Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ દ્વેષ રહિતપણે જમે અર્થાત્ વાપરે. બોલો છે ને અઘરું આચરણ! માટે જ આપણને તેમનો ઉપદેશ હૃદયંગમ થાય છે. avor () - અશ્વિન (ત્રિ.) (ખોજ કરવાના સ્વભાવવાળું, ગવેષણા કરનાર, માગણી કરનાર) મvividતિ - અચાન્તરિત્તાકૂત્તિ (2) (એકબીજાને આંતરે રહેલી છે આંગળી જે બન્નેની તે, અવ્યવહિત-વચ્ચે અંતરરહિત આંગળીયોવાળા) આપણે પ્રભુદર્શન વખતે કે ચૈત્યવંદન કરતી વખતે બે હાથ જોડીએ છીએ. તે માટે પણ ચૈત્યવંદન ભાષ્યમાં વિધાન-માર્ગદર્શન કરેલું છે કે બન્ને હાથની આંગળિયોને એવી રીતે જોડવી કે તે પરસ્પર સરખી જોડાઈ જાય. વચ્ચે અંતર ન રહે તેમ જોડવી જોઈએ. अण्णोण्णकार - अन्योन्यकार (पुं.) (પરસ્પર વેયાવચ્ચ કરવું તે). જેમ સંયુક્ત કુટુંબમાં રહેતી ગૃહિણીઓ રસોઈ બનાવવામાં પરસ્પર એકબીજાને સહયોગ કરે છે તેમ ઉપાશ્રયમાં રહેલ સાધુ પાસે અન્ય સાધુ ભગવંત આવે ત્યારે ત્યાં રહેલા સાધુ તેમની સાથે જઈ ગોચરી પાણી લાવીને પરસ્પર એકબીજાની ભક્તિ કરે છે. अण्णोण्णगमण - अन्योन्यगमन (त्रि.) (અન્યોન્ય ગમન કરવા યોગ્ય). अण्णोण्णजणिय - अन्योन्यजनित (त्रि.) (પરસ્પર કરેલું, સામ સામે કરેલું) પ્રશ્નવ્યાકરણસૂત્રના બીજા સંવર દ્વારમાં કહેવામાં આવ્યું છે કે, હાસ્ય એ પરસ્પર જનિત છે. સામે કોઈ નિમિત્ત હોય તો જ હાસ્ય સંભવે, તેમ પરસ્પર કોઈ હોય તો જ કર્મ સંભવે છે. અર્થાત્ કર્મ પણ પરસ્પરથી જનિત છે. માટે સાધકને ઉપયોગપૂર્વક રહેવા જણાવેલું છે. अण्णोण्णपक्खपडिपक्खभाव - अन्योन्यपक्षप्रतिपक्षभाव (पुं.) (અન્યોન્ય-પરસ્પરનો પક્ષ પ્રતિપક્ષ ભાવ, પરસ્પર પક્ષવિરોધ) જેમ મીમાંસકો શબ્દને નિત્ય માનીને પોતાનો પક્ષ વાદી આગળ રજુ કરે છે તેમ બૌદ્ધો પણ એ જ શબ્દને લઈને તેને અનિત્ય કહી પોતાનો પ્રતિપક્ષ રજુ કરે છે. આમ મીમાંસકોનો શબ્દ માટે નિત્યતાનો પક્ષ, એ જ બૌદ્ધોનો અનિત્યતાનો પક્ષ થયો તેમ જાણવું. अण्णोण्णपग्गहियत्त - अन्योन्यप्रगृहितत्व (न.) (પદ સાથે પદની અને વાક્ય સાથે વાક્યની પરસ્પર સાપેક્ષતા, પરસ્પર સાપેક્ષ વાક્ય બોલાય તે 2, વચનાતિશયનો ૧૭મો ભેદ) પરમાત્માની વાણીના પાંત્રીસ ગુણો વર્ણવ્યા છે. તેમાં અન્યોન્યપ્રગહિતત્વ નામનો ગુણ પણ સમાયેલો છે. અર્થાત પરમાત્મા જયારે દેશના આપે ત્યારે તેમની વાણીનું એક એક પદ કે એક એક વાક્ય પરસ્પર સાપેક્ષ હોય. તેમાં એકબીજાની બાધકતા ન હોય. દેવ, મનુષ્ય અને તિર્યંચોને સમજવામાં ક્યાય અર્થવિસંગતિ ન થાય. પરમાત્માની વાણીની આ અદૂભૂતતા બીજે ક્યાંય ન હોય. अण्णोण्णमूढदुवातिकरण - अन्योन्यमूढदुष्टातिकरण (न.) (મૂઢ અને દુષ્ટની પરસ્પર ક્રિયામાં પ્રવૃત્તિ થવી તે, મૂઢ અને દુષ્ટની તથાવિધ ક્રિયામાં ફરી ફરી પ્રવૃત્તિ થાય તે) પંચાલકજી ગ્રંથમાં અન્યોન્યમૂઢદુષ્ટાતિકરણની વ્યાખ્યા કરવામાં આવી છે. તેમાં મૂઢ અને દુષ્ટ પુરુષોની તથાવિધ પ્રવૃત્તિમાં વારંવાર પ્રવૃત્તિ કરાય તે અન્યો મૂઢદષ્ટાતિકરણ છે. જેને પાંચમી થિણદ્ધિ નિદ્રાવશ જીવનું વર્તન ગમ્યું છે. તેમાં દુષ્ટાતિકરણ કષાયથી અને વિષયથી એમ બે પ્રકારે બતાવેલા છે. अण्णोण्णसमणुबद्ध - अन्योन्यसमनुबद्ध (त्रि.) (પરસ્પર જોડાયેલું, એકબીજાને અનુસરેલું) કહેવાય છે કે, ધ્યાન કરવામાં સ્વયં એકલો વ્યક્તિ જોઈએ જ્યારે ગીત ગાવામાં ઓછામાં ઓછા બે જણ જોઈએ. એટલે કે ગાનમાં ઓછામાં ઓછા બે જણ જો હોય તો તેઓ પરસ્પર એકબીજાને સૂર પૂરાવતા રહી ગીત-ગાન સારી રીતે કરી શકે છે. 373