Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ શાસ્ત્રમાં સાધુના પ્રત્યેક આચારનો કાળ–સમય નિયત કરેલો છે. અર્થાત કયા કાળે સાધુએ પડિલહેણ કરવું, કયા સમયે પ્રતિક્રમણ કરવું, કયા સમયે ગોચરી લેવા જવું વગેરે. શાસ્ત્રમાં નિર્દિષ્ટ કાળ અનુસાર જે મુનિ આચારોનું પાલન કરે છે તે નિયમ કર્મની નિર્જરા કરે છે અને જે તેનો વ્યતિક્રમ કરે છે તે વિરાધક બને છે. જેમ કે સવારનો સમય સ્વાધ્યાયનો હોય તે સમયે ભિક્ષા લેવા નીકળે અને જે સમયે ભિક્ષાકાળ હોય તે સમયે સ્વાધ્યાય કરવા બેસે તે વ્યતિક્રમ છે. અપાવવા - પ્રવીરસ્થાન (જ.) (પછીથી ઉલ્લેખ કરવો તે, પાછળથી કહેવું તે 2. તાત્પર્યનો નિશ્ચય કરીને વ્યાખ્યાન કરવું તે) જયાં સુધી ચાર ઘાતકર્મનો ક્ષય થયો નથી ત્યાં સુધીના તમામ કાળને છબસ્થાવસ્થા કહેવામાં આવેલી છે. જીવ જ્યાં સુધી છબસ્થાવસ્થામાં છે ત્યાં સુધી અસત્ય કે અસંબદ્ધ બોલાવાની શક્યતાઓ વધુ છે. માટે જ પરમાત્માએ સાધુને ઉદેશીને કહ્યું છે કે, હે શ્રમણ ! તારું વચન પૂર્વાપરના વિચારપૂર્વકનું અને કોઇપણ પદાર્થના તાત્પર્યનો નિશ્ચય કર્યા પછીનું હોવું જોઇએ. vપુ - (ત્રિ.) (જડ, અચેતન, અજીવ) જેનામાં સુખ-દુ:ખ, હર્ષ-શોક વગેરે લાગણીઓનો અભાવ હોય તે જડ દ્રવ્ય છે. સંસરણશીલ આ સંસાર જડ દ્રવ્ય અને ચેતન દ્રવ્ય પર નિર્ભર છે. એટલે ચેતન તથા અચેતન દ્રવ્યના સંયોગથી જ આ સંસાર અનાદિકાળથી ચાલ્યો આવે છે અને અનંતકાળ સુધી ચાલશે. જેમ આત્મા એકલો રહી શકતો નથી. તેને આશ્રય તરીકે જડ એવા શરીરનો આધાર તો લેવો જ પડે છે. તેમ જીવ દ્રવ્ય જડને સક્રિય રાખે છે. જે દિવસે આ બન્નેનો વિયોગ થાય છે તે દિવસે સંસારનો અભાવ થઇ જાય છે. મUST (7) જત્તિ - મચોત્રીય (ડું, .) (અન્ય ગોત્રીય, એક ગોત્રથી ભિન્ન ગોત્ર) ધર્મસંગ્રહમાં ગોત્રની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે, એક પ્રધાનપુરુષથી ઉત્પન્ન થયેલ વંશ તે ગોત્ર કહેવા અને તેમાં ઉત્પન્ન થયેલા વંશજો સગોત્રીય કહેવાય. આવા એક ગોત્રથી ભિન્ન ગોત્રમાં જન્મેલા અન્યગોત્રીય કહેવામાં આવે છે. યોગશાસ્ત્રમાં કહેલું છે કે શ્રાવકે પોતાના પુત્ર કે પુત્રીના લગ્ન સ્વગોત્રમાં ન કરાવતાં જેના કુળ અને આચાર સમાન હોય પરંતુ ગોત્ર ભિન્ન હોય તેમાં જ કરાવવા જોઇએ. 3UT (7) NMT - અ r (જ.). (ગવૈયો 2. ગાન સમયે થતો એક પ્રકારનો મુખવિકાર) તાનસેન બાદશાહ અકબરના દરબારનો એક સારો ગવૈયો હતો. એક વખત અકબરે પૂછયું ‘તાનસેન! તને આટલું સરસ ગાતા કોને શિખવાડ્યું ? તારા ગુરુ કોણ?' ત્યારે તાનસેને કહ્યું જહાંપનાહ “કવિ ગંગ મારા ઉસ્તાદ છે. તેમણે મને તાલીમ આપીને શિખવાડ્યું છે. ત્યારે અકબરે કહ્યું તારા ગુરુ મારા માટે ગાશે ખરા ? તાનસેને કહ્યું ‘બાદશાહ મારા ગુરુ ગંગ માત્ર ને માત્ર પરમાત્મા માટે જ ગાય છે. તેઓ કોઈ બાદશાહની ખુશામત કરતા નથી. તે એક ભક્તાત્મા છે.' તમને કદાચ ખ્યાલ હશે એ ગંગ કવિએ અતિ આગ્રહ છતાં મોતને સ્વીકાર્યું પરંતુ શહેનશાહની સ્તુતિ ન કરી તે ન જ કરી. મનોજ - ચોr (.) (અન્ય કાર્યને ઉત્પન્ન કરનાર સંબંધ) अण्णजोगववच्छेद - अन्ययोगव्यवच्छेद (पु.) (અન્ય કાર્યને ઉત્પન્ન કરનાર સંબંધનો અભાવ) अण्णजोगववच्छेयवत्तीसिया - अन्ययोगव्यवच्छेदद्वात्रिंशिका (स्त्री.) (અન્યયોગવ્યવરચ્છેદ દ્વાáિશિકા, તે નામનો એક ગ્રંથ) કલિકાલ સર્વજ્ઞ ભગવંત હેમચંદ્રાચાર્યજી મહારાજે સિદ્ધસેનદિવાકરસૂરિ વિરચિત દ્વત્રિશિકાને અનુસરીને અયોગવ્યવછેદ કાત્રિશિકા અને અન્યયોગવ્યવચ્છેદ દ્વાત્રિશિકા એમ બે બત્રીસીઓની જાજરમાન રચના કરી છે. તેના પર શ્રીમલિષેણસૂરિએ સ્યાદ્વાદમંજરી નામક વિસ્તૃત ટીકાની રચના કરેલી છે. આ ગ્રંથમાં પરમાત્મા અને તેમના ઉપદિષ્ટ તત્ત્વોનો વિરોધ કરનાર અન્યદર્શનીઓનું 361