Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ अत्तट्ठकरणजुत्त - आत्मार्थकरणयुक्त (त्रि.) (આત્માનું હિત કરનાર કારણોથી યુક્ત) જે યોદ્ધાના હાથમાં હથિયાર હોય તે નિર્ભીક બનીને યુદ્ધ લડી શકે છે. કેમ કે તેને ખબર છે કે જયાં સુધી મારા હાથમાં હથિયાર છે ત્યાં સુધી હું ગમે તેવા શત્રુને પહોંચી વળી શકું તેમ છું. તેમ જે જીવ પાસે આત્માનું હિત કરનાર દેવ-ગુરુ અને ધર્મરૂપી કારણો હોય તેને કર્મોનો ડર ક્યાંથી લાગે? अत्तट्ठगुरु - आत्मार्थगुरु (त्रि.) (પોતાના પ્રયોજનવાળો, પોતાના સ્વાર્થમાં ગુરુ-અવ્વલ છે તે, સ્વાર્થનિષ્ઠ) अत्तटुचिंतग - आत्मार्थचिन्तक (पुं.)। (માત્ર પોતાનું જ વિચારનાર, પોતાના અર્થનું ચિંતન કરનાર 2. પરિહારતા પ્રતિપન્નનું માત્ર આત્માર્થે ચિન્તન) મઠ્ઠિય - માત્માથ૪ (ત્રિ.) (માત્ર પોતાના માટે કરેલું હોય તે, પોતાનું કરેલ અન્નાદિ) અત્તતા - માત્મતા (સ્ત્રી) (આત્માનું અસ્તિત્વ, આત્માની હયાતી 2. પોતે કરેલા કર્મનું પરિણામ) પિતા પ્રજાપાલે જ્યારે મયણાને પૂછ્યું કે, બોલ તું આપકર્મી કે બાપકર્મી ત્યારે તેણે જરાપણ ગભરાયા વિના બેધડકપણે કહી દીધું કે હું આપકર્મી છું, હું આજે જે પણ હું તે મારા પોતાના ઉપાર્જિત કર્મોના પરિણામે છું. તમે મારા પૂજય અને ઉપકારી ખરા. કિંતુ મેં જે પણ કળા વગેરે પ્રાપ્ત કરી તેમાં મોટો ભાગ મારા કર્મોએ જ ભજવ્યો છે આપે નહિ. આતા - માભિત્રા (જ.) (આત્મરક્ષા, આત્માનું રક્ષણ) આત્મરક્ષાનો મતલબ બીજાને ભૂલીને માત્ર પોતાનું રક્ષણ કરવું એવો નથી થતો. આત્મરક્ષાનો અર્થ છે દુષ્ટ અધ્યવસાયો, દુષ્ટ કર્મો અને દુષ્ટ સંગતિઓના વાતાવરણથી પોતાના આત્માને દૂર રાખીને સન્માર્ગમાં જોડવો. આત્મરક્ષા કરનાર બીજાની રક્ષા પણ કરી જાણે છે. अत्ततासंवुड - आत्मात्मसंवृत (त्रि.) (આત્મા વડે આત્મામાં લીન થયેલું) अत्तदुक्कडकारि (ण)- आत्मदुष्कृतकारिन् (त्रि.) (સ્વદુષ્કૃત કરનાર) સૂયગડાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના આઠમાં ઉદેશામાં કહેવું છે કે જે જીવદુરુમતિપૂર્વક પાપાચારોમાં પ્રવર્તે છે. તેવો સ્વદુષ્કતકારી જીવ કષાયનિમિત્તે લાગતા આઠ કર્મોનો બંધ કરે છે. સાથે સાથે તે જીવ માત્ર બીજાનું જ નહીં કિંતુ પોતાનું ખુદનું પણ અહિત કરે છે. अत्तदोस - आत्मदोष (पुं.) (પોતાનો અપરાધ, સ્વદોષ, પોતાની ખામી) ગૌતમબુદ્ધે પોતાના ઉપદેશમાં કહેવું છે કે, “અરવિ મવ' અર્થાત હે આત્મન ! તું ખુદ તારા આત્માનો દીપક બન. તું બીજાની અપેક્ષા ન રાખીશ. કારણે કે કોઇ બીજો આવીને તારા ગુણ-દોષ કહે તેના કરતાં તું સ્વયં જ વધારે સારી રીતે પોતાના આત્માના ગુણો અને ખામીઓને જાણી શકે છે. જરૂર છે માત્ર આત્મચિંતન કરવાની. अत्तदोसोवसंहार - आत्मदोषोपसंहार (पुं.) (પોતાના દોષોને દૂર કરવા-અટકાવવા તે 2. 3 યોગસંગ્રહમાંનો ર૧મો સ્વકીય દોષ નિરોધ લક્ષણ યોગ). કર્માધીન જીવની અનાદિકાલીનવૃત્તિ દોષો તરફ જ ગતિ કરવાની છે. પરંતુ સ્વપુરુષાર્થબળે જીવ પોતાના દોષોને અટકાવીને સન્માર્ગ તરફ પ્રવૃત્તિ કરી શકે છે. શાસ્ત્રમાં દ્વારિકા નગરીના જિનદેવનું દૃષ્ટાંત આવે છે. તેના શરીરમાં અસાધ્ય રોગ ઉત્પન્ન થયો. વૈદ્યોએ કહ્યું કે આ રોગ મટાડવાનો એક જ ઇલાજ છે માંસભક્ષણ. જિનધર્મને પામેલા તે શ્રાવકે કોઇપણ સંજોગોમાં તે દોષને 384