Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ નિશ્ચલપણે સહન કર્યા હતા. માટે જ ઉપસર્ગો-પરિષહો વચ્ચે પણ તેઓ પ્રસન્નચિત્ત રહ્યા હતા. પોતાના શરીરને કષ્ટો સહન કરવા પડે છે તેનું તેમને જરાયે દુઃખ નહોતું. પરંતુ જ્યારે સંગમદેવ ઉપસર્ગ કરીને પાછો જઈ રહ્યો હતો ત્યારે પ્રભુ વીરની આંખોમાં સંગમદેવની કરુણા ચિંતવીને આંસુ આવી ગયા. તેમને દુઃખ હતું કે, આ દેવની સંસારવૃદ્ધિમાં પોતે નિમિત્ત બન્યા. આવા ઘોર ઉપસર્ગ કરનાર પ્રત્યે પણ આવું અનુપમ ચિંતન કરનાર મહામાનવ તે ખરેખર મહાવીર જ હોઇ શકે. અનુકૂમ - મનુભૂત (ર.) (અનુભવેલ, અનુભવનો વિષય બનેલું) મધૂ (રેશ) (ચોખાની એક જાતિ). મણૂવ - અનૂપ (ત્રિ.) (જલબહુલ પ્રદેશ, જે પ્રદેશમાં પાણીની માત્રા વધુ હોય તે) अणूवदेस - अनूपदेश (पुं.) (જલપ્રદેશ, જલની પ્રચુરતાવાળું સ્થાન) ભૌગોલિકશાસ્ત્ર અનુસાર આપણી પૃથ્વીના ત્રણ ભાગમાં પાણી છે અને એક ભાગમાં જ જમીન છે. આ વાત આપણું જૈનશાસ્ત્ર પણ માને છે. જૈનદ્રષ્ટિએ જે વિશ્વ માનવામાં આવ્યું છે તેમાં પ્રત્યેક દ્વીપની પછી તેનાથી બમણા પરિમાણવાળો જલપ્રચુર સમુદ્ર આવેલો છે. જેમ કે એક લાખ યોજનના પરિમાણવાળા જંબૂદ્વીપ પછી તેને ફરતો બે લાખ યોજનના પરિમાણવાળો લવણસમુદ્ર આવેલો છે. તેમાં અંતરદ્વીપો આવેલા છે જેની ફરતે માત્ર જળની જ પ્રચુરતા છે. મH(T) - ગા (ત્રિ.) (એકથી વધુ, અનેક) ઉન્નતિ અને અધોગતિ તરફ જવા માટેના અનેક રસ્તાઓ છે. જેમ પાપસ્થાનકો ઘણા બધા છે તેમ પુણ્યસ્થાનકો પણ અનેક પ્રકારના છે. તેમાં મહત્ત્વની બાબત એ છે કે તમે કયો રસ્તો પસંદ કરો છો. તમે પસંદ કરેલા માર્ગ પર આધાર રાખે છે કે તમે ક્યાં જશો, તમારું ભવિષ્ય કેવું હશે, કાલે તમે કેવી પરિસ્થિતિમાં હશો. अणेक्काणंतरसिद्धकेवलनाण - अनेकान्तरसिद्धकेवलज्ञान (न.) (અનેકાંતરસિદ્ધકેવળજ્ઞાન, આભિનિબોધિક જ્ઞાનનો એક ભેદ) જૈન દર્શને જ્ઞાનને પાંચ વિભાગોમાં વહેંચીને તેના અવાન્તર અનેક પ્રકારોનું સુંદર વિવેચન કરેલું છે. સ્થાનાંગસૂત્રમાં જ્ઞાનના પ્રકારોમાં આભિનિબોધિકજ્ઞાનનો ઉલ્લેખ કરેલો છે. સમસ્ત જ્ઞાનોમાં ફક્ત કેવળજ્ઞાન સર્વતો ગ્રાહી છે બાકીના બધા દેશગ્રાહી છે. કવિ - ફિ(પુ.) (અનેક પટતંતુઓથી બનેલું, કપડાના ટુકડાઓમાંથી બનેલો સંથારો) મોત - નેવાન્ત (વિ.). (અનિશ્ચય, એકાન્ત નહીં તે, નિયમનો અભાવ 2. એકાગ્રતા) કોઈ વસ્તુ કે પદાર્થ વિશેષ માટે આગ્રહપૂર્વક આ આમ જ છે' એમ એકાત્તે નહીં માનતાં ‘આ આમ પણ હોઈ શકે છે' એમ માનવામાં આવે તેને અથવા વિષય, વસ્તુ કે પદાર્થ વિશે સંપૂર્ણ નિશ્ચય ન હોય તેને અનેકાન્ત કહેવાય છે. अणेगंतजयपडागा - अनेकान्तजयपताका (स्त्री.) (અનેકાન્તજયપતાકા, સ્વનામખ્યાત જૈન ગ્રંથ વિશેષ) જેમણે પ્રાયશ્ચિત્તરૂપે 1444 સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોની રચના કરી છે એવા યાકિનીમહારાસૂનુ પૂજ્યપાદ આચાર્ય પ્રવર હરિભદ્રસૂરિ મહારાજાએ અનેકાન્તજયપતાકા ગ્રંથની રચના કરી છે. જેમાં અન્ય દર્શનો તથા ધર્મમતોનું વિસ્તૃત નિરૂપણ કરીને જૈનદર્શનના અનેકાન્તવાદમાં તેનો કઈ રીતે સમાવેશ થઈ જાય છે તે અને એ ધર્મમતોની અપૂર્ણતા શું છે તે સિદ્ધ કરી છે. પૂ. આચાર્ય મુનિચંદ્રસૂરિજીએ બાલજીવોને સુખે અવબોધ થાય તે માટે ઉક્ત ગ્રંથની વિસ્તારપૂર્વક વૃત્તિની રચના કરી છે. 349