Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ આજનો માનવી ખૂબ કમાઈને ધનના ઢગલા પર બેઠો હોય છતાં તમે તેને પૂછો કે ભાઈ! તને તો હવે ઘણો સંતોષ હશે. કારણ કે તારી પાસે અઢળક ધન સંપત્તિ છે. ગાડી, વાડી, લાડીને બંગલા છે. અનાપસનાપ ધંધો ચાલે છે માટે પરમ શાંતિ હશે કાં’ સામેથી જવાબ મળશે સંતોષની ક્યાં વાત કરો છો, હજુ તો ઘણો બધો કારભાર વિસ્તારવો છે. જુઓને છોકરાઓને ઠેકાણે પાડવાના છે. સરકારી બાબુઓ માનતા નથી. પેલા અંબાણી બંધુઓ કરતાં હું હજુ ઘણો પાછળ છું વગેરે વગેરે. સમજી ગયા. ધાર્યા કરતા ઘણું બધું મળી ગયું છતાં તૃપ્તિનો સદંતર અભાવ. માટે જ ભગવાને કહ્યું છે કે, યથાસ્ત્રો તથા નોહો...વ્યક્તિને જેમ જેમ લાભ થાય તેમ તેમ તેનો લોભ વૃદ્ધિ પામે છે. જો આકાશનો અંત હોય તો લોભનો અંત હોય. તિથિ - મતીર્થ (વ્ય.) (તીર્થકર દ્વારા તીર્થ સ્થાપિત કર્યા પહેલાનો સમય અથવા તીર્થ વ્યવચ્છેદ થયા પછીનો સમય, ચતુર્વિધ સંઘનો અભાવ) આ અવસર્પિણી કાળમાં ભગવાન ઋષભદેવ પ્રથમ તીર્થકર થયા. તેમણે સૌ પ્રથમ તીર્થની સ્થાપના કરેલી. એના પહેલા આ ભરતક્ષેત્રમાં અતીર્થની સ્થિતિ હતી અર્થાત્ ચતુર્વિધ સંઘની વ્યવસ્થા ન હોઈ જૈનધર્મનો સદંતર અભાવ હતો. નવમા અને દસમા તીર્થકર ભગવંતના અંતરાલ કાળમાં અસંખ્યકાળ સુધી તીર્થનો અભાવ રહ્યો હતો એમ કલ્પસૂત્રમાં ઉલ્લેખાયેલું છે. રિસ્થાપિત - તીર્થક્ષરસિદ્ધ (પુ.) (તીર્થંકરપદ પામ્યા વગર સિદ્ધ થયેલ, ગૌતમસ્વામીની જેમ સામાન્ય કેવળી થઈ સિદ્ધ થયેલ). પ્રત્યેક અવસર્પિણી અને ઉત્સર્પિણી કાળમાં તીર્થકરો તો ચોવીશ જ થાય છે. પરંતુ તેમનું શાસન પામીને આઠેય કર્મોનો ક્ષય કરી કેવળજ્ઞાન પામી મુક્તિએ જનારા અસંખ્ય ભવ્યાત્માઓ હોય છે. તે બધાને અતીર્થંકરસિદ્ધ કહેવામાં આવે છે. अतित्थसिद्ध - अतीर्थसिद्ध (पुं.) (તીર્થની સ્થાપના થયા પહેલાં મોક્ષે જનાર, ચતુર્વિધ સંઘરૂપ તીર્થના અભાવમાં સિદ્ધ થાય તે, મરુદેવીમાતાદિ અતીર્થસિદ્ધ) આ અવસર્પિણી કાળમાં સૌ પ્રથમ મોક્ષ મેળવનારા રત્નકુક્ષિ મરુદેવી માતા થયા. તેઓની ભવિતવ્યતા કેટલી સુંદર હતી કેનિગોદમાંથી નીકળીને સીધા જ વનસ્પતિનો એક ભવ કરી બીજા ભવે મનુષ્ય થયા અને એ જ ભવમાં કેવળી બનીને મોક્ષે પધાર્યા. ધન્ય છે મરુદેવી માતાના અદ્વિતીય સૌભાગ્યને ! તિસ્થાવUT - તિસ્થાપના (સ્ત્રી.) (ઉલ્લંઘના, ઓળંગી જવું તે) અતિદુવમ - તિરુવ (જ.) (અતિદુસહ, ઘણું દુઃખ, ઘણી અશાતા) મણિપુqધમ્મ - વિથ (ત્રિ.) (અત્યન્ત દુ:ખ આપવાનો જેનો સ્વભાવ છે તે નરકાદિ સ્થાન) સૂત્રકૃતાંગાદિ આગમ શાસ્ત્રોમાં નરકભૂમિઓનું વર્ણન મળે છે. તે સાંભળવા માત્રથી પણ હળુકર્મી જીવને કંપારી છૂટી જાય તેવું છે. જ્યાં એક પલકારો મારીએ તેટલા અલ્પસમયની પણ સુખશાતા નથી. પાપી જીવને અવિરત દુ:ખદુઃખને માત્રદુઃખનો જ અનુભવ કરાવવાનો જેનો સ્વભાવ છે તેવી આ ભૂમિઓને અતિદુઃખધર્મા કહી છે. મતિયુ - તિધૂત (ત્રિ.) (ઘણા કર્મોવાળો, ભારેકર્મી, બહુકર્મી-જીવ) જેને મોક્ષે જવામાં ઘણીવાર છે અથવા જે કદાપિ મોક્ષે જવાનો નથી. તેવા અભવ્ય જીવો કે ભવાભિનંદી જીવોને વળગેલા કર્મોનો જથ્થો ઘણો મોટો, બહુભારી, વિપુલ પ્રમાણવાળો હોય છે. વળી તે અનુબંધવાળો હોય છે. તેથી ક્યારેય પણ તે સીઝતો નથી. મગશેલીયા પથ્થરના સ્વભાવ જેવું તેનું જીવદળ સમજવું. કતિપૂર્ત (ત્તિ.) (ભારેકર્મી, બહુલકર્મી) જેના કર્મો અતિકઠણ હોય તેવા જીવોનું આચરણ પણ અતિકઠોર જ હોય છે. કદાચ સદ્ગુરુ તેની ઉપર કૃપા કરે અને તેને તારવાના 379