Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ નાસા - મામmષ% () (આત્મચિંતક 2. ચારિત્રરૂપી આત્માનો ગવેષક). ઉત્તરાધ્યયનસૂત્રમાં કહેલું છે કે જે શ્રમણ સંયમરૂપી આત્માનો ગવેષક છે તે ક્યારેય પણ ચિકિત્સાકર્મની ઈચ્છા કરતો નથી, ગમે તેવા કષ્ટો કે વિનો આવે તો પણ તેને સમતાપૂર્વક સહન કરે છે તથા હિંસાપ્રચુર એવા યજ્ઞ-યાગાદિને સ્વયં કરતો નથી કે અન્ય પાસે કરાવતો પણ નથી. સત્તાધિ() - માસ () મન (ઈ.) (મુમુક્ષુ, મોક્ષમાર્ગમાં ચાલનાર મુનિ) સૂત્રકૃતાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના દસમા અધ્યયનમાં કહેલું છે કે, “પુન લૂથા મન મત્તાની' અર્થાત્ સર્વજ્ઞોપદિષ્ટ માર્ગમાં ચાલનાર મુનિએ અસત્ય બોલવું ન જોઈએ. કેમ કે નાનકડો પણ મૃષાવાદ સાધુને મોક્ષમાર્ગથી ભ્રષ્ટ કરે છે. સત્તપુર - માત્મકુળ (ઈ.) (બુદ્ધિ સુખ-દુઃખાદિ જીવના ગુણવિશેષ) ચેતનદ્રવ્યને તેના આત્મગુણો જડદ્રવ્યથી જુદા પાડે છે. કેમ કે રાગ-દ્વેષ-ઈષ્ણ-સુખ-દુઃખ-ધર્મ-અધર્માદિ સંસ્કારો માત્રને માત્ર જીવમાં જ હોય છે. સુખ-દુઃખ વગેરેની લાગણીઓ ક્યારેય પણ ચેતનારહિત જડપદાર્થમાં સંભવતી નથી. મોહાદિના કારણે જીવ નરક વગેરે દુર્ગતિઓમાં જતો સાંભળ્યો હશે. પરંતુ જડદ્રવ્યને દુર્ગતિમાં જતો ક્યારેય પણ જોયો કે સાંભળ્યો છે ખરો? માઁધત - આત્મન્તિ (!). (આત્મચિંતક 2. સ્વાર્થી) જે માત્ર પોતાના આત્માનું જ વિચારે તે આત્મચિંતક કહેવાય છે. વ્યવહારસૂત્રમાં બે પ્રકારના આત્મચિંતક કહેલા છે. 1. પોતાના આત્માની વિશિષ્ટ શુદ્ધિને અર્થે જિનકલ્પ કે યથાલંદકાદિ કલ્પ સ્વીકારવા માટે ઉદ્યત થયેલા મુનિ તથા 2. ગચ્છ કે સમુદાયમાં રહેવા છતાં પણ સર્વનો વિચાર કરવાના બદલે માત્ર પોતાના સ્વાર્થનો જ વિચાર કરીને તે પ્રમાણેનું વર્તન કરનારા મુનિ. આ બન્ને પ્રકારના સાધુને અયોગ્ય એટલે કે આત્મચિંતક કહેલા છે. મત્ત - માત્મક (ઈ.) (સૂત્રકૃતાંગસૂત્રના પ્રથમ ઉદેશામાં કહેલા આત્મષષ્ઠવાદી મત) જેવી રીતે એક વૃક્ષની અનેક ડાળીઓ હોય છે તેમ પરમાત્માની સ્યાદ્વાદવાણીરૂપી વૃક્ષની અનેક દર્શનોરૂપી ડાળીઓ થયેલી છે. પોતાનો પંથ ચલાવવા માટે ઘણા બધા લોકોએ નવા નવા સિદ્ધાંતો સ્થાપીને પોતાનો ધર્મ ઊભો કર્યો છે. આવા અનેક વાદીઓમાં એક મત આત્મષષ્ઠવાદીનો છે. આત્માને એકાંતે નિત્ય માનનારા તેઓ પંચમહાભૂતની સાથે છઠ્ઠા તત્ત્વ તરીકે આત્માને પણ માને - અાત્મસ્થ (ત્રિ.) (આત્મામાં રહેનાર, આત્મામાં રહેલું) વ્યક્તિએ બહાર નજર દોડાવવાની જગ્યાએ પોતાના આત્માની અંદર દષ્ટિ નાંખીને આત્મખોજ આદરવાની જરૂર છે. જો એકવાર આત્મામાં રહેલા આનંદનો ખજાનો હાથ લાગી જાય, ત્યારપછી તો તેને મૂડ ફ્રેશ કરવા માટે બહારના પ્રસાધનોની જરૂર ક્યારેય પડવાની નથી. *આત્માર્થ (જિ.) (આત્માનો અર્થ જેમાં રહેલો છે તે, મોક્ષ, સ્વર્ગ 2. સ્વાર્થ) માણસ ભગવાન પાસે હંમેશાં પોતાના માટે જ માગતો હોય છે. તે ક્યારેય પણ બીજા માટે વિચારતો જ નથી. માત્રને માત્ર પોતાના જ વિચારો. અરે ભાઇ ! કોઇક દિવસ બીજા કોઇ માટે પણ માગી તો જુઓ, દેખો પછી કેવો આનંદ આવે છે. જીંદગીમાં તમારે પોતાના માટે ક્યારેય માગવુ જ નહીં પડે. 383