગીની પીડાને શીઘ શાંત કરી દે છે. એક મિનિટમાં રોગનું દર્દ ગાયબ થઈ જાય છે.જ્યારે આયુર્વેદિક દવા વ્યક્તિને ધીરે ધીરે આરામ કરે છે. પરંતુ જે કામ એલોપથી નથી કરી શકતી તે કામ આયુર્વેદિક દવાઓ કરી બતાવે છે, તે રોગને માત્ર શાંત નહીં પરંતુ જડમૂળથી કાઢી નાખે છે. તેની દવાઓ આદુ, લીમડો જેવી કુદરતી વનસ્પતિઓમાંથી બને છે. આથી જ હવે લોકો હર્બલ દવાઓ પાછળ પાગલ થવા લાગ્યા છે. अहग (य) कुमार - आर्द्रककुमार (આદ્રકુમાર મુનિ) આદ્રકુમારનો જન્મ અનાર્યભૂમિમાં થયો હતો. પરંતુ તેમની દોસ્તી બુદ્ધિનિધાન અભયકુમાર સાથે થઈ હતી. તેમની સંગતને કારણે દરિયાપાર હોવા છતાં તેઓ જિનધર્મના અનુરાગી બન્યા. આગળ જતાં તેઓ શ્રાવક અને ઉત્તમ કોટિના શ્રમણ બન્યા. સૂત્રકૃતાંગસૂત્રમાં આદ્રકુમારનું આખું જીવનચરિત્ર વિસ્તૃતપણે વર્ણવવામાં આવ્યું છે. 36 (2) પુર - માદ્રપુર (જ.) (નગરવિશેષ, જયાં આદ્રકુમારનો જન્મ થયો હતો તે નગર) ઉદ્દઘંવUI - માર્દવન () (લીલું ચંદન, સુખડ) ગરમીથી બચવા માટે આજે પંખા, કૂલર અને એ.સી.નો ઉપયોગ થાય છે. પરંતુ આ આધુનિક સાધનો જેમ ગરમી દૂર કરે છે તેમ તેની આડઅસરો પણ આપતા હોય છે. એ.સી. વગેરે નીચે બેસનારા વ્યક્તિનું શરીર અકડાઈ જતું હોય છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિ ધીરે ધીરે ઘટતી જાય છે. જયારે પ્રાચીનકાળમાં ગરમીથી બચવા લીલા ચંદનનો લેપ કરવામાં આવતો હતો. તેનાથી આંતરિક અને બાહ્ય સુખ-શાતાનો અનુભવ થતો હતો. તેમજ શરીરની કાંતિ વધવી વગેરે લાભ પણ થતાં હતાં. All