Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ સમુદ્રમાં લાકડાનું પાટિયું મૂક્યું હોય તો તે લહેરોની સાથે આમથી તેમ ફંગોળાતું રહે છે પણ ક્યારેય મંઝિલને પ્રાપ્ત કરતું નથી. પરંતુ તેને જો કિનારાને જાણતા નાવિકનો સથવારો મળી જાય તો તે મંઝિલને પ્રાપ્ત કરે છે તેમ બોધ નહીં પામેલ અજ્ઞાની જીવ અનાદિ કાળથી સંસારની ચારેય ગતિઓમાં ભટકતો રહ્યો છે. તેને સાચા દેવ, સદગુરુ અને સદ્ધર્મની પ્રાપ્તિ થતાં તે સંસાર સમુદ્રને પાર કરી જાય છે. મળદિયા - મનોધિ (ત્રી.) (જેની અંદર પાણીનું એક પણ સ્થાન નથી એવી અટવી, પાણીના સ્થળ વગરનું જંગલો *ગ (ત્રી.) (અત્યંત ગહન હોવાથી પરખરહિત, તર્કરહિત) પૃથ્વી, પાણી, વાયુ આદિમાં પણ જીવ છે. રાત્રિભોજન ન કરવું જોઈએ, ઈત્યાદિ અનેક વસ્તુઓની તથ્થાત્મક પરખ ધર્મગ્રંથોમાં આપેલી છે. કરોડો અબજો ડોલરોના ખર્ચે પ્રખર બુદ્ધિશાળી વૈજ્ઞાનિકો રાત-દિવસની વર્ષો સુધીની અથાગ મહેનત કર્યા પછી જે વસ્તુઓને હવે માન્યતા આપી રહ્યા છે અને જેને પોતાની આગવી શોધ તરીકે દેખાડે છે, તે વસ્તુઓના રહસ્યો તો તીર્થકરોએ હજારો વર્ષો પહેલા બતાવી દીધા હતાં. એટલે ધર્મગ્રંથોમાં કહેલ દરેક વસ્તુને તર્કથી સિદ્ધ કરીને જ સ્વીકારવાના બદલે તેને શ્રદ્ધાપૂર્વક સ્વીકારવી હિતાવહ છે. સિદ્ધ વસ્તુને પુનઃ સિદ્ધ કરવામાં શક્તિ અને સમય બનો દુરુપયોગ થાય છે. સU () - અન્ન (ન.). (અનાજ, ચોખા આદિ 2. મોદક વગેરે ભક્ષ્ય પદાર્થ 3. ભોજન) ચોખા વગેરે ધાન્યને જો કોઈપણ પ્રકારની પ્રક્રિયા કર્યા વગર એમને એમ કાચા જ ખાવામાં આવે તો પેટ દુઃખવું, અજીર્ણ થવું ઈત્યાદિ શરીરમાં દોષ ઉત્પન્ન કરે છે. પરંતુ જો ફોતરાં વગેરે અસાર વસ્તુને કાઢીને વ્યવસ્થિત રાંધીને આરોગવામાં આવે તો સુધાને શમાવી શરીરની સાતે ધાતુઓને પુષ્ટ કરે છે. તેમ દરેક વસ્તુ યોગ્ય પ્રક્રિયાપૂર્વક તથા ઉચિત સમયે ગ્રહણ કરવામાં આવે તો તે ઉપયોગી નિવડે છે. *અન્ય (ત્રિ.). (બીજું, સ્વથી ભિન્ન, અન્ય, પૃથફ, જુદુ) વિવિધ પ્રકારની ભૌતિક સંપત્તિ અને સુખ-સગવડોના સ્વામી એવા કેટલાય જીવોએ જગતનું સત્ય સ્વરૂપ સમજીને સંસારનો ત્યાગ કરી શાશ્વત સંપત્તિની અને અખૂટ આત્માનંદની પ્રાપ્તિ કરી છે. જ્યારે મોહમાં વિકલ બનેલા આપણે સત્ય સ્વરૂપને ભૂલીને પર એવા સંસારિક સંબંધો અને ભૌતિક સુખ-સંપત્તિના સાધનોને પોતાના માની બેઠા રહ્યા છીએ. સમf - ઝક્સ (ન, ઝિ). (અકારાદિ વર્ણ 2. ગમનશીલ, ગમન કરવાના સ્વભાવવાળું 3. જળ, પાણી) સંસારમાં પ્રાયઃ દરેક વસ્તુઓમાં ફેરફાર થતો જ રહે છે. થોડા સમય પૂર્વેનું નાનું બાળક આજે યુવાન થઈ ગયેલો દેખાય છે અને થોડા સમય પછી તે વૃદ્ધ થઈ ગયેલો પણ દેખાશે. એટલે કે સંસારના સતત ગમનશીલ સ્વભાવમાં આ બધું થવું સહજ છે તેમ સમજતો હોવા છતાંય નાસમજ માણસ અપાર સુખસાહ્યબી ભોગવતા વચ્ચે થોડુંક દુઃખ આવતાં હાયવોય કરવા લાગી જાય છે. (.) (જનો ઉચ્ચાર કરાય તે 2. મન વગેરે યોગોની કરવા લાયક પ્રવૃત્તિ, અવધાન યોગ્ય) કહેવત છે કે, “મન ચંગા તો કથરોટ મેં ગંગા' જેનું મન પ્રસન્ન હોય તે વ્યક્તિ પોતે તો ખુશ હોય જ છે સાથે-સાથે તેની આસપાસનું વાતાવરણ પણ તેની સાથે પ્રસન્ન બની જતું હોય છે. એમ જેનું મનદુ:ખી હોય તે વ્યક્તિ દુઃખી રહે છે અને આસપાસની વ્યક્તિઓને પણ દુઃખી કરે છે. આ મનને પ્રસન્ન રાખવું કે દુ:ખી રાખવું તેની કેળવણી મનુષ્યના પોતાના હાથમાં છે. માટે વ્યક્તિએ પોતે નક્કી કરવાનું છે કે તેણે દુ:ખી રહેવું છે કે સુખી. અoviફ (સે-ત્રિ.) (તૃપ્ત, સર્વ વિષયોમાં તૃપ્ત, સર્વ પ્રકારે તૃપ્ત થયેલું) 359