Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ अणेगचित्त - अनेकचित्त (त्रि.) (અનેક વિચારવમળોમાં ફસાયેલું ચિત્ત, ચંચળચિત્ત છે જેનું તે) પૂર્વેનું ભારત માત્ર પૈસાથી જ સુખી નહોતું કિંતુ એ સમયના લોકોના જીવનમાં ચિત્તપ્રસન્નતા પણ હતી. તેનું એક કારણ એ પણ હતું કે, લોકોમાં જાતિગત ધંધા-વ્યાપારની પદ્ધતિ જ ચાલતી હતી. જેમ કે રાજપૂતોની કરણી રાજ્ય કારભાર, વણિકોની આજીવિકા વ્યાપાર તેમ દરેક જાતિ-કોમના જુદા-જુદા આજીવિકાના ધંધા બંધાયેલા હતા. આથી કોઈને લાલસા હતી જ નહિ, જયારે આજે એક વ્યક્તિ અનેક પ્રકારના વ્યાપાર કરે છે. આથી તેનું ચિત્ત અનેક ઠેકાણે બંધાઇ ગયું છે. આવા અનેકચિત્તવાળાને શાંતિ ક્યાંથી મળે? સોનE - વામન () (અનેક ભવ, અનંત ભવ) જેવી રીતે સૂર્ય અને ચંદ્ર ક્યારથી ઊગે છે, દિવસ-રાતની સૌ પ્રથમ શરૂઆત ક્યારથી થઈ વગેરે કહી શકાતું નથી, તેમ આ સંસારમાં આપણો જન્મ સૌ પ્રથમ ક્યારે થયો તે કહી શકાય નહીં. અનાદિકાળથી આપણા જન્મ-મરણ ચાલ્યા જ આવે છે. અત્યારે પણ સંસારમાં આપણી હયાતી છે તે જ પુરવાર કરે છે કે અનંતા ભવોથી આ સંસારમાં આપણે રઝળી રહ્યા છીએ. ચાલો હવે તો આ ચક્રને અટકાવવાનો પ્રયત્ન શરૂ થઇ જવો જ જોઇએ. મોગની - મને વનવ (ત્રિ.) (અનેક જીવો છે જેમાં તે પૃથ્વી). પ્રત્યેક સ્થાવર એકેંદ્રિય જીવો સ્વતંત્ર હોવા છતાં તેઓ સમૂહમાં એક સાથે વસતા હોય છે. આથી જ તો દશવૈકાલિકસૂત્રમાં કહેલું છે કે, પૃથ્વીકાયાદિ જીવો સ્વતંત્ર સત્તાવાળા હોવા છતાં પણ એક જ શરીરમાં તે અનેક જીવો સાથે રહેતા હોય છે. अणेगजोगधर- अनेकयोगधर (पुं.) (લબ્ધિધર, લબ્ધિને ધારણ કરનારું) પ્રવચન સારોદ્ધારાદિ ગ્રંથોમાં અનેક પ્રકારની લબ્ધિઓની વાત આવે છે. આ લબ્ધિઓ સંયમજીવનની નિર્મલ આરાધના અને કેટલીક કષ્ટસાધ્ય સાધનાઓથી પ્રાપ્ત થતી હતી. યાદ રાખવા જેવી વાત છે કે, લબ્ધિઓને ધારણ કરનારા એ મહાપુરુષો તેનો ઉપયોગ હંમેશાં શાસનની રક્ષા અને પરોપકાર માટે જ કરતા હતા. તેઓ પોતાના માટે ક્યારેય તેનો દુરુપયોગ કરતા નહોતા. માક્ષર - મશરૂષ (ત્રિ.). (અનેક પ્રકારના મત્સ્ય છે જેમાં તે). ચેનલ પર સમુદ્રમાં વસતા વિવિધ જળચર જીવોની દુનિયા બતાવવામાં આવે છે. સમુદ્રમાં રહેલી અનેક પ્રકારની જાત-જાતની માછલીઓ અને જીવો જોઇને આપણે ટીવી ચેનલને પ્રશંસીએ છીએ. પરંતુ કાન ખોલીને સાંભળી લો! ચેનલોવાળા જે બતાવી રહ્યા છે તે વાતો તો પરમાત્માએ આજથી પચ્ચીસસો વર્ષ પૂર્વે કહેલી છે. આપણા શાસ્ત્રોમાં પણ વાત આવે છે કે, બંગડી અને નળીયાના આકારને છોડીને દરેક આકારના મત્સ્યજીવો જળ-સમુદ્રમાં રહેલા છે. अणेगणरपवरभुयऽगेज्झ - अनेकनरप्रवरभुजाग्राह्य (त्रि.) (અનેક મનુષ્યોની વિશાળ ભુજાઓથી પણ જે પકડી ન શકાય તે, માપી ન શકાય તેવું વિશાળકાય વૃક્ષ) એક નાનકડા તલ જેવડું દેખાતું બીજ ભવિષ્યમાં એટલું વિશાળ વટવૃક્ષ બની જાય છે કે તેનું થડ અનેક મનુષ્યોની ભુજાઓને ભેગી કરીએ તો પણ બાથમાં ન આવી શકે. અર્થાત એક નાનકડા બીજમાં આટલી વિશાળતાની તાકાત છૂપાયેલી છે. તેવી જ રીતે શ્રીજિનેશ્વરદેવ કથિત એક નાનકડી આરાધનામાં એટલી બધી તાકાત છે કે પહાડ જેવડા મોટા કર્મોના પણ ભાંગીને ભુક્કા કરી નાખે. સમજી રાખો કે, અણુ જેવા જીવાત્મામાં પણ વિરાટ સ્વરૂપ છૂપાયેલું હોય છે. अणेगणाम - अनेकनामन् (न.) (અનેક પર્યાય, અનેક નામ) જૈનો અનેકાંતદર્શનમાં માને છે. તે દરેક પદાર્થને ત્રણ રીતે જુએ છે. દ્રવ્ય, ગુણ અને પર્યાય. જગતમાં રહેલો દરેક પદાર્થ દ્રવ્ય છે. 351