Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ મરડવાઇસ - કાત્યોપચાર (કું.) (ઉદાહરણ 2. દોષ 3. ઉપન્યાસનો એક ભેદ, જેમાં આત્માનો ઉપન્યાસ થાય-નિવેદન થાય તે) શ્વાસોશ્વાસની પ્રક્રિયા વગરના એકેન્દ્રિયાદિ જીવોના અસ્તિત્વના વિષયમાં દૃષ્ટાંતના માધ્યમથી સ્થાપના કરાય તે આત્માપન્યાસ કહેવાય છે. આ વાતને દશવૈકાલિકસૂત્રમાં તળાવ વિશેષ અને પિંગલ સ્થપતિનું ઉદાહરણ આપીને સિદ્ધ કરવામાં આવી છે. મરા- માત્મજ્ત (ત્રિ.) (પોતાનું કરી સ્વીકારેલું, પોતાનું છે તેમ રાખેલું) બૃહત્કલ્પસૂત્રમાં સાધ્વાચારની કરેલી વિસ્તૃત વિવેચનામાં ગોચરીની પણ બાબતોની ખાસી ચર્ચા કરાયેલ છે. તેમાં સાધુ દ્વારા લાવેલી ગોચરી પર આચાર્ય ભગવંતનો અધિકાર હોય છે. તેમની અનુજ્ઞા થયા પછી અન્ય સાધુભગવંતોની ભક્તિ કરીને મુનિ પોતે આહાર કરે છે. લાવેલી ગોચરીમાં આ સારી વસ્તુ છે માટે હું રાખી મૂકું પછી ખાઈશ એમ ચિંતવી મુનિ પોતાનું કરી મૂકી. રાખતા નથી. અત્તમ - માર્ક (જ.) (પોતાનું દુષ્કૃત્ય, પોતાનું દુશ્ચરિત્ર, જેનાથી પોતાનો આત્મા પાપકર્મે લેપાય તેવું કમ) પિંડનિર્યુક્તિ અને દશવૈકાલિકસુત્રમાં આત્મકર્મની વિસ્તૃત ચર્ચા કરીને તેની ચતુર્ભગી દર્શાવી છે. દુશ્ચરિત્રાત્માનું વર્ણન કરતા શાસ્ત્રકારે કહ્યું છે કે, જેમ ચોર પોતાના ચીર્યકર્મના કારણે સતત ઉદ્વિગ્ન રહેતો હોય છે. તેને ચારે બાજુથી ભય સતાવતો રહે છે. તેમ આધાકર્મી અશનાદિ ભોગવનાર સાધુ સતત આઠેય પ્રકારના કર્મોથી ખેંચાયેલો કરણ-કરાવણ-અનુમોદન દ્વારા કર્મમળથી લપાતો રહે છે. માટે જેનાથી આઠેય પ્રકારના કર્મોનું આવરણ થાય તેવા અત્મકર્મનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. સત્તા - માત્મા (જિ.) (આંતરિક, આત્મિક) આચારાંગસૂત્રમાં એક પાઠ આવે છે કે, “જે મળ્યું ના રે સળં ના?’ અને ‘ને સä ના સેમi ના gi' અર્થાત જે પોતાના આત્માને જાણે છે તે આખા જગતને જાણે છે અને જે આખા જગતને જાણે છે તે પોતાના આત્માને જાણે છે. વ્યક્તિ આખી દુનિયાને ઓળખવામાં પોતાના આંતરિક આત્માને ઓળખવાનું ભૂલી જાય છે. એટલું જ નહીં, દુનિયાને ઓળખવાની લ્હાયમાં પોતાની જીંદગી પૂરી થઈ જાય છે તે પણ ખબર નથી પડતી. એટલો સમય પોતાના આત્મિક ગુણોને ઓળખવામાં કાઢયો હોત તો દુનિયાને ઓળખવાની શી જરૂરત હતી? તે તો આપોઆપ ઓળખાઈ જ જાત. સત્તાવેસUT - માર્તનવેષ() (ઔપચારિક વિનયનો એક ભેદ, આર્ત-દુ:ખીજનની ગવેષણા-ખોજ) વ્યવહારસૂત્રના પ્રથમ ઉદ્દેશામાં આતંગવેષણને ઔપચારિકવિનયનો એક ભેદ ગણવામાં આવેલો છે. કોઇ ધનના અભાવમાં આપત્તિમાં પડેલી હોય તેવા જીવને જોતા જ તેના દુઃખમાં સહભાગી થવાના ભાવથી દ્રવ્યાદિની પ્રાપ્તિ કરાવી આપવી તે આર્તગવેષણ છે. अत्तगवेसणया - आर्तगवेषणता (स्त्री.) (દુઃખી અને ગરીબ માણસોની શોધ કરવી તે) ગાંધીજીનું એક પ્રિય ભજન છે, વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે’ સાચો વિષ્ણુભક્ત તો તે છે જે બીજાના દુઃખોને જાણે અને તેને દૂર કરવાના પ્રયત્નો કરે. બાકી તો માત્ર જન્મે જ વૈષ્ણવ છે. જો લૌકિકધર્મમાં દયાનું આટલું મહત્ત્વ છે તો વિચારી જુઓ કે, લોકોત્તર જિનધર્મમાં પરોપકાર માટે કેટલું મહત્ત્વ હશે. શાસ્ત્રમાં તો યાવત્ ત્યાં સુધી કહેલું છે કે શ્રાવકે દુ:ખી જીવોની ગવેષણા કરવી અને કોઇ પીડિત દેખાઈ આવે તો તેના દુ:ખને દૂર કરવાના બધા જ ઉપાયો કરે. સમા (8) નવેષતા (સ્ત્રી) (લોકોપચાર વિનયનો એક ભેદ) 382