Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ अण्णलिंगसिद्ध - अन्यलिङ्गसिद्ध (पुं.) (અન્ય લિંગે સિદ્ધ થયેલ, સંન્યાસીના વેશે સિદ્ધ થયેલો આત્મા) જૈનાગમગ્રંથોમાં સિદ્ધગતિને પામનારા જીવોના પંદર ભેદ બતાવેલા છે. તેમાં અન્યલિંગસિદ્ધનો એક ભેદ આવે છે. જે આત્મા જૈન સાધુવેશ સિવાયના અન્ય લિંગે એટલે કે દ્રવ્યથી વલ્કલ અથવા ભગવા વસ્ત્રો ધારણ કરેલા સંન્યાસીઓ વગેરે જે ભાવથી તો સત્યમાર્ગે જ હોય છે, તેઓ સર્વકર્મ ખપાવી મુક્તિને પામે છે ત્યારે તેના દ્રવ્યલિંગની અપેક્ષાએ તે અન્યલિંગસિદ્ધ કહેવાય છે. મroid - પ્રવ (ઈ.) (સમુદ્ર, જળયુક્ત, જળદાતા 2. સંસાર) વાચસ્પત્ય શબ્દકોશમાં અર્ણવના ઘણાબધા અર્થે કરેલા છે. તેમાં મુખ્ય અર્થ સમુદ્રની સાથે જળદાતા, સૂર્ય ઇન્દ્ર વગેરે અર્થે કરેલા છે. જ્યારે ઉત્તરાધ્યયનસૂત્રના પાંચમાં અધ્યયનમાં અર્ણવનો એક અર્થ છે દ્રવ્યથી સમુદ્ર અને બીજો છે ભાવથી સંસારરૂપ સમુદ્ર. મUUrd - ઋUવ (ત્રિ.) (સત્યાવીસમું લોકોત્તર મુહૂર્ત) અપાવવા - અચલેશ (કું.) (બીજાનું બહાનું કરવું તે, અન્યનું બતાવવું તે) પ્રવચનસારોદ્ધારમાં એક પ્રસંગે બતાવેલું છે કે, જ્યારે વસ્તુ હોવા છતાં ન આપવી હોય ત્યારે વ્યક્તિ “આ તો બીજાનું છે એમ બહાનું કાઢી લેતો હોય છે. જેમ કે સુંદર મજાની મીઠાઈ તૈયાર હોય અને સાધુ ભગવંત પધાર્યા હોય ત્યારે તે ગૃહસ્થ ન વહોરાવવાની બુદ્ધિથી ‘આ તો મગનભાઈની છે” એમ સંભળાવીને તેણે માલિકની રજા વગર ન લેવાનો સાધુનો નિયમ પણ ન ભંગાવ્યો અને મીઠાઈ પણ આબાદ રાખી. આ પ્રમાણે ન દેવાની બુદ્ધિથી જે પ્રવૃત્તિ કરાય તેને શ્રાવકનો ત્રીજો અતિચાર કહેલો છે. अण्णवालय - अर्णपालक (पुं.) (એ નામે એક અન્યતીર્થિક, કાળોદાયી વગેરેમાંથી કોઈ એક) મUવિંદ - અન્નવિધિ (ઈ.) (પાક કળા, રસોઈની કળા) રસોઈ બનાવવી એ પણ એક કળા છે. તેથી સ્ત્રીઓની ચોસઠ કળાઓમાં પાકકળાનો પણ સમાવેશ થયેલો છે. તેમાં નિપુણતા મેળવવા માટે મહર્ષિઓએ વિવિધ પાક બનાવવાની વિધિઓ વગેરેથી ભરપૂર પાકશાસ્ત્ર ગ્રંથોની રચનાઓ કરીને તેની પૂર્તિ કરેલી છે. પરંતુ ખેદની વાત છે કે, આજના ફાસ્ટફૂડ-જંકફૂડના જમાનામાં એ સ્વાથ્યવર્ધક પાકકળાની કોઈ ગણના કરતું નથી. અUાદ- ગવંદ (મ.) (પ્રતિદિવસ હંમેશાં, નિત્યપ્રતિ) આપણે બધા જેમ ખાવાનું પીવાનું કે જીવનની દૈનંદિની ક્રિયાઓ નિત્યપ્રતિ કરતા જ હોઈએ છીએ તે માટે કોઈએ કોઈને સલાહ સૂચનની કે ઉપદેશની જરૂરત રહેતી નથી તેમ પરમાત્મા મહાવીર કહે છે કે, જેને પોતાની આત્મશુદ્ધિ કરવી છે તેના માટે શાસ્ત્રગ્રંથોમાં જે પ્રક્રિયાઓ કહેલી છે તેને સમજીને નિરંતર કરવાની જ હોય. તેમાં કોઈને પરાણે પ્રવૃત્તિ કરાવવાની ન હોય. આપણા ()() હાં - અન્યથા ( વ્ય.) (અન્યથા, અન્ય પ્રકારે, બીજી રીતે, નહીં તો, નહીંતર) अण्णहाकाम - अन्यथाकाम (पुं.) (પદારા સેવન, પરસ્ત્રી સાથે મૈથુન સેવવું તે) अण्णहाणुववत्ति - अन्यथानुपपत्ति (स्त्री.) (અન્યથા-અન્યભાવથી અસંભવ, અથપત્તિ પ્રમાણ, સાધ્ય ન હોતે છતે હેતુનો અભાવ) રત્નાકરાવતારિકા જૈનન્યાયના ગ્રંથમાં અથપત્તિના વર્ણનમાં જણાવ્યું છે કે કોઈ હૃષ્ટ પુષ્ટ દેવદત્તને ઈંગિત કરીને કહે કે આ દિવસે 363