Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ વ્યક્તિ જયારે અત્યંત ભૂખી હોય ત્યારે તેને ભોજન સિવાયનું કાંઈપણ સંચશે નહિ. ધર્મ કે પૈસા પણ નહીં. માટે શ્રાવકોનું કર્તવ્ય છે કે પોતાની આસપાસના જરૂરિયાતમંદ શ્રાવકોનું ખાસ ધ્યાન રાખવું. કેમ કે તેઓની આવશ્યકતા પૂર્તિ થયેલી હશે તો તેમને ધર્મ કરવાની ઈચ્છા થશે અને ધર્મમાં ગતિ કરવાની રુચિવાળો હશે તો તેની ધર્મમાં શ્રદ્ધા ચોક્કસપણે વધશે જ. 3 (ત્ર) રૂ(પ) નાથ - કન્નનાથ (પુ.) (અન્ન વિના જે ગ્લાનિ પામે તે, અભિગ્રહ વિશેષથી કે ભૂખ સહન ન થવાથી સવારમાં જ આહાર કરનાર મુનિ) ઘણાબધા એવા જીવો જોવા મળતા હોય છે કે, તપ કરવાની ઇચ્છા હોવા છતાં ભૂખ્યા ન રહી શકવાના કારણે તપ કરી શકતા નથી. આવા જીવો તીવ્ર પ્રત્યાખ્યાનીય કર્મના ઉદયે કદાચ વિશિષ્ટ તપ કરી ન શકતા હોય તેમ બને. પરંતુ તેવા જીવો ભાવોની શુદ્ધિ તો જાળવી જ શકે છે. તેઓને કર્મોદયે આહાર કરવો પડતો હોય તો પણ તેમાં આસક્તિ તો ન જ હોય. સપURડર - મોm (a.) (અવિવેકીએ કહેલ) જ્ઞાની ભગવંત કહે છે કે, કોઇ અવિવેકી આવીને તમને અપશબ્દો બોલી જાય, તમારું અપમાન કરી જાય તો તેના વ્યવહારની ઉપેક્ષા કરવી જોઈએ. જેમ કોઇ પાગલ માણસ કે નાનું બાળક એવું વર્તન કરે છે તો આપણે તેને માફ કરી દઇએ છીએ કેમ કે, આપણે જાણીએ છીએ કે પાગલ રોગથી પીડાય છે ને બાળક નાદાન છે. તેવી જ રીતે અવિવેકી વ્યક્તિ અજ્ઞાનથી પીડિત છે એમ જાણવું. જો તેમ ન હોત તો તેનું આવું વર્તન સંભવતું જ નથી. अण्णउत्थिय - अन्ययूथिक (पु.) (પરદર્શની, મિથ્યાદર્શની, કુતીર્થિઓ) જ્ઞાતાધર્મકથાદિ શાસ્ત્રોમાં કહેવું છે કે જેઓ મિથ્યાદર્શનને ધારણ કરે છે. જેઓ જિનધર્મના દ્વેષી છે તેવા જીવો સાથે આહાર, વિહાર, વ્યવહાર અને વિવાદ કરવો જોઈએ નહિ. કેમ કે તેવું કરવાથી સમ્યત્વનો ભંગ કે પછી પ્રાણઘાતનો ભય રહેલો છે. अण्णउत्थियदेवय - अन्ययूथिकदैवत (न.) (પરતીર્થિક દેવો, અન્યદર્શનીઓએ માનેલા હરિહરાદિક દેવો) પરમાત્માના ગુણો અને સિદ્ધાંતોથી આકર્ષિત થયેલા જીવાત્માને ક્યારેય પણ અન્યદર્શનના દેવો તરફ આકર્ષણ થતું જ નથી. ગમે તેવા પ્રલોભનો મળે છતાં પણ તેનું ચિત્ત તો જિનેશ્વરદેવમાં જ ચોટેલું હોય. એકવાર જેણે મીઠાઇનો સ્વાદ મેળવી લીધો હોય શું તેને પછી કુકસાનો સ્વાદ પ્રિય લાગે ખરો ? अण्णउत्थियपरिग्गहिय - अन्ययूथिकपरिगृहीत (त्रि.) (અન્યદર્શનીઓએ પડાવી લીધેલા જિનાલય આદિ) સમ્યગ્દષ્ટિ આત્માની પ્રવૃત્તિ પણ સમ્યગુ જ હોય. તે એવી કોઇ પ્રવૃત્તિ ન કરે જેથી મિથ્યાત્વનો પ્રચાર થાય. માટે જ ઉપાસકદશાંગ આદિ ગ્રંથોમાં કહ્યું છે કે, જે ચૈત્યો આત્મતિમાવાળા હોય છતાં પણ મિથ્યાત્વીઓએ પડાવી લીધેલા હોય તેવા મંદિરોમાં શ્રાવક ક્યારેય પણ જાય નહીં કે તેને વંદન પણ ન કરે. કેમ કે તેવી પ્રવૃત્તિથી મિથ્યાત્વનો પ્રચાર થાય છે. જે ભવપરંપરા વધારનાર છે. જેમ જિનાલય માટે છે તેમ શાસ્ત્રો વગેરે બાબતે પણ સમજવું. મUST (તો)(રો) - અચંતન (મ.) (અન્ય સ્થળેથી, બીજેથી) પ્રભુવીરનું વચન છે કે, જે સ્થાને રહેવાથી બીજાને અપ્રીતિ થતી હોય તેવા સ્થાનનો ત્યાગ કરવો. આથી ઉચ્ચકુળ અને નીષ્ફળનો ભેદ કર્યા વિના ભિક્ષા માટે બ્રમણ કરનાર શ્રમણને કોઈ સ્થાને ભિક્ષા લેવા જતાં એવું સાંભળવા મળે કે, અમે તમને ભિક્ષા નહીં આપીએ તમે કોઇ બીજે સ્થાનેથી લઇ લો, તો સમજી જવું કે દાતાને અપ્રીતિ થાય છે. આવું જાણતા જ સાધુ તે સ્થાનનો તુરંત જ ત્યાગ કરે. મ00ાન - મન (કું.) (ભિક્ષાકાળ, ગોચરીનો કાળ) 360