Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ ધનાસક્ત વ્યક્તિ ક્યારેય આત્મોન્નતિ તરફ જવાનો નથી. જગતનું હિત છે તો માત્ર ઉપદેશથી જ. આથી જ તો પરમાત્માએ સાડા ઓગણત્રીસ વરસ સુધી ધર્મદશનાનો ધોધ વરસાવ્યો. अत्थकप्पिय - अर्थकल्पित (पुं.) (આવશ્યકાદિ સૂત્રોને ભણેલો) બૃહત્કલ્પભાષ્યના પ્રથમ ઉદેશામાં કહેવું છે કે જે શ્રમણ છેદસૂત્રોને છોડીને આવશ્યકાદિ સૂત્રો ભણેલો હોય તે, સુત્રાર્થનો જ્ઞાતા થાય છે અને તે અન્યને ભણાવવાનો અધિકારી બને છે. જયારે છેદસૂત્રો ભણેલ હોવા છતાં જો તેની પરિણતિમાં ન આવ્યું હોય તો તે અન્યને ભણાવી શકતો નથી. પરંતુ જયારે સૂત્રો પરિણત થાય ત્યારે જ તે અન્યને ભણાવવાનો અધિકારી બને છે. અસ્થય - મર્થ છૂn (સ્ત્રી). (ધનકારક 2. હેતુકારક) અસ્થિર - ૩અર્થવર (કું.) (ધનાર્જન કરનાર, ધનોપાર્જનશીલ) આવશ્યકસૂત્ર પર મલયગિરિ મહારાજે રચેલી ટીકાના દ્વિતીય ખંડમાં કહેલું છે કે, વિચિત્ર સ્વભાવવાળા પ્રશસ્ત કર્મોના ક્ષયોપશમના કારણે ઉત્પન્ન થયેલ વિદ્યા-બુદ્ધિથી જે વ્યક્તિ ધનને પ્રાપ્ત કરવાના સ્વભાવવાળો હોય તે અર્થકર કહેવાય છે. ત્યાં - અર્થશા (સ્ત્રી.) (અર્થકથા, ધનસંબંધી વાત, લક્ષ્મીપ્રાપ્તિના ઉપાયોનું પ્રતિપાદન કરનારા વાક્ય પ્રબંધવાળી કથાનો પ્રકાર) એકમાત્ર ધનપ્રાપ્તિના ઉપાયરૂપ ધાતુવાદની સિદ્ધિ, વિઘાસિદ્ધિ વગેરેની ચર્ચા કે વાર્તાલાપને અર્થકથા કહેવાય છે. કેમ કે તે કથા માત્ર ધનપ્રધાન હોય છે. જૈનકુળમાં જન્મેલા શ્રાવકને દેરાસર, ઉપાશ્રયાદિ ધર્મ સ્થાનોમાં અને નિષ્પરિગ્રહી સાધુને સર્વથા આવી અર્થકથા કરવાનો નિષેધ કરવામાં આવ્યો છે. ૩થામય - અર્થો (ત્તિ.) (ધનની ઇચ્છાવાળો, ધનની વાંછા કરનાર) સંસારમાં રહેલા દેશવિરતિધર શ્રાવક માટે સર્વથા ધનનો ત્યાગ કરવો અશક્ય છે. માટે શાસ્ત્રકારોએ તેની આજીવિકાની ચિંતા કરીને કયા માર્ગેથી ધન કમાવવું તેનો પણ નિર્દેશ કરેલો છે. સાથે સાથે એ વાત પણ જણાવી દીધી છે કે શ્રાવકે એટલા જ ધનની વાંછા કરવી જેનાથી તેનો નિર્વાહ થઇ શકે, જેથી તેના ચિત્તની પ્રસન્નતા જળવાઇ રહે. કિંતુ તેનાથી અધિક ધનની વાંછા કરનાર ક્યારેય ધર્મારાધના કે આત્મિક સુખ પ્રાપ્ત કરી શકતો નથી. મારિયા - અશ્વિયા (.) (સુખ અને દુઃખનો ઉપભોગ 2. પદાર્થથી થવાવાળી ક્રિયા) બુદ્ધિશાળી પુરુષોએ એવા કાર્યમાં પ્રવૃત્ત થવું જોઇએ કે જે પોતાના પ્રયોજનને સિદ્ધ કરી આપે. નિષ્ફળ ક્રિયામાં પ્રવૃત્ત જીવ ક્યારેય પોતાના ઇચ્છિતને પ્રાપ્ત કરતો નથી. યોગશતકાદિ ગ્રંથોમાં પણ કહેવું છે કે યોગીપુરુષે કુશલ અનુબંધ કરાવનાર અનુષ્ઠાન આચરવું જોઈએ. अस्थकिरियाकारि (ण) - अर्थक्रियाकारिन् (त्रि.) (સુખ અને દુઃખનો ઉપભોગ કરનાર 2. પ્રયોજનને સિદ્ધ કરનારી ક્રિયા કરનાર) ફુસન - અર્થાશન (પુ.) (ધનોપાર્જનમાં પ્રવીણ 2. પ્રવચનકુશલ) ગૃહસ્થ માત્ર ધનોપાર્જનમાં જ કુશલ ન હોવો જોઈએ તે શાસ્ત્રોના અર્થનો જાણકાર પણ હોવો જોઈએ. જે સિદ્ધાંતો અને તેના અર્થને સારી રીતે જાણે છે તેને પણ અર્થકશલ કહેલો છે. જેમ ધનોપાર્જનને જાણનાર તેના માધ્યમથી ભૌતિક સુખની પ્રાપ્તિ કરે છે તેવી રીતે શાસ્ત્રોના રહસ્યોને જાણનાર પ્રવચનકુશલ શ્રાવક આત્મિક ઋદ્ધિને ભોગવે છે. 390