Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ अत्थधम्मब्भासाणवयेत्त - अर्थधर्माभ्यासानपेतत्व (न.) (અર્થધર્મથી બંધાયેલો એક પ્રકારનો સત્યવચનાતિશય) સ્થઘર - ૩અર્થઘર (6). (સૂત્રના અર્થને ધારણ કરનાર) જિનશાસનમાં પૂર્વના સમયે સૂત્રો લિપિબદ્ધ કરવામાં આવતા નહોતા. જો કોઇ સૂત્ર લખે તો તેનું પ્રાયશ્ચિત્ત લેવું પડતું હતું. એટલે શિષ્યો ગુરુ દ્વારા પ્રાપ્ત સૂત્રોને કંઠસ્થ કરતા હતા અને પછી તેના અર્થોનું જ્ઞાન પ્રાપ્ત કરી સુત્રાર્થના જ્ઞાતા બનતા હતા. એ અર્થમાં આગમોમાં કહેવાયું છે કે, સાધુઓએ પ્રથમ સૂત્રાર્જન કરવું પછી અથર્જન કરીને તદુભયાન્વિત થવું. अत्थपज्जय - अर्थपर्याय (पुं.) (પદાર્થના એકદેશના પ્રતિપાદક પર્યાય, અર્થરૂપ પર્યાય 2. જે અર્થના વિષયને જાણે તે) अत्थपडिवत्ति -- अर्थप्रतिपत्ति (स्त्री.) (અર્થનું જ્ઞાન, પદાર્થનો બોધ) સૂત્રોનું વિસ્તૃતીકરણ એટલે અર્થનું કથન. પરમાત્માએ દેશનામાં કહેલા વિશાળ અને ગહન અથના બોધ માટે ગણધર ભગવંતો તે અર્થોના સંક્ષેપીકરણભૂત સૂત્રોની રચના કરે છે, પછી શિષ્ય પરંપરા તેનું અધ્યયન કરે છે. અભ્યાસ ભલે સૂત્રોનો કરવાનો હોય, પરંતુ ચિંતન તો પદાર્થોનું જ કરવાનું હોય છે. આ ચિંતન ત્યારે જ શક્ય બને છે જ્યારે પદાર્થોનો બોધ થયેલો હોય. Wપ - અર્થાત્ () (ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત સતુ ઇત્યાદિની જેમ અર્થપ્રધાન પદ) વિશેષાવશ્યક ભાષ્યમાં જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ ભગવંતે કહેવું છે કે જે પદાર્થમાં ઉત્પત્તિ, વિનાશ અને ધ્રુવતા આ ત્રણ ગુણધર્મો રહેલા હોય તે જ સતુ છે. આવા અર્થનું પ્રતિપાદન કરનારા પ્રધાન પદ હોય તેને અર્થપદ કહેવાય છે. अथपिवासिय - अर्थपिपासित (त्रि.) (ધનની આકાંક્ષાવાળો, અપ્રાપ્ત દ્રવ્યની પ્રાપ્તિની તૃષ્ણાવાળો) ભગવતીસૂત્રના પંદરમાં શતકના પ્રથમ ઉદ્દેશામાં અથપિપાસિત શબ્દની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે “મપ્રસાઈવિષા-સાતિને' અર્થાત જે પદાર્થ પ્રાપ્ત નથી થયો અથવા પ્રાપ્ત થવાનો જ નથી તેવા પદાર્થોની તીવ્ર વાંછા તે અર્થપિપાસા છે. આવી અર્થપિપાસા ક્યારેય શાંત થઈ નથી અને થવાની પણ નથી માટે તેની અપેક્ષા રાખનાર હંમેશાં દુ:ખી જ થાય છે. અસ્થપરિક - અર્થપુરુષ (પુ.). (ધનાર્જન માટે તત્પર થયેલા પુરુષનો એક ભેદ) ગૌતમકુલકમાં કહેલું છે કે, ‘સુદ્ધા નામન્થા હરિ' જે લોભી પુરુષ હોય છે તે નિયમા ધનાર્જનમાં જ રચ્યા-પચ્યા રહેતા હોય છે. દિવસ-રાત, ભૂખ-તરસ, ધર્મ-પરિવાર તેઓ માટે ગૌણ હોય છે. મુખ્ય હોય છે એકમાત્ર પૈસો. મમ્મણ શેઠની જેમ તેઓ પોતાના શરીર પ્રત્યે પણ નિમહી હોય છે. શાસ્ત્રમાં આવા પુરુષોને અર્થપુરુષ કહેલા છે. માથપુર - પૃથર્વ (જ.) (કિંચિત્ ભિન્નાર્થવાળું સૂત્ર, સુત્રાર્થ લક્ષણ ઉભયરૂપ શ્રુતજ્ઞાનમાં અર્થનું ભિન્નત્વ હોય તે) अत्थपुहुत्त - अर्थपृथुत्व (न.) (જીવાદિ પદાર્થોના વિસ્તારવાળું શ્રુતજ્ઞાન, સામાન્ય શ્રુતજ્ઞાન) આગમો ઉપર પૂર્વાચાર્યોએ વિવિધ પ્રકારની ટીકાઓ રચી છે. વિશિષ્ટ પ્રતિભાઓના સ્વામી એવા શ્રમણોએ આગમ પદાર્થોને ખોલવા માટે બ્રહતુ ટીકાઓનું નિર્માણ પણ કરેલું છે. આગમોની ટીકાઓમાં આચાર્ય મલયગિરીજી મહારાજની ટીકાને અતિવિસ્તૃત ગણવામાં આવે છે. તેઓએ પોતાની ટીકાઓમાં આગમાર્થને સમજાવવા ઘણા બધા શબ્દોનો અને દષ્ટાંતોનો પ્રચુરમાત્રામાં ઉપયોગ કરેલો છે. તેમની ટીકાઓમાંથી જીવાદિ પદાર્થોનો વિસ્તારથી અવબોધ પ્રાપ્ત થાય છે. 393