Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ ચાણક્યને ખબર પડતાં તેઓએ બુદ્ધિથી તે વચ્ચેથી જ આહાર ગ્રહણ કરનાર સાધુને પડ્યા. જ્યારે સાધુએ હ્યું કે જૈન હોવાના નાતે તમારી ફરજ આચાર્યની રક્ષા કરવાની છે જે તમે ભૂલી ગયા. ત્યારે રાજા અને મંત્રી બન્નેના મસ્તક શરમથી ઝૂકી ગયાં.. ૩vલા - મચાર (2) (ભોજનાદિનું અન્યને આપવામાં આવતું દાન) अण्णधम्मिय - अन्यधार्मिक (पं.) (અન્યધર્મી, મિથ્યાષ્ટિ, પરધર્મી) મોક્ષ જેવા લોકોત્તર અને શાશ્વત સુખને આપવાની ક્ષમતાવાળા સદનુષ્ઠાનો કરીને માત્ર દેવલોકના કે રાજાના સુખોની વાંછા કરવી તે નરી મુખમી જ કહેવાય. કેમ કે તમે જે દેવલોકની ઇચ્છા રાખો છો ત્યાં પણ અહીંની જેમ રાગ-દ્વેષ, ઇર્ષ્યા, સાચું ખોટું, હિંસા,મારામારી વગેરે હોય જ છે. ત્યાં પણ અહીંના જેવો બીજો સંસાર જ છે. આથી સંસારને તારનાર આરાધનાઓના માધ્યમથી સંસારની માગણી કરવાનું છોડીને મોક્ષ જેવા સ્થાનની ઇચ્છા રાખવી જોઇએ. મU/પત્ત - Saura (ત્રિ.) (આહારમાં આસક્ત) જેવી રીતે આઠ કર્મોમાં મોહનીય કર્મ અતિભયાનક છે તેવી રીતે પાંચેય ઇંદ્રિયોમાં રસનેન્દ્રિય અતિભયાનક છે. રસનેન્દ્રિય જીવોને આહારલોલુપ બનાવે છે અને આહારમાં આસક્ત જીવો વિપુલકર્મનો બંધ કરે છે. માટે જ જિનશાસનમાં આહારવિજેતા બનવા માટે બાહ્ય અને અભ્યતર એમ બે પ્રકારના તપ કહેલાં છે. * ruત્ત (ત્રિ.) (અન્ય સ્વજનાદિમાં આસક્ત) પોતાના પુત્ર, પત્ની, માતા, પિતાદિના ભરણ-પોષણ માટે લૂંટફાટ, ચોરી વગેરે કરનાર વાલિયા લૂંટારાનું જીવન નારદ ઋષિના એક જ વાક્ય ફેરવી નાખ્યું. નારદમુનિએ વાલિયાને કહ્યું ભાઇ! તું તારા સ્વજનોમાં આસક્ત થઈને તેમના માટે જે મારધાડ કે વારનો ભાગ કેટલો? તું એકવાર તારા કુટુંબીઓને પૂછી જો . જયારે તેને તેની ધારણાથી વિપરીત જવાબ મળ્યો તે દિવસથી વાલિયો ચોર મટીને વાલ્મીકિ ઋષિ બની ગયો. અUTUર - ચાર (ત્રિ) (એક રૂપમાંથી અન્યરૂપે થનારું. જેમ એકાણુમાંથી કયાણુક યાણક તથા દ્વયાણકમાંથી એકાણુક થાય તેમ). આચારાંગસૂત્ર દ્વિતીય શ્રુતસ્કંધના બારમાં અધ્યયનમાં કહેલું છે કે, દ્રવ્ય અનેક પયયાત્મક હોવાથી તેનો બોધ વિવિધરૂપે થાય છે. જેમ અણુ એક હોવાથી એકાણુરૂપે ઓળખાતો હોય છે. તે જ અણુ જ્યારે બીજા અણુઓ સાથે જોડાય છે ત્યારે તે એકાણુક તરીકે ન ઓળખાતા દ્રવ્યણુક કે ચણુકરૂપે ઓળખાય છે. તેનો અન્ય સાથે સંયોગ થતાં પોતાના પૂર્વના રૂપનો ત્યાગ કરીને તે અન્યરૂપને ધારણ કરે છે. अण्णपरिभोग - अन्यपरिभोग (पु.) (ખાદ્યાદિ પદાર્થોનું સેવન કરવું તે, અન્નપ્રાશન) જ્યાં સુધી આપણને શરીર વળગેલું છે ત્યાં સુધી આપણો સંસાર છે અને જયાં સુધી સંસાર છે ત્યાં સુધી આપણે જીવન જીવવા માટે ખાદ્યાદિ પદાર્થોનો ઉપભોગ કરવો પડે છે. ખાદ્યપદાર્થોનું સેવન એટલું ભયાનક નથી જેટલો ભયાનક તેમાં ઉત્પન્ન થતો રોગ છે, ૩vપુog - મન્નપુથ (જ.) (અન્નદાનાદિથી પ્રાપ્ત થતું પુણ્ય, પુણ્યનો ભેદ) દાનધર્મ સર્વશ્રેષ્ઠ હોવાથી ચાર પ્રકારના ધર્મમાં દાનધર્મનું પ્રથમ સ્થાન છે. સ્થાનાંગસૂત્રના નવમા સ્થાનમાં કહેલું છે કે સુપાત્ર આત્માને વિશે કરેલું અન્ન વગેરેનું દાન તીર્થંકરનામકર્મ વગેરે પુણ્યપ્રકૃતિઓનો બંધ કરે છે. શાલિભદ્રજીએ પણ પૂર્વભવમાં કરેલા અન્નદાનના પ્રતાપે બીજા ભવમાં દેવલોક સમાન ઋદ્ધિઓને ભોગવી હતી. 364