Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ अदारुय - अदारुक (त्रि.) (કાષ્ઠાદિરહિત, લાકડા વગરનું) એક જમાનામાં શત્રુંજયનું મુખ્ય જિનાલય કાષ્ઠનું હતું. આખું દેરાસર કાષ્ઠનિર્મિત હતું. એક વખત મંત્રી પેથડશા ચૈત્યવંદન કરતા. હતા અને એક ઉંદર ઘીની લાલચથી દીવાની વાટને ખેંચીને લઇ જવા લાગ્યો. આ દશ્ય પેથડમંત્રીએ જોયું અને તેમના દિલમાં પ્રાસ્કો પડ્યો. તેમણે વિચાર્યું કે આ તો મારી નજર પડીને અઘટિત અટકી ગયું પરંતુ, કાલ ઊઠીને આવું બની ગયું તો ! અને તેઓએ દૂધ જેવા સફેદ સંગેમરમર આરસપહાણનું નૂતન જિનાલય બનાવવાનો સંકલ્પ કર્યો. નિ - 9 (ત્રિ) (નહીં દેવા યોગ્ય, જયાં લેણ-દેણની પ્રથા ન હોય તેવું નગરાદિ) આજે તો ઘી, દૂધ, માખણ વગેરેનો મોટા પ્રમાણમાં વેપાર થાય છે. પરંતુ જેમ ગાય પૂજય ગણાય છે તેમ વિતેલા જમાનામાં તેનાથી પ્રાપ્ત થતી વસ્તુને પણ એટલી જ પવિત્ર માનવામાં આવતી હતી. આથી જ તો તેનો વેપાર પણ થતો નહોતો. તેને ધનથી અદેય માનવામાં આવતું હતું. લોકો દૂધ, ઘી વગેરે આસાનીથી મેળવી શકતા હતા. છાશ તો મફત જ મળતી હતી. એ જ ભારતમાં આજે ગાયની હત્યાઓ થાય છે અને તેના માંસની બનાવટોનો મોટા પ્રમાણમાં ધીકતો ધંધો કરવામાં આવે છે. ટ્ટિ - ગઈ (ત્રિ.). (નહીં જોયેલું, નહીં જાણેલું 2. પૂર્વભવમાં કરેલું કર્મ 3, નૈયાયિકમત સમ્મત એક ગુણ) જૈનદર્શન અનુસાર વ્યક્તિ જીવનમાં જે સુખ કે દુઃખ પ્રાપ્ત કરે છે, તે તેના પૂર્વભવમાં કરેલા કર્મોને આધીન છે એમ માને છે. જયારે નૈયાયિકો તેને અદૃષ્ટ નામ આપે છે. આ અદષ્ટને એક પ્રકારનો આત્મા સંબંધી ગુણ બતાવે છે. જે આત્મા અને મનના સંયોગથી ઉત્પન્ન થાય છે. આ બાબતમાં જૈનદર્શન વધુ ઊંડાણથી કહે છે. જેમ કે દરેક યોનિમાં સુખ-દુઃખ તો રહેલા જ છે. ક્તિ આત્મા સાથે મનનો સંયોગ હોય પણ ખરો અને ન પણ હોય. આથી કર્તાના ફળનું દાયક કર્મને તો સ્વીકારવું જ પડે. ટ્ટિસ - વેશ (પુ.) (પૂર્વે નહીં જોયેલો અન્ય દેશ, અષ્ટપૂર્વ દેશાન્તર) આજનો માણસ ભલે નોલેજમાં, સુખો ભોગવવામાં આગળ વધી ગયો હોય પરંતુ તેની મનની શાંતિ, કુટુંબનો પ્રેમ, સ્વજનો * સાથેની લાગણીઓ વગેરે બધું છીનવાઈ ગયું હોય એમ લાગે છે. તેનું કારણ એક જ છે કે પૂર્વે દુનિયા ખૂબ મોટી હતી. તેઓના જીવનમાં સંતોષ પ્રધાન હતો એટલે તેમની જરૂરિયાતો પણ અલ્પ હતી. તેઓ જેટલું મળે તેટલામાં ચલાવી જાણતા હતાં. જયારે આજનો માનવ પૂર્વેન જોયેલા દેશોને, તેમના સુખોને ટી.વી. પર જુએ છે અને પોતાને મળેલા સુખોને ભૂલીને બીજાને મળેલા સુખો પાછળ હૈયું બાળે છે. આવા હૈયાધાળુઓને મનની શાંતિ કે સ્વજનપ્રેમ કેવી રીતે નસીબ થાય? મહિgયમ () - અષ્ટધર્મ (a.) (જેને શ્રતધર્મ કે ચારિત્રધર્મ સારી રીતે ઉપલબ્ધ થયા નથી તે, જેણે શ્રતાદિધર્મ ઓળખ્યા નથી તે). અધૂરો ઘડો છલકાય ઘણોની જેમ આજે ધર્મની વાતો મોટાભાગે એવા લોકો કરતાં જોવા મળે છે કે જેઓ ધર્મનો કક્કો પણ જાણતા ન હોય. ચોવીસ તીર્થકરોના નામ પણ ન આવડતાં હોય અને ચર્ચા કરશે અધ્યાત્મની, સાધુઓના આચારોની. અરે! જેણે ગુરુગમથી શ્રતધર્મ અને ચારિત્રધર્મને જણ્યા નથી તેઓ શું જાણે જિનશાસનની ગરિમાને! જો તમારે સાચે જ ધર્મચર્ચા કરવી હોય તો પ્રથમ તમારા અહંકારને મૂકીને ગુરુચરણોમાં બેસી તત્ત્વોને સમજો, પચાવો,પછી ચર્ચા કરવી યોગ્ય ગણાશે. अदिवभाव - अदृष्टभाव (पुं.) (આગમ શ્રતમાં કહેલા ભાવોને નહીં જાણનાર, આવશ્યકાદિ શ્રુતને જે ન જાણતો હોય તે) अदिठ्ठलाभिय - अदृष्टलाभिक (पु.) (અભિગ્રહધારી સાધુ, પૂર્વે ન જોયેલા હોય તેવા દાતાનું અન્ન લેવું એવો અભિગ્રહવિશેષધારક ભિક્ષાચર) કોઇ સાધુ એવી પ્રતિજ્ઞા કરે કે, આજે મારે તો જ ભિક્ષા ગ્રહણ કરવી છે કે જયારે મને એવો પુરુષ આહાર વહોરાવે, જેને મેં પૂર્વે ક્યારેય જોયો ન હોય કે તેણે પણ મને ક્યારેય જોયો ન હોય. આવા અભિગધારી સાધુને અદેખલાભિક કહેવાય છે. 406