Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ અને જે દ્રવ્ય છે તે નિત્ય છે. વસ્તુના દ્રવ્યમાં કોઈ જ ફેરફાર થતો નથી. દરેક દ્રવ્યમાં કોઇને કોઇ ગુણ અવશ્ય રહેલો છે. કેમ કે ગુણી હોય ત્યાં ગુણ ચોક્કસ હોવાનો જ. માટે દરેક દ્રવ્યમાં ગુણ છે. પદાર્થ દ્રવ્ય તરીકે ભલે શાશ્વત હોય પરંતુ પર્યાયરૂપે તે અનેક હોઇ શકે છે. એટલે કે એક દ્રવ્ય અનેક પર્યાયાત્મક હોય છે અને પર્યાયો હંમેશાં બદલાતા રહે છે. આ જ સત્ય છે. अणेगणिग्गमदुवार - अनेकनिर्गमद्वार (त्रि.) (જના નીકળવાના અનેક વાર છે તે, અનેક દ્વારવાળું) આપણે જેની ખૂબ માવજત કરીએ છીએ અને જેના માટે અનેક પ્રકારના પાપો આચરીએ છીએ તે આપણું શરીર અંદરમાં અશુચિથી ભરેલું છે. આ શરીર તેની પ્રકૃતિ અનુસાર પોતાની અંદર રહેલી અશુચિને અનેક કારોથી બહાર ધકેલે છે. જેને આપણે નાકનો મેલ, કાનનો મેલ, પરસેવો, મળ, મૂત્રાદિ કહીએ છીએ. જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે અંતે તો એ પણ સાથ છોડી દે છે અને એની ખાતર કરેલા પાપ જીવે ભોગવવા પડે છે માટે અશુચિથી ભરેલા શરીર પર આસક્તિ કરવા જેવી નથી अणेगतालायराणुचरिय - अनेकतालाचरानुचरित (त्रि.) (તાબોટા પાડી નાચનારા અનેક નટોથી આસેવિત, નગરાદિ) अणेगदंत - अनेकदन्त (त्रि.) (અનેક દાંત છે જેના, બત્રીસ દાંતયુક્ત). સામુદ્રિકશાસ્ત્રમાં અંગલક્ષણનો વિષય આવે છે. આ શાસ્ત્રમાં સ્ત્રી-પુરુષના શુભ તથા અશુભ બન્ને પ્રકારના અંગોનું વર્ણન કરવામાં આવેલું છે. વ્યક્તિના અંગો પરથી તેના ભાગ્યનું કથન કરવામાં આવતું હોય છે. જેમ કે રક્તવર્ણીય નેત્ર, બત્રીસ દેતપંક્તિ યુક્ત, શરીર સૌષ્ઠવતા વગેરે વ્યક્તિના સારા ભવિષ્યના સૂચક છે. જયારે વક્ર દંતપંક્તિ, આંગળીઓનું વક્રપણું, આંખોમાં નિસ્તેજતા વગેરે તેના અશુભ ભાગ્યના સૂચક કહેલા છે. अणेगदव्वक्खंध - अनेकद्रव्यस्कन्ध (पुं.) (અનેક સચિત્ત અને અચિત્ત દ્રવ્યોથી નિષ્પન્ન સ્કંધ) વિશેષાવશ્યક ભાષ્ય ગ્રંથમાં અનેકદ્રવ્યસ્કંધની ચર્ચા કરવામાં આવેલી છે. તેમાં લખેલું છે કે, જીવના એક પરિણામ અર્થાત વ્યાપારવિશેષથી પરિણામ પામેલું સચિત્ત અને અચિત્ત દ્રવ્યવિશેષ બનેલું હોય તેને અનેકદ્રવ્યસ્કંધ કહેવામાં આવે છે. अणेगपएसता - अनेकप्रदेशता (स्त्री.) (અનેક પ્રદેશતા, ભિન્ન પ્રદેશતા). अणेगपासंडपरिग्गहिय - अनेकपाखण्डपरिगृहीत (त्रि.) (અનેક પાખંડીઓથી અંગીકાર કરાયેલું, અનેક દર્શનીઓથી ગ્રહણ કરાયેલું) અનાદિકાલીન સંસ્કારવશ આત્મા અનેક પાખંડોથી ઘેરાયેલો જ રહ્યો છે. તેના માટે અનેક દર્શનોમાંથી સાચા દર્શનને ગ્રહણ કરવું એટલે ઘાસના ઢગલામાંથી સોયને શોધવા જેટલું કપરું છે. આ કાર્ય અધરું જરૂર છે પણ અશક્ય તો નથી જ. જેમ અનેક તારાઓ વચ્ચે પણ સૂર્ય અને ચંદ્ર એક જ હોય છે તેમ અનેક પાખંડોથી યુક્ત આ સંસારમાં સમ્યગ્ધર્મ તો એક જ છે અને તે છે જિનધર્મ, अणेगबहुविविहवीससापरिणय - अनेकबहुविविधविश्रसापरिणत (त्रि.) (બહુ-ઘણું-વિવિધ પ્રકારના વિગ્નસા-સ્વભાવથી પરિણામ પામેલું) ચાર ગતિમય સંસારમાં પરિભ્રમણ કરતા જીવને પોતાના કરેલા કર્મોને ફરજીયાત ભોગવવા જ પડે છે. આ કર્મો પણ જીવે સ્વયં બાંધેલા છે. કર્મોની ઉત્પત્તિ જીવના રાગ-દ્વેષ-મોહ આદિ વિવિધ પ્રકારના સ્વભાવવશ થયેલી છે. કેમ કે અધ્યવસાય બહુવિધ નાનાપ્રકારના હોય છે. તે કોઇ ઇશ્વરજનિત નથી. માટે પોતાને મળેલી દુઃખદ પરિસ્થિતિઓ માટે આત્મા સ્વયં જવાબદાર છે. તેના માટે ઇશ્વરને દોષ આપવો યોગ્ય નથી. अणेगभागत्थ - अनेकभागस्थ (त्रि.) (અનેક ભાગમાં રહેલું, અનેક ભાગમાં વહેંચી શકાય તેવું) શાસ્ત્રોમાં અણુની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે, જે નરી આંખે ચર્મચક્ષુથી જોઇ ન શકાય તે અણુ કહેવાય. બીજી રીતે કહીએ તો 152