Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ કેવલીની દષ્ટિએ કલ્પનાથી પણ જેના બે ભાગ ન થઈ શકે તે શુદ્ધ પરમાણું છે. આજનું વિજ્ઞાન જેને અણુ માને છે તે તો અનેક અણુઓના સમૂહથી બનેલ એક સ્કંધ પ્રદેશ છે અને તે સ્કંધ અનેક ભાગોમાં વહેંચી શકાય તેવો હોય છે. अणेगभाव - अनेकभाव (त्रि.) (અનેક પર્યાયયુક્ત, બહુ ભાગવાળું) છ દ્રવ્યોમાં પુદ્ગલાસ્તિકાય, જીવાસ્તિકાય અને કાળને નિયમા પર્યાયયુક્ત માનવામાં આવેલા છે. તે દ્રવ્યરૂપે ભલે એક જ હોય પરંતુ પૂરણ-ગલન, જન્મ-મરણ અને ભૂત-ભવિષ્ય-વર્તમાનકાળની અપેક્ષાએ અનેક પયયયુક્ત હોય છે. જ્યારે ધમસ્તિકાય વગેરે ત્રણ દ્રવ્યો અપર્યાયી છે. એટલે કે તેના કોઈ પર્યાય હોતા નથી. સદા એક સરખા રહે છે. अणेगभूय - अनेकभूत (त्रि.) (અનેકરૂપ, અનેક પ્રકારે) अणेगभेद -- अनेकभेद (पुं.) (અનેક પયય). સારૂ4 - નેપ (ત્રિ.) (વિવિધ પ્રકારનું, અનેક પ્રકારવાળું) अणेगरूवधुणा - अनेकरूपधुना (स्त्री.) (ત્રણથી વધારે વખત વસ્ત્રને ધુણાવવાથી લાગતો એક દોષ, પડિલેહણનો એક દોષ) ૨૬મી જાન્યુઆરી વર્ષ ૨૦૦૧ના ગુજરાતમાં આવેલા ભૂકંપે આખી દુનિયાને હલાવી દીધી હતી. જેણે જીંદગીમાં ભૂકંપનું માત્ર નામ સાંભળ્યું હતું તેણે જયારે ભૂકંપને સાક્ષાતનિહાળ્યો ત્યારે તેને ખબર પડી કે ભૂકંપ કેટલો ભયાનક હોય છે. ત્યારપછી તો લોકો પોતાના ઘરમાં જતાં પણ ડરતા હતાં. ભૂકંપ પતી ગયા પછી પાછળથી આવનારા આફ્ટર શોકના કારણે લોકો ડરતા હતા કે, કદાચ ધરતીમાં રહેલા કંપનો આપણો જીવ ના લઈ લે. અનંતજ્ઞાની પરમાત્માએ કહ્યું છે કે આવનારા સમયનો કોઈ ભરોસો નથી. માટે જે સત્કાર્ય કરવાની ભાવના જાગે તેને તુરંત અમલમાં મૂકવી જોઈએ. ક્ષણભંગુર જીવનમાં કાલની રાહ ન જોવાય. મને રૂપપૂરના (સ્ત્રી.) (વસ્ત્ર પડિલહેણમાં લાગતો એક દોષ) મુનિને દિવસમાં બે વખત વસ્ત્રોની પ્રાર્થના કરવાનો આચાર છે. વસ્ત્ર પ્રતિલેખનની વિધિમાં સાધુએ ત્રણ વખત વસ્ત્રોનું પ્રસ્ફોટન વે છે. અર્થાત્ જીવને કિલામણા ન થાય તે રીતે ઝાટકવાના હોય છે. પરંતુ જે સાધુ પ્રમાદવશ ત્રણ કરતા વધુ વખત પ્રસ્ફોટન કરે, એટલે કે પડિલેહે તેને પડિલેહણાનો અતિચાર લાગે છે, જેનું ગુરુ આગળ પ્રાયશ્ચિત્ત લેવું પડે છે. ને પડ્યૂના (સ્ત્રી.) (વસ્ત્ર પડિલેહણામાં પ્રમોદથી લાગતો એક દોષ) જે રીતે વસ્ત્રોનું ત્રણથી વધુ વખત પ્રસ્ફોટન કરવામાં દોષ કહેલો છે તે જ રીતે પ્રમાદને પરવશ જે સાધુ બધા કપડાનું એક સાથે પડિલહેણ કરે છે તે પણ શ્રમણતાને કલંકિત કરનાર હોવાથી દોષ બને છે. માટે કર્મનિર્જરાલક્ષી સાધુએ પ્રત્યેક અનુષ્ઠાન એકાગ્રચિત્તે અને પ્રમાદરહિતપણે કરવું જોઇએ. अणेगवयणप्पहाण - अनेकवचनप्रधान (पं.) (વિવિધ વાણીનો જાણકાર, અનેક ભાષામાં વ્યવહાર કરનાર) જિનશાસનની પ્રભાવના કરનાર પ્રભાવક શ્રમણ અનેક પ્રકારની ભાષાઓના જાણકાર હોય છે. તેઓ દેશ-કાળ-સ્થિતિને અનુસાર વાણી કૌશલ્યનો ઉપયોગ કરનાર હોય છે. સુભાષિતમાં પણ કહેવું છે કે, સ્વકાર્યની સિદ્ધિને ઇચ્છનાર વિચક્ષણ પુરુષ ભોજનની જેમ પ્રથમ મધુર, મધ્યમાં લુખ્ખા અને પછી જરૂર પડ્યે કટુ વચનો બોલનાર હોય છે. अणेगवायामजोग्ग - अनेकव्यायामयोग्य (पुं.) (પરિશ્રમ વિશેષ, અનેક પ્રકારની કસરતને યોગ્ય). 353