Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ મારિય - પ્રતિ (fz.) (ઉતાવળરહિત, ધીમું, અત્વરિત) પ્રભુ મહાવીર જયારે માતા ત્રિશલાદેવીની કુક્ષિમાં પધારે છે તે પ્રસંગનું કલ્પસૂત્રમાં ખૂબ સુંદર વર્ણન કરાયેલું છે. પ્રભુના ગર્ભમાં અવતરણ થવાથી માતાને 14 મહાસ્વપ્રો આવે છે. તે પછી પ્રાતઃ કાળે માતા ત્રિશલા મહારાજા સિદ્ધાર્થને તે જણાવવા પોતાના આવાસથી નીકળીને જાય છે. તે કેવી ગતિએ જાય છે તેનું વર્ણન કરતા કહે છે કે માતા ચપલતારહિત, ત્વરા રહિત, સંભ્રમ રહિત, વિલંબ રહિત જેમ રાજહંસી ગમન કરે તેવી ગતિએ મહારાજાની પાસે ઉપસ્થિત થાય છે. ચતુરિયા - અતિતિ (કિ.) (અત્વરિત ગતિવાળું, ઉતાવળરહિત ગમન કરનાર, માયાથી લોકોને પ્રસન્ન કરવા માટે મંદગતિએ જનાર) વિમસિ () - ત્વરિતાપિન(ત્તિ.). (શાંતિપૂર્વક બોલનાર, ઉતાવળે ન બોલનાર, ધીમું બોલનાર) સાધુ ભગવંતોની વાણી કેવી હોય? તે માટે આચારાંગજીમાં કહેવાયું છે કે, મુનિની વાણી ત્વરારહિત હોય, તેઓ સામાન્યપણે. બોલતા હોય કે પ્રવચન આપતા હોય પણ તેઓની વાણી ન તો ઊંચા અવાજે હોય કે ન ઉતાવળી હોય, શાંત પ્રવા હોય. લોકો સારી રીતે ગ્રહણ કરી શકે તેવા પ્રકારે બોલાતી હોય તથા શબ્દશાસ્ત્રના નિયમાનુસાર બોલાતી હોય છે. સાતુન - અતુત (સિ.) (જેની તુલના ન કરી શકાય તેવું, અતુલનીય, અસાધારણ) વીતરાગ સ્તોત્રમાં હેમચંદ્રાચાર્યજી મહારાજ ફરમાવે છે કે, વીતરાગ પ્રભુના સૌભાગ્યની તુલના અન્ય દેવો સાથે કરી શકાય તેમ નથી, કારણ કે જઘન્યથી એક કોટિ દેવોની સેવના, ચોત્રીસ અતિશયો અને વાણીના પાંત્રીશ ગણો વગેરે ઉત્કૃષ્ટ ઋદ્ધિ અન્ય દેવદેવીઓની પાસે ક્યાં? નથી જ માટે. મત્ત - માત્ત (ત્રિ.) (ગ્રહણ કરાયેલું ૨.ગીતાર્થ) ભીમો ભીમસેન' એ ન્યાયોક્તિથી જેમ ભીમ એવું ઉચ્ચારણ કરવાથી ભીમસેનનું ગ્રહણ થઈ જાય છે. તેમ અત્ત શબ્દથી આત્ત એટલે કે ગ્રહણ કરાયા છે જેમના વડે આગમસૂત્ર અને સૂત્રોનો બોધ તે આપ્તપુરુષો અર્થાત ગીતાર્થ ભગવંતો એવો અર્થ સમજવો. મામ્ (કું.) (જીવ, આત્મા 2. સ્વભાવ 3. પોતે, જાતે) માત્ર (ત્રિ.) (દુ:ખને હણનાર- સુખને આપનાર) ભગવતીજીસૂત્રમાં ભગવાન મહાવીરને પ્રભુ ગૌતમસ્વામીએ પ્રશ્ન કરેલો કે, “હે ભગવાન નારકીના જીવોના શરીરો આત્ર હોય કે અનાત્ર? અર્થાત્ તેઓના પુદ્ગલો દુ:ખનો પ્રતિકાર કરનારા અને સુખનો અનુભવ કરાવનારા હોય છે કે નહીં એમ પૃચ્છા કરી ભગવાન પાસેથી સમાધાન મેળવ્યું હતું. આH (ત્રિ.) (યથાર્થ જોનાર, રાગ-દ્વેષાદિ દોષોથી રહિત, સર્વજ્ઞ, વીતરાગ) સ્યાદ્વાદમંજરીમાં આપ્તની વ્યાખ્યા કરાઈ છે. તેમાં કહ્યું છે કે જે આણિ એટલે રાગ-દ્વેષ મહાદિ દોષોનો આત્મત્તિક ક્ષય તેવો ક્ષય જેને થયેલો હોય તે આપ્ત છે. જયારે દશાશ્રુતસ્કંધમાં કહેલું છે કે જે યથાર્થ દર્શનાદિગુણયુક્ત છે તે આપ્ત છે. તે જ વીતરાગ છે. માર્ત (વિ.) (દુઃખાર્ત, ગ્લાન). સૂત્રકૃતાંગસૂત્રમાં દુઃખાર્તની વ્યાખ્યા કરેલી છે. તેમાં લખ્યું છે કે જે પૂર્વમાં પોતે આચરેલા કઠિન કર્મોના ઉદયથી હવે વર્તમાનમાં તેના માઠા ફળોનો અનુભવ કરે છે તેવા જીવોને આર્ત કહેવાય છે. દુ:ખમાત્ર કે સુખમાત્ર પોતે આચરેલા કમને આધીન છે. 38.