Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ ખંડન અને સ્વમતનું સ્થાપન કરેલું છે. જેનું વાંચન-મનન વિદ્વજનોના ચિત્તને આનંદ પમાડનારું છે. अण्णजोसिय - अन्ययोषित् (स्त्री.) (પરસ્ત્રી, બીજાની સ્ત્રી, પરિણીત કે સંગ્રહેલી સ્ત્રી સિવાયની બીજી સ્ત્રી) શાસ્ત્રોમાં સદ્દગૃહસ્થ માટે સ્વદારાસંતોષ નામનું વ્રત પાળવાનું હોય છે. જે જીવ સજ્જનની કોટીમાં આવે છે તેવા જીવો પોતાની પત્ની સિવાયની પારકી સ્ત્રીઓમાં પોતાના ચિત્તને બગાડતા નથી. તેઓ ક્યારેય પણ કુદષ્ટિથી પરસ્ત્રીઓને જોતા નથી. જેઓ સ્વપત્નીમાં જ સંતોષને માને છે તેને ક્યારેય પણ ક્લેશ કે કંકાસનો સામનો કરવો પડતો નથી. આજે જે પણ છૂટાછેડા કે બાહ્ય સંબંધોનું પ્રમાણ વધ્યું છે તેની પાછળ કારણ છે સ્વદારાસંતોષનો અભાવ. અU () () - સચોચ (ત્રિ.) (પરસ્પર, એકબીજાને) એક કહેવત છે કે, “સંપ ત્યાં જંપ” આ સંપનું ઝરણું ત્યાં વહે છે જ્યાં એકબીજા માટે સ્નેહભાવ હોય, જ્યાં પરસ્પરની લાગણીઓનો વિચાર હોય અને જ્યાં સ્વાર્થભાવનો અભાવ હોય. આપણે પ્રત્યક્ષ અનુભવીએ છીએ કે બળ હંમેશાં એકતામાં રહેલું છે. જયાં ભિન્નતા છે ત્યાં કોઈ કાર્યનું પરિણામ આવતું નથી. આજે એવો જમાનો છે કે બે સગા ભાઇઓ અથવા સગો દીકરો પોતાના મા-બાપ સાથે રહી શકતો નથી. આવી પરિસ્થિતિમાં જીવને શાંતિ ક્યાથી મળી શકે? અUST (7) R (3) 1 - અવતાર (). (ઘણાબધાની વચ્ચે કોઇ એક, બેમાંથી કોઈ એક, ગમે તે એક). સુભાષિત સંગ્રહમાં એકસૂક્તિ આવે છે કે આકાશમાં તારલાઓ તો ઘણાબધાં હોય છે પરંતુ તે ઘણાબધામાં ચંદ્ર તો એક જ હોય છે. તેમ આ જગતમાં અનેક ગુણવાન આત્માઓ રહેલા છે પરંતુ તે બધામાં શૂરવીર અને દાનવીર તો કો'ક જ હોય છે. અપUતા - ચતર (પુ.) : (બેમાંથી એક કે ઘણાબધામાંથી એક) વ્યવહારસૂત્રના પ્રથમ ઉદેશામાં કહેવું છે કે, જયારે તપ અને વેયાવચ્ચ એમ બન્ને સાથે કરવાનો સમય આવે ત્યારે તે બન્નેને એકસાથે કરવા માટે જે અસમર્થ હોય ત્યારે તે સાધુ બેમાંથી કોઇપણ એક જ કાર્ય કરવા સમર્થ બને છે. યા તો તપ કરી શકે કે પછી વેયાવચ્ચે કરી શકે. પરંતુ બન્ને સાથે ન કરી શકે તો તેવો જીવ પ્રાયશ્ચિત્તને યોગ્ય જાણવો. કેમ કે શ્રમણનું સમસ્ત જીવન સ્વ અને પર એમ બન્નેના કલ્યાણ માટે હોય છે. ત્યાં સ્વાર્થનો તો અભાવ જ હોય છે. अण्णतिस्थिय - अन्यतीर्थिक (पुं.) (પરધર્મી, શાક્યાદિ અન્યદર્શની, પરમતી, જૈનેતરદર્શન) अण्णतित्थियपवत्ताणुओग - अन्यतीर्थिकप्रवृत्तानुयोग (पुं.) (કપિલાદિ અન્યતીર્થિકોએ પ્રવર્તાવેલું શાસ્ત્ર, પાપગ્રુત વિશેષ) ગંગા નદી જુદા-જુદા સ્થાનોના કારણે ભલે અનેક નામોથી ઓળખાતી હોય પરંતુ તેનું ઉત્પત્તિસ્થાન તો એકમાત્ર હિમાલય જ છે. તેમ જગતમાં કપિલ, ચાર્વાક વગેરેએ ભલે અનેક મિથ્યાશાસ્ત્રોની રચના કરી હોય પરંતુ તે બધા તત્ત્વોનું મૂળ તો અરિહંતની વાણી જ છે. સપનયગર્ભિત સ્યાદ્વાદમય પરમાત્માના વચનોને એકાંતે પકડીને કપિલ વગેરે ઋષિઓએ સ્વમતની સ્થાપના માટે પોતાના નવા શાસ્ત્રોનું અને નવા મતોનું પ્રવર્તન કરેલું છે તેમ વૃદ્ધવાદ છે. अण्णत्तभावणा - अन्यत्वभावना (स्त्री.) (બાર ભાવનામાંની એક ભાવના, દેહ-આત્માની ભિન્નતાનું ચિંતન) પ્રવચનસારોદ્ધારમાં અન્યત્વભાવના વિશે કહેલું છે કે, જે જીવ જડ અને ચેતનની ભિન્નતાને જાણે છે તેને આવીને કોઇ પૂજે કે કોઇ તેનો તિરસ્કાર કરે, કોઈ તેને ધનનો લાભ કરાવે કે પછી કોઇ તેનું ધન ચોરી લે તો પણ તે ભવ્યાત્મા અન્યત્વ ભાવના દ્વારા તે બન્ને પ્રત્યે સમતાને ધારી રાખે છે. આવા જીવનું સર્વસ્વ નાશ થાય છતા પણ તેને અંશમાત્ર પણ શોક-સંતાપ થતો નથી. 36a.