Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ જવાબદારી છે. પરંતુ અફસોસ! તેવો પ્રયત્ન કરવાનો તો દૂર રહ્યો, ઊલટાનું આપણે તેમની નિંદા-કુથલી કરવાનો એક પણ પ્રસંગ જવા દેતા નથી. સાધુ સાધ્વીના ઉત્તમ અને અનિંદ્ય આચારોની નિંદા કરવી તે એક પ્રકારનું ખોફનાક પાપ છે. સદ્ - સલુણ (ત્રિ.) (દોષરહિત) શાસ્ત્રમાં નિર્મલ એવા જ્ઞાન-દર્શન અને ચારિત્ર ગુણોના ધારક આત્માને મલિન કરનાર અને આ સંસારમાં જકડી રાખનારા અઢાર પ્રકારના દોષો બતાવવામાં આવેલા છે. જેઓએ સ્વપરાક્રમથી આ અઢારે દોષોનો નાશ કર્યો છે તેવા દોષરહિત જીવો અતિનિર્મલ એવા કેવલજ્ઞાનમય મોક્ષને પ્રાપ્ત કરે છે. #ણિ (.) (દ્વિષરહિત) વિમલનાથ ભગવાનના સ્તવનમાં કાંતિવિજયજી મહારાજે પોતાનામાં રહેલા દુર્ગુણોનું વર્ણન કર્યું છે અને સાથે સાથે પરમાત્માને વિનંતીના સૂરમાં કહ્યું છે કે, હે પ્રભુ! હું તો અવગુણોથી ભરેલો જ છું એ વાત આપ સારી પેઠે જાણો છો. માટે જ કહું છું કે, આપ મારા અવગુણોને ન જોશો ‘મુજ અવગુણ મત દેખો હો પ્રભુજી મુજ અવગુણ મત દેખો' આપ તો દ્વેષરહિત છો, આપનામાં સમતા પ્રચુરમાત્રામાં રહેલી છે. બસ એક જ વિનંતી છે કે મને તારો તારો ને તારો. મકુવેત () -- મહુષ્ટવેત (ત્રિ.) (ક્લેશરહિત છે ચિત્ત જેનું તે, અદુચિત્તવાળો, અકલુષ અન્તકરણવાળો) અત્તર - થાપર (મંત્ર.) (હવે, હવે પછી). આ શબ્દનો પ્રયોગ કોઇપણ ગ્રંથની રચના કે ચરિત્રકથનની શરૂઆતમાં થતો જોવામાં આવે છે. મયુર - મદ્રુત (2) (ધીરે ધીરે, ઉતાવળરહિત, શીવ્રતારહિત) સાધુની વાણી કે ગતિ અદ્રુત અને અવિલંબિત હોવી જોઈએ. મુનિ જ્યારે પણ કથા કરતા હોય ત્યારે તેમની વાણીનો પ્રવાહ એટલો ધીમો ન હોવો જોઇએ કે, જેનાથી શ્રોતા કંટાળી જાય. તેમજ વાણી અતિ ઉતાવળી પણ ન હોવી જોઇએ કે જેથી સામેવાળો અર્થ ગ્રહણ જ ન કરી શકે. તે જ રીતે તેમના ગમનાગમન બાબતમાં પણ સમજવું. તેમની વાણી અને ગતિ બન્ને મધ્યર્મ હોવા જોઇએ. મદુરાત્ત - મક્તત્વ (જ.). (સત્યાવીસમો સત્યવચનાતિશય, અદ્વતત્વ વચનાતિશય) અ વંઘUT - તવશ્વન (જ.) (દીર્ઘકાલિક બંધન, લાંબા વખતનું બંધન) કુd - અથવા (૩વ્ય.) (અથવા, કે) જ્યારે કોઇ વસ્તુનો કે પ્રસંગનો નિર્ણય થઈ શકતો ન હોય ત્યારે બોલાતા વાક્યમાં અનિશ્ચિતતા જણાવવા માટે આ અવ્યયનો ઉપયોગ થાય છે. જેમ કે ભીમે અશ્વત્થામાને માર્યો અથવા તે નામના હાથીને. દૂર - મતૂર (ત્રિ.) (નજીકમાં, સમીપમાં, પાસે) આજના કાળનું આશ્ચર્ય કહેવું હોય તો એ કહી શકાય કે, વિલાસી જીવો પાપકર્મનો બંધ કરાવનાર સિનેમા થિયેટરો, હોટલો, ક્લબો વગેરે ગમે તેટલા દૂર હોય ત્યાં બધી જ તકલીફો વેઠીને પણ પહોંચી જાય છે. જયારે ભવાદપિતારક જિનેશ્વર પરમાત્માનું જિનાલય ઘરની સમીપમાં હોવા છતાં સમ ખાવા પૂરતું એક દિવસ જતાં જોર આવતું હોય છે. ખરેખર આ હુંડા અવસર્પિણી છે એવું પ્રતીત થાય છે. 409