Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ અનુસ - મનુ (છું.) (અત્યાગ, ન ત્યજવું તે) દર્શનાચારના એક આચારમાં આવે છે કે, જૈનધર્મી આત્મા મિથ્યાદર્શનોની બાહ્ય જાહોજલાલી અને ઝાકઝમાળ જોઇને પોતે ઈતરધર્મની વાંછા કરતો નથી. એટલું જ નહીં ગમે તેવા સંજોગોમાં પણ પોતે સ્વીકારેલા સત્યમાર્ગનો ત્યાગ કરતો નથી. મyલરિત્તા - અનુકૃત્ય (વ્ય.) (અનુસરીને, અનુવર્તન કરીને) સૂત્રકૃતાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધમાં કહેલું છે કે, મંદજીવો એટલે અજ્ઞાનીજનો કેવા હોય છે? કે જેઓ વગર વિચાર્યું હિંસાચારમાં પ્રવર્તતા હોય છે. અંધ વ્યક્તિની જેમ પોતાના પૂરોગામીને અનુસરીને નિર્દોષ એવા પ્રાણીઓને હણતા રહે છે. પુસવ - અનુશ્રવ (કું.) (ગુરુના મુખથી સંભળાય તે 2. વેદ) જૈન ઇતિહાસ કહે છે કે વેદોની રચના આદ્ય ચક્રવર્તી મહારાજા ભરતે કરેલી હતી. તેના પુરાવા રૂપે વેદોમાં આદિનાથ, નેમિનાથ વગેરે તીર્થકરોના નામ આવે છે. ત્રેસઠશલાકા પુરુષોમાંથી ઘણાના ઉલ્લેખો કરાયેલા છે. વર્તમાનમાં વેદોમાં પાઠ ભેદ અને સ્વરૂપ ભેદ જણાય છે તેની પાછળ કેટલાક સ્વાર્થી અને સત્કાર-સન્માનના લાલચી લોકો જવાબદાર છે. અનુસુય - મનુશ્રુત (નિ.). (ગુરુ દ્વારા કહેવાયેલાનું અવધારણ, અવધારિત 2, પુરાણ શ્રુત 3. ઉત્સુકતારહિત). ભારતવર્ષમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાની પ્રાચીનકાળની પદ્ધતિ એ હતી કે, આચાર્ય શિષ્યોને વેદો કે આગમોનો પાઠ મુખપાઠ કરાવતા હતા. ગુરુ શાસ્ત્રોનો પાઠ મોટેથી બોલતા અને શિષ્ય તે બોલાયેલા શબ્દોનું મતિમાં અવધારણ કરીને તેને કંઠસ્થ કરતા હતા. આથી તે શ્રત ખૂબ જ લાંબા સમય સુધી જીવંત રહેતું હતું આજની જેમ નહીં કે ગઈ કાલે શું ભણ્યા હતા તેની પણ ખબર નથી. અનુસુયત્ત - અનુસુવર્વ (ન.) (દેવ-મનુષ્યના કામભોગોમાં ઉત્સુકતારહિત, કામભોગોમાં નિસ્પૃહ) ઉત્સુકતા એ ચંચળતાનું પ્રતીક છે તેથી ચંચળ જીવો ક્યારેય પણ આધ્યાત્મિક સુખ પ્રાપ્ત કરી શકતા નથી. પરંતુ જેઓએ સાચી સમજણ અને વિવેકને કેળવ્યા છે તેઓ વિષયોમાં ઉત્સુકતારહિત થઈને સ્થિર અને સંપૂર્ણ સુખને ભોગવી શકે છે. અણુવ્રસિદ્ધ - અનુભવસિદ્ધ (ત્રિ.) (અનુભવસિદ્ધ, અભ્યાસથી સિદ્ધ થયેલું, સ્વસંવેદનથી પ્રતીત) નિષ્કારણ વત્સલ અને એકમાત્ર પરહિત ચિંતક પરમાત્મા ક્યારેય પણ પોતાની વાતો બીજા પર જબરદસ્તીથી થોપતા નથી. તેમની વાતો ક્યારેય પણ હવામાંના મહેલ જેવી હોતી નથી પણ દરેક વાતો અનુભવસિદ્ધ હોય છે. આજનું વિજ્ઞાન પણ પરમાત્માની વાતોને ખોટી સાબિત કરવા માટે સમર્થ નથી, અનંતકાળ પછી પણ સનાતન સત્ય સ્વરૂપે જ રહેવાની છે. gવવું - અનુમૂય (વ્ય.) (અનુભવીને, અનુભવ કરીને). જીવ જ્યારે નરકમાં કરેલા કર્મો ભોગવતો હોય છે તે વખતે એ અસહ્ય દુઃખો અનુભવીને મનમાં નક્કી કરે છે કે, એકવાર અહીંથી નીકળ્યા પછી કોઈ દિવસ એવા પાપ નહીં કરું કે જેથી પુનઃ નરકમાં આવવું પડે. પરંતુ અનાદિકાળના આત્મા પર પડેલા સંસ્કાર જ એવા છે કે જીવ જેવો નરકનો ભવ પૂરો કરીને બીજા ભવમાં જાય છે ત્યાં તેની બધી જ જૂની સ્મૃતિઓ ભૂંસાઇ જાય છે, અને પાછો તે વિષય-કષાયોમાં આસક્ત બનીને પાપનો સંચય કરવા લાગે છે. अणुहियासण - अन्वध्यासन (न.) (નિશ્ચલ રહીને સહન કરવું તે) સાડાબાર વર્ષના સાધનાકાળ દરમિયાન પરમાત્માએ ઘોરાતિઘોર ઉપસર્ગો સહન કર્યા તે દીન-હીન ભાવે નહીં પણ નીડર રહીને 348