Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ જે સ્કંધ, દેશ, પ્રદેશાદિયુક્ત હોય તેવા દ્રવ્યોના સમૂહને અસ્તિકાય કહેવાય છે. ચૌદરજ્જુ પ્રમાણ ત્રણેય લોકમાં છ દ્રવ્યમાંથી કાળને છોડીને જેને અસ્તિકાય કહી શકાય તેવા બાકીના 1. ધર્માસ્તિકાય 2. અધમસ્તિકાય 3. આકાશાસ્તિકાય 4, જીવ અને 5. પુદ્ગલાસ્તિકાય એમ પાંચ અસ્તિદ્રવ્યો છે. अस्थिकायधम्म - अस्तिकायधर्म (पुं.) (ગતિમાં સહાયક ધમસ્તિકાય દ્રવ્ય, ધર્માસ્તિકાયના પ્રદેશોના સમૂહોનો ગતિપર્યાયાદિરૂપ ધર્મ-સ્વભાવ) જૈનધર્મ મતાનુસારે આખા વિશ્વનું સંચાલન કરનારા ધર્માસ્તિકાય વગેરે છ દ્રવ્યો છે. આ દરેક દ્રવ્યનો પોતાનો એક વિશિષ્ટ સ્વભાવ છે. છ દ્રવ્યોના તે તે વિશિષ્ટ સ્વભાવને અસ્તિકાયધર્મ કહેવાય છે. જેમ કે ધર્માસ્તિકાયનો ધર્મ ગતિમાં સહાય કરવાનો, અધમસ્તિકાયનો સ્વભાવ સ્થિરતામાં સહાય કરવાનો છે વગેરે. સ્થિ# - મતિથિ () (આસ્તિક્ય) સમ્યકત્વના પાંચ લક્ષણોમાં એક લક્ષણ આવે છે આસ્તિક્ય. જિનમતમાં કહેલા અસ્તિ, નાસ્તિ વગેરે છ ભાંગામાં જેને નિઃશંક શ્રદ્ધા હોય તે આસ્તિક છે અને તેનો ભાવતે આસ્તિક્ય છે. આસ્તિક અને આસ્તિક્ય બન્ને અવયવી અવયવ જેવા છે. આસ્તિષ્પગુણ જિનમતમાં શંકા થવા દેતું નથી અને જિનમતમાં નિઃશંક્તા આસ્તિષ્પગુણનો અભાવ થવા દેતી નથી. अस्थिण (न) स्थिप्पवाय -- अस्तिनास्तिप्रवाद (न.) (ચૌદપૂર્વોમાંનું અસ્તિનાસ્તિકવાદ નામનું ચોથું પૂર્વ, સ્યાદ્વાદ સિદ્ધાંત મુજબ વસ્તુના જે તે સ્વભાવનું કથન કરવું તે). લોકમાં ધમસ્તિકાય વગેરે જે પદાર્થો વિદ્યમાન છે તે અસ્તિ અને ગધેડાના શીંગડા વગેરે વિદ્યમાન નથી તે નાસ્તિ. સ્યાદ્વાદ અભિપ્રાય પ્રત્યેક વસ્તુ સ્વસ્વરૂપે અસ્તિરૂપે છે અને પરસ્વરૂપે નાસ્તિરૂપે છે. એ પ્રમાણે જેમાં અસ્તિ-નાસ્તિ આદિની પ્રરૂપણા કરાયેલી છે તેવું અસ્તિનાસ્તિકવાદ નામક ચોથું પૂર્વ કાળે હતું. તેમાં કુલ 60 લાખ પદોનું પરિમાણ હતું. સ્થિત્ત - મસ્તિત્વ (જ.) (વિદ્યમાનપણું, હયાતી, હોવાપણું) अस्थिभाव - अस्तिभाव (पुं.) (અસ્તિત્વ, વિદ્યમાનપણું, હયાતી). Oi (f) 4- સ્થિર (ત્રિ.) (ચલ, અદઢ 2. અપરિચિત 3. ધૃતિ-સંહનનની હીનતાથી બળરહિત 4. જીર્ણ) અનંત જ્ઞાન-દર્શનચારિત્ર, ઉપયોગાદિ જીવના સ્વાભાવિક ગુણો છે. તે જીવમાંથી ક્યારેય નષ્ટ થતા નથી. હા કર્મની હયાતીના કરાણે તે દબાઇ જાય છે ખરા ! કિંતુ નષ્ટ થતાં નથી. એ ગુણો ચલ એવા કર્મોનો સર્વથા ક્ષય થવા છતાં તે પોતાના સ્વાભાવિક સ્વરૂપે આત્મામાં પ્રગટ થાય છે અને અનાદિકાળ સુધી યથાવત્ રહે છે. Oi (f) છR - સ્થાપર્વ () (અસ્થિરાદિ છ અશુભ કર્મપ્રકૃતિરૂપ નામકર્મનો એક ભેદ) અષ્ટકર્મ અંતર્ગત આવતા નામકર્મમાં 1. અસ્થિર 2. અશુભ 3. દુર્ભગ 4. દુઃસ્વર 5. અનાદેય 6, અપયશ. આ છ અશુભ કર્મપ્રકૃતિઓ અસ્થિરપર્ક નામે ઓળખાય છે. જયારે પણ આ કર્મોનો ક્ષયની પ્રક્રિયા થાય છે ત્યારે આ છએ છ પ્રકૃતિઓનો એક સાથે ક્ષય થતો હોય છે. અસ્થિ (f) જOTE () - Dરનામનું(૨) (જે કર્મના ઉદયથી જીવને આંખની પાંપણ, કાન, જીભ વગેરે અંગોની ચપળતા પ્રાપ્ત થાય છે તે, નામકર્મનો એક ભેદ). જે કર્મના ઉદયે જીવને આંખ, ભ્રમર, જીભાદિ અવયવોની ચપળતા પ્રાપ્ત થાય તે અસ્થિર નામકર્મ કહેવાય છે. આપણે જે જીભનું હલનચલન કરી શકીએ છીએ, શરીરમાં લોહીનું પરિભ્રમણ થાય છે તે બધું આ અસ્થિર નામકર્મને જ આભારી છે. 400