Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ अण्णोण्णसमणुरत्त -- अन्योन्यसमनुरक्त (त्रि.) (અન્યોન્ય અનુરાગી, પરસ્પર મિત્ર) ભગવાન ઋષભદેવના પૌત્ર શ્રેયાંસકુમારને પિતામહ શ્રીકૃષભદેવ પર સહજપણે પ્રીતિ અનુભવાતી હોઈ તેમને જિજ્ઞાસા થઈ અને ભગવાનને પૂછયું, ત્યારે પ્રભુએ તેમનો બન્નેનો ભવોભવનો પરસ્પર અનુરાગવાળો મિત્ર, પત્ની, સારથી વગેરેનો સંબંધ વર્ણવ્યો હતો. अण्णोण्णसमाधि - अन्योन्यसमाधि (पुं.) (પરસ્પર સમાધિ). પોતાના વિશાળ સમુદાયમાં રહેનારા સાધુને જેમ સમાધિ સુલભ હોય છે તેમ પરસ્પર અનુકૂળ થઈને રહેનારા સંયુક્ત કુટુંબીને ચિત્તશાંતિ, સુખ, સમાધિ સુલભ હોય છે. કુટુંબના દરેક સભ્યોનો આપસમાં સહયોગી વ્યવહાર હોય તો ઘર સ્વર્ગીય સુખ આપી શકે છે. अण्णोवएस - अन्योपदेश (पु.) (નાસ્તિકવાદી, લોકાયત). નાસ્તિકવાદી આત્માના અસ્તિત્વને સ્વીકારતો નથી. પ્રત્યક્ષ નથી તેવી કોઈપણ બાબતને નકારી કાઢે છે. તે ભલે ન સ્વીકારતો હોય. સ્વર્ગ નરકાદિને પણ નકારી કાઢતો હોય. પરંતુ તે પણ આસ્તિકની જેમ એક આત્મા તો છે જ, માટે એવા નાસ્તિકો પ્રત્યે સુગ ન ધરાવતા તેની ભાવદયા ચિતવવી એ જ આરાધક આત્માનું કર્તવ્ય છે. માનસિકરૂપે પણ ધિક્કારભાવ તો ન જ રખાય. અoોમ (રેશી-ત્રિ.) (ઉલ્લંધિત, અતિક્રાન્ત) અંદુ - મુન (ઈ.) (પાલન કરવું 2. ગ્રહણ કરવું 3. ખાવું, ભોજન કરવું) પ્રાકૃતભાષામાં ભુજ ધાતુનો અહી આદેશ થાય છે. આ ધાતુના અનેક અર્થો પૈકી એક અર્થ ‘ભોગવવું' એવો પણ છે. નીતિકારે લખ્યું છે કે, યુવાવસ્થામાં સુખ-સાહ્યબી ભોગવવી તો બધાને સારી લાગે પરંતુ, વૃદ્ધાવસ્થામાં પહોંચેલા જીવને કમનસીબે સેંકડો દુઃખો ભોગવવાના આવે ત્યારે જરાય સારા નથી લાગતા છતાં ભોગવવા તો પડે છે. અહો! કર્મવૈચિત્ર્ય. અgયંતી - મુન્નાના (સ્ત્રી) (ભોજન કરતી) અઠ્ઠય - આશ્રવ (ઈ.) (જેના વડે કર્મ ગ્રહણ કરાય તે-આશ્રવ, પાપનું દ્વાર, કર્મબંધના કારણો, કર્મ આવવાનો માર્ગ). પ્રશ્નવ્યાકરણસૂત્ર આગમમાં આશ્રવ દ્વારમાં આશ્રવની સુંદર વ્યાખ્યા કરવામાં આવી છે. તેમાં લખ્યું છે કે જે જે કારણોથી કર્મ આત્મામાં શ્રવે એટલે ચોટે, તેથી કર્મનો આત્મા સાથે થતો મેળાપ એ જ આશ્રવ છે. તેથી હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહાદિ આશ્રવના ઉપાદાનભૂત કારણો છે. માટે જ પ્રભુએ કર્મના ઉપાદાનભૂત હિંસાદિનો પ્રતિબંધ ફરમાવ્યો છે. પ્રદ્યat - આશાવર (પુ.). (કર્મનું ઉપાદાન-ગ્રહણ કરનાર, કર્મબંધ કરનાર) આશ્રવકર કોને કહેવાય તે માટે સ્થાનાંગસૂત્રના સાતમાં કાણમાં લખ્યું છે કે અપ્રશસ્ત એવા મન-વચન-કાયાના યોગોથી પ્રાણાતિપાત એટલે હિંસાદિ કાર્ય કરવાની પ્રવૃત્તિ થાય છે. જેથી અશુભ કર્મબંધ રૂપ આશ્રવકર થાય છે. એને અપ્રશસ્તમનોવિનયનો એક ભેદ પણ કહ્યો છે. अण्हयभावणा - आश्रवभावना (स्त्री.) (અનિત્યાદિ 12 ભાવનાઓ પૈકીની સાતમી ભાવના, આશ્રવભાવના) જો તમારે દુઃખમયે પરિસ્થિતિમાં સુખ શાંતિ અને આત્મસમૃદ્ધિનો સ્વાદ ચાખવો હોય તો અનિત્યાદિ બાર ભાવનાઓનો આસ્વાદ 374